પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તમિલનાડુના મુખ્યમંત્રી સાથે વાર્તાલાપ કર્યો


ચક્રવાત પીડિતો માટે નાણાકીય સહાય જાહેર કરી

પોસ્ટેડ ઓન: 27 NOV 2020 9:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી થિરૂ એડપ્પડી કે. પલાનીસ્વામી સાથે વાત કરી હતી અને રાજ્યના કેટલાક ભાગોમાં ચક્રવાત અને ભારે વરસાદની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બચાવ અને રાહત કાર્યમાં સહાય માટે કેન્દ્રીય ટીમોને તમિલનાડુ મોકલવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું કે મૃતક વ્યક્તિના સગાને રૂપિયા 2 લાખ અને ઈજાગ્રસ્તોને પ્રત્યેકને રૂપિયા 50,000 પીએમએનઆરએફમાંથી સહાય રૂપે આપવામાં આવશે.

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1676716) મુલાકાતી સંખ્યા : 160