સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કુલ કેસમાંથી 4% કરતાં ઓછી સંખ્યા સાથે ભારતમાં સક્રિય કેસનું ભારણ 3.78 લાખ રહ્યું જે સતત ઘટી રહ્યું છે
ભારતમાં દૈનિક પોઝિટીવિટી દર 3.14% નોંધાયો
19 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે
Posted On:
09 DEC 2020 11:12AM by PIB Ahmedabad
ભારતમાં કુલ સક્રિય કેસના ભારણમાં ઘટાડાનું વલણ સતત જળવાઇ રહ્યું છે. દેશમાં સક્રિય કેસનું ભારણ હાલમાં ઘટીને 3,78,909 થઇ ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા વધુ ઘટીને 3.89% થઇ ગઇ છે.
દૈનિક ધોરણે નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા દૈનિક ધોરણે નવા નોંધાતા કેસ કરતાં વધારે રહેવાથી કુલ સક્રિય કેસના ભારણમાં ચોખ્ખો ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં કુલ 4,957 દર્દીનો ઘટાડો થયો છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક ધોરણે નવા સંક્રમિત થયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં 32,080 દર્દીઓ નવા સંક્રિમત થયા હોવાની પુષ્ટિ થઇ છે જ્યારે સમાન સમયગાળામાં ભારતમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 36,635 નોંધાઇ છે.
ભારતમાં આજદિન સુધીમાં કુલ પરીક્ષણોની સંખ્યા 15 કરોડની નજીક (14,98,36,767) પહોંચી ગઇ છે. દરરોજ પ્રત્યેક દસ લાખથી વધુ પરીક્ષણો કરવાની કટિબદ્ધતાને ધ્યાનમાં રાખીને છેલ્લા 24 કલાકમાં 10,22,712 પરીક્ષણો કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પરીક્ષણોની ક્ષમતા વધીને 15 લાખ સુધી પહોંચી ગઇ છે.
ભારતમાં પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર વધારો થયો છે અને દેશમાં કુલ પરીક્ષણોની લેબોરેટરીની સંખ્યા વધીને 2,220 થઇ ગઇ છે.
દૈનિક ધોરણે 10 લાખથી વધારે પરીક્ષણોની સંખ્યાથી એકંદરે પોઝિટીવિટી દર નોંધપાત્ર પ્રમાણમાં સતત નીચલા સ્તરે જળવાઇ રહ્યો છે અને હાલમાં તેમાં ઘટાડા તરફી વલણ જળવાઇ રહ્યું છે.
એકંદરે રાષ્ટ્રીય પોઝિટીવિટી દર આજે 6.50% નોંધાયો હતો. દૈનિક ધોરણે પોઝિટીવિટી દર ફક્ત 3.14% નોંધાયો હતો. મોટી સંખ્યામાં પરીક્ષણોના કારણે તબક્કાવાર પોઝિટીવિટી દર ઘટી રહ્યો છે.
19 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે નોંધાયો છે.
કુલ સર્વાધિક પરીક્ષણોની સંખ્યા અને સંબંધિત પોઝિટીવિટી દર સાથેના રાજ્યોની વિગતો નીચે આપેલી છે.
ઉત્તરપ્રદેશમાં કુલ 2 કરોડથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે જે સૌથી વધુ છે. 1 કરોડથી વધુ પરીક્ષણો કરનારા રાજ્યોમાંથી બિહાર, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે.
સાજા થવાના દરમાં પણ વધારો થતા આજે 94.66% સુધી પહોંચી ગયો છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 92 લાખ કરતાં વધારે (92,15,581) થઇ ગઇ છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 76.37% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 6,365 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ, છેલ્લા 24 કલાકમાં કેરળમાં 4,735 અને દિલ્હીમાં 3,307 નવા દર્દી સાજા થતા તે ટોચના ક્રમે છે.
નવા પોઝિટીવ નોંધાયેલા કેસમાંથી 75.11% નવા દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,032 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં એક દિવસમાં નવા 4,026 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 402 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 76.37% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ (57) દર્દી મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળામાં અનુક્રમે 53 અને 49 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.
SD/GP/BT
(Release ID: 1679322)
Visitor Counter : 329
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam