વહાણવટા મંત્રાલય

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર પરામર્શ માટે વેપારી જહાજ વિધેયક, 2020નો મુસદ્દો બહાર પાડવામાં આવ્યો


નવા વિધેયકનો ઉદ્દેશ વર્તમાન વેપારી જહાજ અધિનિયમ, 1958ને રદ કરીને તેના સ્થાને નવા કાયદાને લાવવાનો છે

Posted On: 26 NOV 2020 3:55PM by PIB Ahmedabad

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા વેપારી જહાજ વિધેયક, 2020નો મુસદ્દો જાહેર પરામર્શ માટે બહાર પાડવામાં આવ્યો છે. આનો મૂળ ઉદ્દેશ વેપારી જહાજ અધિનિયમ, 1958 (1958નો અધિનિયમ નંબર 44) અને તટીય જહાજો અધિનિયમ, 1838 (1838નો અધિનિયમ નંબર 19) રદ કરીને તેના સ્થાને નવા કાયદાને લાવવાનો છે.

વેપારી જહાજ વિધેયક, 2020નો મુસદ્દો ભારતીય જહાજ ઉદ્યોગમાં અમેરિકા, જાપાન, યુ.કે., સિંગાપોર અને ઑસ્ટ્રેલિયા જેવા અન્ય આધુનિક દેશો દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને આચરણોનો અમલ કરીને આ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાના મૂળ ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આજદિન સુધી ભારત જેમાં પક્ષકાર હોય તેવા તમામ IMO સંમેલનો / પ્રોટોકોલને તેમાં અપનાવવામાં આવ્યા છે. જહાજોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતા પ્રમાણમાં જોગવાઇઓ પણ સમાવવામાં આવી છે તેમજ દરિયાઇ જીવસૃષ્ટિની સુરક્ષા, સમુદ્રમાં પ્રદૂષણ નિવારણ, સમુદ્રી જવાબદારીઓ અને વળતરો પૂરા પાડવા અને આંતરરાષ્ટ્રીય સંમેલનો અંતર્ગત ભારતની જવાબદારીઓની વ્યાપક સ્વીકૃતિને સુનિશ્ચિત કરવાની જોગવાઇઓ પણ તેમાં સમાવી લેવામાં આવી છે.

વેપારી જહાજ વિધેયક, 2020માં પરિકલ્પના કરવામાં આવેલા લાભો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવું - આ વિધેયક ભારતીય જહાજો માટે સામાન્ય વેપાર લાઇન્સની આવશ્યકતાને દૂર કરે છે.
  • ડિજિટલ ટેકનોલોજી અપનાવવી - તે નોંધણીના ઇલેક્ટ્રોનિક માધ્યમોને સક્ષમ કરે છે અને ઇલેક્ટ્રોનિક લાઇસન્સ, પ્રમાણપત્રો અને ચૂકવણી ઉપરાંત ઇલેક્ટ્રોનિક કરાર, રેકોર્ડ્સ અને લોગ બુકને કાનૂની માન્યતા આપે છે.
  • વ્યાપારી અસ્કયામત તરીકે ટનેજ અને જહાજમાં વધારો કરવો - આ વિધેયક જહાજોની માલિકી સંબંધિત જરૂરી પાત્રતાના માપદંડને વ્યાપક બનાવી અને બેરબોટ ચાર્ટર કમ ડિમિસની નોંધણીની સુવિધા પૂરી પાડીને અને તે પ્રકારે આંતરરાષ્ટ્રીય વેપારની તકોમાં વધારો કરીને ભારતના ટનેજમાં વધારો કરવાની ઇચ્છા રાખે છે.
  • ભારતને ભરોસાપાત્ર જહાજ અધિકાર ક્ષેત્ર બનાવવું અને એવી પરિસ્થિતિઓ ટાળવી જે વિનાશ તરફ દોરી જતી હોય સૂચિત વિધેયકમાં પ્રથમ વખત સમુદ્રી ઘટનાઓ સામે સમુદ્રી કટોકટી પ્રતિભાવના નિયમન માટે કાનૂની માળખું તૈયાર કરવાની રજૂઆત કરવામાંની ઇચ્છા રાખવામાં આવી છે. આ જોગવાઇઓમાં, કોઇપણ સમુદ્રી ઘટનાઓ વિનાશક અથવા આપત્તિજનક તબક્કે પહોંચે તે પહેલાં જ તેનું નિવારણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિભાવ વ્યવસ્થાતંત્રના સમયસર અમલીકરણની ઇચ્છા રાખવામાં આવી છે.
  • જહાજ ત્યજી દેનારા ભારતીય દરિયાખેડૂઓનું કલ્યાણ અને રેઢું મૂકી દેવામાં આવેલા જહાજોની સલામતી: ભારતીય દરિયાખેડૂઓને સ્વદેશમાં પરત લાવવાની જોગવાઇઓ MLC નિયમનોને અનુરૂપ વધારવામાં આવી છે.
  • દાવાના ચુકાદા અને અનુમાનિતા વધુ મજબૂત કરવી: જહાજોની ટક્કરના કારણે ઉભા થતા દાવાઓની તપાસ અને ચુકાદાની કામગીરી વધુ મજબૂત કરવા માટે, ઉચ્ચ ન્યાયાલય દ્વારા આકારણીકારને દરેક જહાજની ખામીની ગંભીરતા અંગે તેમના તારણો રજૂ કરવાનું કામ સોંપવામાં આવી શકે છે.
  • ભારતને સક્રિય અમલકર્તા બનાવવું - આ વિધેયક અસલામત જહાજો અને સમુદ્ર તેમજ પર્યાવરણની જીવસૃષ્ટિની સલામતી સામે જોખમ ઉભું કરતા જહાજો સામે પગલાં લેવા માટે મહાનિદેશકને સત્તા સોંપવાની જોગવાઇ સમાવે છે જેમાં અટકાયત આદેશથી અપીલ કરવાની પ્રક્રિયા પણ સામેલ છે. આ વિધેયક એવી જોગવાઇઓ પણ સમાવે છે જે, પર્યાવરણ સુરક્ષાના માપદંડોના સક્રિય અમલીકરણને પ્રોત્સાહન આપે છે અને કેન્દ્ર સરકારે ફરજિયાત વીમો લેવાની અથવા પર્યાવરણને થતી હાનિ સામે આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની સત્તા આપી છે.

