સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં મૃત્યુદર (CFR) ઘટીને 1.5% કરતાં ઓછો નોંધાયો


23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો CFR

Posted On: 31 OCT 2020 11:24AM by PIB Ahmedabad

વૈશ્વિક મહામારી સામેની સહિયારી જંગમાં ભારતે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. દેશમાં મૃત્યુદર (CFR) ઘટીને 1.5% કરતાં નીચે નોંધાયો છે. પ્રગતિપૂર્વક ઘટાડા સાથે આજે CFR 1.49% નોંધાયો છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે અને હાલમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ 88 વ્યક્તિનાં મૃત્યુ નોંધાયા છે.

કેન્દ્રના નેતૃત્વ હેઠળ ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક, ટ્રીટની વ્યૂહનીતિ અંતર્ગત અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહરચના, સઘન પરીક્ષણ તેમજ એન્ટી કોગ્યુલેન્ટ અને નોન-ઇન્વેઝિવ ઓક્સિજનના ઉપયોગ સહિત સંભાળના અભિગમના વ્યાપક માપદંડો પર આધારિત પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા અસરકારક અમલીકરણના પરિણામે, ચેપગ્રસ્ત દર્દીઓની વહેલી ઓળખ, ત્વરિત આઇસોલેશન અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કેસનું સમયસર તબીબી વ્યવસ્થાપન શક્ય બન્યું છે. આનાથી ભારતમાં કોવિડના કારણે મૃત્યુદર નીચો જાળવવામાં અને નિયંત્રણમાં લઇ શકાય તેવી સ્થિતિમાં રાખવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.

WhatsApp Image 2020-10-31 at 10.26.07 AM.jpeg

દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક ભારત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 551 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે. દૈનિક મૃત્યુદરની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

WhatsApp Image 2020-10-31 at 10.26.07 AM (2).jpeg

કોવિડ વ્યવસ્થાપન અને પ્રતિક્રિયા નીતિના ભાગરૂપે, ગંભીર દર્દીઓના તબીબી વ્યવસ્થાપનમાં સંકળાયેલા ICU ડૉક્ટરોની ક્ષમતા નિર્માણમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવેલી અનન્ય પહેલરૂપે, નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા શરૂ કરવામાં આવેલા e-ICU દ્વારા પણ ઘણી મદદ મળી રહી છે. સપ્તાહમાં બે વખત એટલે કે દર મંગળવારે અને શુક્રવારે ટેલિ/વીડિયો કન્સલ્ટેશન સત્રોનું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ રાજ્યોમાં ICUના વ્યવસ્થાપનમાં જોડાયેલા ડૉક્ટરો માટે પોતાના ક્ષેત્રના નિષ્ણાત અને બહોળું જ્ઞાન ધરાવતા તજજ્ઞો દ્વારા સલાહસૂચન આપવામાં આવે છે. આ સત્રોનો પ્રારંભ 8 જુલાઇ 2020ના રોજથી કરવામાં આવ્યો છે.

તેના પરિણામે, 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશની તુલનાએ ઓછો CFR નોંધાયો છે.

WhatsApp Image 2020-10-31 at 10.26.07 AM (1).jpeg

તાજેતરના મૃત્યુઆંકમાંથી 65% દર્દીઓના મૃત્યુ ફક્ત 5 રાજ્યોમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુમાંથી સૌથી વધુ એટલે કે 36% દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

WhatsApp Image 2020-10-31 at 10.26.08 AM.jpeg

કુલ મૃત્યુઆંકમાંથી 85% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

WhatsApp Image 2020-10-31 at 10.34.11 AM.jpeg

6 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ મૃત્યુઆંક 100થી ઓછો જ્યારે 8 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશેમાં કુલ મૃત્યુઆંક 1000થી ઓછો છે.

16 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ મૃત્યુઆંક 10,000થી ઓછો નોંધાયેલો છે.

WhatsApp Image 2020-10-31 at 10.30.54 AM.jpeg

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 59,454 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે જેમાંથી નવા 48,268 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. આ સાથે દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 74 લાખ કરતાં વધારે (7,432,829) નોંધાઇ છે. એક જ દિવસમાં મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે જે સરેરાશ રાષ્ટ્રીય રિકવરી દરમાં પ્રતિબિંબિત થાય છે. હાલમાં રાષ્ટ્રીય સરેરાશ રિકવરી દર વધીને 91.34% સુધી પહોંચી ગયો છે.

ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. હાલમાં, દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી માત્ર 7.16% એટલે કે 5,82,649 સક્રિય દર્દીઓ છે. સતત બીજા દિવસે દેશમાં સક્રિય કેસની સંખ્યા 6 લાખ કરતાં નીચે નોંધાઇ છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 79% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ એટલે કે, 8,000થી વધુ દર્દીઓ સાજા થયા છે જ્યારે ત્યારબાદ 7,000 કરતાં વધુ દર્દી સાથે કેરળનો ક્રમ આવે છે.

WhatsApp Image 2020-10-31 at 10.26.06 AM (1).jpeg

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 48,268 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે.

નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓમાંથી 78% કેસ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. કેરળ અને મહારાષ્ટ્ર સૌથી વધુ નવા પુષ્ટિ થયેલા દર્દીઓ સાથે ટોચે છે જ્યાં 6,000થી વધુ કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ 5,000થી વધુ કેસ સાથે દિલ્હી છે.

WhatsApp Image 2020-10-31 at 10.26.05 AM.jpeg

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 551 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તેમાંથી અંદાજે 83% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

નવા નોંધાયેલા કુલ મૃત્યુમાંથી 23% કરતાં વધારે (127 મૃત્યુ) દર્દીઓ સાથે મહારાષ્ટ્ર ટોચે છે.

WhatsApp Image 2020-10-31 at 10.26.06 AM.jpeg

SD/GP/BT

 

 



(Release ID: 1669038) Visitor Counter : 145