મંત્રીમંડળ

મંત્રીમંડળે ભૂ-ભાગ (કોચી) અને લક્ષદ્વીપ ટાપુઓ વચ્ચે સબમરિન ઓપ્ટિકલ ફાઇબર કેબલ કનેક્ટિવિટી (કેએલઆઇ) પ્રોજેક્ટની જોગવાઈને મંજૂરી આપી

Posted On: 09 DEC 2020 3:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં ભૂ-ભાગ (કોચી) અને લક્ષદ્વીપ ટાપુઓ વચ્ચે સબમરિન ઓપ્ટિકલ ફાઇબર કેબલ કનેક્ટિવિટીની જોગવાઈ માટે કેએલઆઈ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રોજેક્ટમાં કોચી અને લક્ષદ્વીપના 11 ટાપુઓ વચ્ચે પ્રતિબદ્ધ સબમરિન ઓપ્ટિકલ ફાઇબર કેબલ (ઓએફસી) દ્વારા સંચાર માટે સીધા જોડાણની જોગવાઈની પરિકલ્પના કરવામાં આવી છે. લક્ષદ્વીપના 11 ટાપુઓ કવરત્તી, કલ્પેની, અગતી, અમિની, એન્ડ્રોથ, મિનિકોય, બંગારામ, બિતરા, ચેટલાટ, કિલ્તાન અને કડમત સામેલ છે.

નાણાકીય ખર્ચઃ

આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે રૂ. 1072 કરોડ આવશે, જેમાં 5 વર્ષ માટે કાર્યકારી ખર્ચ સામેલ છે. પ્રોજેક્ટને યુનિવર્સ સર્વિસ ઓબ્લિગેશન ફંડ ભંડોળ પૂરું પાડશે.

અસરઃ

આ સ્પષ્ટ છે કે, ટેલીકોમ માળખાગત સુવિધાની વૃદ્ધિ આર્થિક અને સામાજિક વિકાસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. દૂરસંચાર જોડાણ રોજગારીના સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સબમરિન ઓપ્ટિકલ ફાઇબર કેબલ જોડાણની જોગવાઈ માટે મંત્રીમંડળની મંજૂરીથી લક્ષદ્વીપના ટાપુઓમાં ઊંચી બેન્ડવિડ્થ સાથે મોટા પાયે દૂરસંચાર સુવિધામાં સુધારો થશે.

સબમરિન જોડાણ પ્રોજેક્ટ નાગરિકો, મત્સ્યપાલનના સંભવિત વિકાસ, નાળિયેર આધારિત ઉદ્યોગો અને ઊંચું મૂલ્ય ધરાવતા પ્રવાસન, ટેલી-એજ્યુકેશનની દ્રષ્ટિએ શૈક્ષણિક વિકાસ અને ટેલીમેડિસિન સુવિધાઓની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સંબંધિત સારસંભાળમાં ઇ-ગવર્નન્સ સેવાઓની ડિલિવરી માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ અનેક વ્યવસાયોની રચના, ઇ-કોમર્સ પ્રવૃત્તિઓ વધારવામાં તથા જ્ઞાનની વહેંચણી માટે શૈક્ષણિક સંસ્થાઓને ટેકો આપવા પર્યાપ્ત ટેકો પ્રદાન કરશે. લક્ષદ્વીપના ટાપુઓ લોજિસ્ટિક સેવાઓનું કેન્દ્ર બનવા સંભવિતતા ધરાવે છે.

વ્યૂહરચનાનો અમલ અને લક્ષ્યાંકોઃ

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ને પ્રોજેક્ટનો અમલ કરવા માટેની સંસ્થા તરીકે અને ટેલીકમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ (ટીસીઆઇએલ)ને પ્રોજેક્ટની ટેકનિકલ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ, દૂરસંચાર વિભાગની સહાય કરશે. પ્રોજેક્ટ અંતર્ગત અસ્કયામતની માલિકી યુએસઓએફની રહેશે, જે ટેલીકોમ વિભાગની ફંડિંગ સંસ્થા છે. પ્રોજેક્ટ મે, 2023માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

પૃષ્ઠભૂમિઃ

કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ અરબી સમુદ્રમાં સ્થિત વિવિધ ટાપુઓનો સમૂહ છે અને ભારત માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ છે. સુરક્ષિત, મજબૂત, વિશ્વસનીય અને વાજબી ટેલીકોમ સુવિધાઓની જોગવાઈ આ ટાપુઓમાં રહેતા લોકો માટે અને સંપૂર્ણ દેશ માટે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે.

અત્યારે લક્ષદ્વીપ સાથે ટેલીકોમ જોડાણ પ્રદાન કરતું એકમાત્ર માધ્યમ ઉપગ્રહો છે, પણ બેન્ડવિડ્થ 1 જીબીપીએસ સુધી મર્યાદિત રીતે ઉપલબ્ધ છે. બેન્ડવિડ્થનો અભાવ ડેટા સેવાઓ પ્રદાન કરવામાં મુખ્ય અવરોધ છે, જે સમાજની સર્વસમાવેશક વૃદ્ધિ માટે ઇ-ગવર્નન્સ, ઇ-શિક્ષણ, ઇ-બેંકિંગ વગેરે માટે પૂર્વજરૂરિયાત છે.

એ મુજબ સરકાર લક્ષદ્વીપ ટાપુઓ સુધી સબમરિન ઓપ્ટિકલ ફાઇબર કેબલ પાથરવા માટે લક્ષદ્વીપ ટાપુઓની યોજનામાં દૂરસંચાર સુવિધાઓ પ્રદાન કરવા કટિબદ્ધ છે, જે થોડા સમયથી વિચારણાને આધીન છે. લક્ષદ્વીપના ટાપુઓને હાઈ બેન્ડવિડ્થ સંચાર સુવિધા ઇ-વહીવટની સેવાઓને મજબૂત કરવાના રાષ્ટ્રીય ઉદ્દેશને સાકાર કરવા અને ડિજિટલ ઇન્ડિયાના વિઝનને હાંસલ કરવાને સુસંગત છે.

 

SD/GP/BT



(Release ID: 1679401) Visitor Counter : 269