આ વિધેયક, રોકાણ માટે વધુ તકો પૂરી પાડવાનો પણ ઇરાદો રાખે છે અને દરિયાઇ ઉદ્યોગમાં આત્મનિર્ભર સ્થાનિક રોકાણનો માહોલ પૂરો પાડવાનો પણ ઇરાદો રાખે છે. સમુદ્રી શિક્ષણ, તાલીમ, પ્રમાણીકરણ અને દરિયાખેડૂઓની ભરતી અને નિયુક્તિનું નિયમન કરતી જોગવાઇઓ અને ભારતીય કાયદા હેઠળ જહાજોની સરળ નોંધણીની જોગવાઇઓ ભારતીય દરિયાખેડૂઓની ગુણવત્તા અને સંખ્યાને વધુ પ્રવેગ આપશે. તેના પરિણામે, આનાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય દરિયાખેડૂઓ માટે નોકરીની તકોને વેગ મળશે. આ ઉપરાંત, સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 'આત્મનિર્ભર ભારત' પહેલને અનુરૂપ, જહાજ ઉદ્યોગ સાથે સંકળાયેલા આનુષાંગિત ક્ષેત્રોને પણ લાભો પહોંચાડવામાં આવશે.

વેપારી જહાજ વિધેયક, 2020નો મુસદ્દો પ્રતિભાવો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી જાહેર જનતા માટે બહાર પાડવામાં આવ્યો છે. આ મુસદ્દો આપેલ લિંક પરથી મેળવી શકાય છે: http://shipmin.gov.in/sites/default/files/Draft_MS_Bill_2020.pdf અને સૂચનો msbill2020[at]gmail[dot]com  પર ઇમેલ દ્વારા 24.12.2020 સુધીમાં મોકલી શકાશે.

બ્રિટિશ શાસનકાળ વખતના તમામ જુના અને અસંગત કાયદાઓ દૂર કરીને તેના સ્થાને આધુનિક અને સમકાલિન આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર નવા કાયદા અમલમાં મૂકવા અને લોકોની ભાગીદારી દ્વારા સુશાસનમાં પારદર્શકતા વધારવી એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. આ માટે, બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રલાય દ્વારા તાજેતરમાં જાહેર પરામર્શ માટે બે વિધેયકના મુસદ્દા બહાર પાડવામાં આવ્યા છે જેના નામ 'દિશાસૂચન વિધેયકમાં સહાય 2020' અને 'તટીય જહાજ વિધેયક 2020' છે અને હવે માત્ર ચાર મહિનાના ટૂંકા સમયમાં આ ઐતિહાસિક 'વેપારી જહાજ વિધેયક 2020'નો મુસદ્દો પણ બહાર પાડવામાં આવ્યો છે. વધુમાં, મુખ્ય બંદર સત્તામંડળ વિધેયક 2020 પણ રાજ્યસભામાં વિચારાધીન છે અને તેને સંસદના ગત સત્રમાં લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યં છે. આ તમામ વિધેયક સંપૂર્ણ વિકસિત સમુદ્રી અર્થતંત્રની દિશામાં આગળ વધી રહેલા ભારતની દિશામાં સમુદ્રી પરિદૃશ્યમાં આમૂલ પરિવર્તન લાવવા જઇ રહ્યાં છે.

 

SD/GP/BT



(Release ID: 1676115) Visitor Counter : 323