સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસના ભારણમાંથી 70% કેસ મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં છે
Posted On:
27 NOV 2020 11:21AM by PIB Ahmedabad
ભારતમાં આજે કુલ સક્રિય કેસનું ભારણ 4,55,555 છે. વર્તમાન સમયમાં સક્રિય કેસની સંખ્યા કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 4.89% છે.
હાલમાં સક્રિય કેસમાંથી લગભગ 70%(69.59%) કેસનું ભારણ આઠ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે, મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં છે.
આજની સ્થિતિ અનુસાર, કોવિડના કુલ સર્વાધિક સક્રિય કેસની સંખ્યામાં 87,014 કેસ સાથે મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં સૌથી આગળ છે. ત્યારબાદ કેરળમાં સૌથી વધુ 64,615 સક્રિય કેસ છે જ્યારે દિલ્હીમાં 38,734 સક્રિય કેસ છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યામાં થયેલા ફેરફારના આંકડા નીચે દર્શાવ્યા અનુસાર છે.
મહારાષ્ટ્રમાં વધુ 1,526 કેસના ઉમેરા સાથે કેસની સંખ્યામાં સૌથી વધુ પોઝિટીવ તફાવત નોંધાયો છે જ્યારે છત્તીસગઢમાં 719 કેસના ઘટાડા સાથે કેસની સંખ્યામાં સૌથી વધુ નેગેટિવ તફાવત નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના નવા 43,082 કેસ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.
નવા નોંધાયેલા કેસમાંથી 76.93% કેસ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.
નવા કેસની સંખ્યા મામલે, 6406 નવા કેસ સાથે મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં ટોચે છે જ્યારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં નવા 5,475 કેસ અને કેરળમાં નવા 5,378 કેસ નોંધાયા છે.
ભારતમાં કુલ સાજા થયેલા કેસની સંખ્યા આજે 87 લાખનો આંકડો (87,18,517) પાર કરી ગઇ હોવાથી કુલ રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર વધીને 93.65% થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 39,379 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 78.15% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,970 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે જ્યારે ત્યારબાદ દિલ્હીમાં 4,937 અને મહારાષ્ટ્રમાં 4,815 દર્દીઓ એક જ દિવસમાં સાજા થયા છે.
કુલ નોંધાયેલા મૃત્યુમાંથી 83.80% મૃત્યુ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં આજદિન સુધીમાં દેશમાં સૌથી વધુ 46,813 દર્દીઓ મૃત્યુ નોંધાયા છે જે કુલ મૃત્યુમાંથી 34.49% છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 492 દર્દીએ જીવ ગુમાવ્યો છે તેમાંથી 75.20% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 91 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં વધુ 65 અને પશ્ચિમ બંગાળમાં 52 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
SD/GP/BT
(Release ID: 1676419)
Visitor Counter : 245
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu