સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસનું ભારણ વધુ સંકુચિત થતાં 4.8 લાખે પહોંચ્યું


દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા દૈનિક નવા કેસ કરતા વધુ છે, પરિણામે સાજા થવાનો દર 93% કરતા વધુ

Posted On: 14 NOV 2020 11:32AM by PIB Ahmedabad

સતત 4 દિવસથી 5 લાખથી ઓછા સક્રિય કેસ નોંધાતા ભારતનું સક્રિય કેસ ભારણ આજની તારીખ સુધીમાં 4,80,719 થઈ ગયું છે. કુલ પોઝિટિવ કેસમાં સક્રિય કેસનો હિસ્સો વધુ ઘટીને 5.48% થયો છે.

દરરોજ નવા કેસ કરતા વધારે સાજા થયેલા કેસની નવી સંખ્યાનું વલણ યથાવત છે કારણ કે છેલ્લા 24 કલાકમાં 47,992 સાજા થયેલા કેસની સામે 44,684 નવા કેસ નોંધાયા છે.

નવા કેસની સંખ્યામાં ઘટાડો યથાવત રહ્યો છે જે દર્શાવે છે કે નાગરિકો દ્વારા કોવિડ યોગ્ય વર્તણૂક અપનાવવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને પગલે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા અસરકારક નિયંત્રણના પગલાં લેવામાં આવી રહ્યા છે. દૈનિક નવા કેસ સરેરાશ પાંચ અઠવાડિયામાં ઘટી રહેલું વલણને દર્શાવે છે.

આ વલણના પરિણામે આજે સાજા થવાનો દર 93% ને પાર થઈ ગયો છે. સંચિત રાષ્ટ્રીય આંકડો 93.05% છે. કુલ સાજા થયેલા કેસ 81,63,572 થઇ ગયા છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર જે સતત વધી રહ્યું છે, તે તાજેતરમાં 76,82,853 છે.

નવા સાજા થયેલા કેસમાંથી 75.38% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત છે.

કોવિડમાંથી 6,498 દર્દીઓ સાજા થતા દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રિકવરી જોવા મળી. કેરળમાં 6,201 દૈનિક રિકવરી જોવા મળી હતી જ્યારે મહારાષ્ટ્રમાં 4,543 નવી રિકવરી જોવા મળી હતી.

નવા કેસમાંથી  દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદશોએ 76.38%નું યોગદાન આપ્યું છે.

છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં 7,802 કેસ નોંધાયા છે. ગઈકાલે કેરળમાં 5,804 નવા કેસ નોંધાયા છે, જ્યારે  4,132 નવા કેસ સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને રહ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં 520 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 79.23% મૃત્યુ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં થયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 24.4% મહારાષ્ટ્રમાં છે જ્યાં 127 લોકો મૃત્યુ પામ્યા છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 91 અને 51 નવા મૃત્યુ થયા છે.

SD/GP/BT


(Release ID: 1672885) Visitor Counter : 191