નાણા મંત્રાલય
                
                
                
                
                
                
                    
                    
                        કેન્દ્ર સરકારે સ્પેશિયલ બોરોઈંગ વિન્ડો હેઠળ જીએસટી વળતરના ભાગરૂપે 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોને બીજા હપ્તા સ્વરૂપે 6,000 કરોડ હસ્તાંતરીત કર્યા
                    
                    
                        
નાણાં મંત્રાલયે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પેશિયલ બોરોઈંગ વિન્ડો હેઠળ આજદિન સુધી 12,000 કરોડ રૂપિયાની લોનની સુવિધા આપી છે
                    
                
                
                    Posted On:
                02 NOV 2020 4:08PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                ભારત સરકારના નાણા મંત્રાલયે તેના " જીએસટીના વકરામાં થતાં ઘટાડાને દૂર કરવા માટે વિશેષ ઋણ લેવાની વિંડો" અંતર્ગત 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોને આજે બીજા હપ્તા સ્વરૂપે 6000 કરોડની રકમ હસ્તાંતરિત કરશે. આ રકમ 4.42 ટકા જેટલી ભારિત સરેરાશ ઉપજ પ્રમાણે વધારી હતી. આ રકમ એક સમાન વ્યાજ દરે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવશે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટેના ધિરાણ લેનારા ખર્ચ કરતા ઓછા છે, આમ તેમને લાભ થશે. નાણાં મંત્રાલયે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પેશિયલ બોરોઈંગ વિન્ડો આજદિન સુધી 12,000 કરોડ રૂપિયાની લોનની સુવિધા આપી છે.  
આજ સુધીના 21 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોએ વિકલ્પ I હેઠળ સ્પેશિયલ વિન્ડોની પસંદગી કરી છે. ભારત સરકાર દ્વારા ઉધાર લેવામાં આવેલી લોન, જીએસટી વળતર સેસ રીલીઝના બદલામાં, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશને સળંગ હસ્તાંતરિત કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓડિશા, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કેન્દ્રશાસિત પ્રદેશો - દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને પુડ્ડુચેરીને લોન આપવામાં આવી છે. 
                
                
                
                
                
                (Release ID: 1669502)
                Visitor Counter : 344
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Kannada