સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસનું ભારણ 4.85 લાખથી ઓછું
દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા દૈનિક નવા કેસ કરતા વધુ
Posted On:
13 NOV 2020 12:34PM by PIB Ahmedabad
ભારતના સક્રિય કેસ આજે 4,84,547 છે, જે પાંચ લાખના આંકડાથી ખૂબ ઓછા છે. 5 લાખના આંક નીચે સક્રિય કેસ યથવાત રહેવાનો આ ત્રીજો દિવસ છે. કુલ પોઝિટીવ કેસમાં તેનો હિસ્સો માત્ર 5.55% છે.
દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા દૈનિક નવા કેસ કરતા વધુના વલણ દ્વારા આ શક્ય બન્યું છે, જેણે સક્રિય કેસ ભારણના સંપૂર્ણ ઘટાડાને સુનિશ્ચિત કર્યો છે.
નવા નોંધાયેલા 44,879 કેસથી વિપરીત છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા 49,079 કેસ નોંધાયા છે જે ભારતની દૈનિક સાજા થયેલા કેસની વધુ સંખ્યાના વલણને યથવાત રાખે છે જે રોજિંદા નવા કેસ કરતા વધારે છે. આ વલણ આજે 41મા દિવસે પણ જોવા મળ્યું છે.
સાજા થયેલા કેસની કુલ સંખ્યા 81,15,580 થઈ ગઈ છે જેના પરિણામે સાજા થવાનો દર 92.97% થયો છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર વધતું રહ્યું છે અને હાલમાં તે 76,31,033 છે.
નવા સાજા થયેલા કેસમાંથી 77.83% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સાજા થયેલા કેસની મહત્તમ સંખ્યા નોંધાઈ છે. 7,809 નવી રિકવરીએ રાજ્યની સાજા થયેલા કેસની કુલ સંખ્યાને 16,05,064 પર લઇ ગઈ છે.
નવા કેસમાંથી 76.25% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક મહત્તમ 7,053 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે કેરળમાં 5,537 નવા કેસ નોંધાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં 4,496 નવા કેસ નોંધાયા છે.
છેલ્લાં 24 કલાકમાં દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ મૃત્યુંઆંકના 80% (79.34%) મૃત્યુ થયા હોવાનો અહેવાલ છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 22.3% મહારાષ્ટ્રના છે જેમાં 122 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 104 અને 54 નવા મૃત્યુ થયા છે.
SD/GP/BT
(Release ID: 1672645)
Visitor Counter : 251
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam