પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયા ખાતે આરોગ્ય વન, આરોગ્ય કુટીર, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું.

Posted On: 30 OCT 2020 2:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કેવડિયાના સંકલિત વિકાસ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું.

શ્રી મોદીએ આરોગ્ય વન અને આરોગ્ય કુટિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આરોગ્ય વન અને આરોગ્ય કુટીર

17 એકર વિસ્તારમાં ફેલાયેલા આરોગ્ય વનમાં 380 જુદી-જુદી પ્રજાતિના 5 લાખ છોડ છે. આરોગ્ય કુટીર પાસે સંથિગિરિ વેલનેસ સેન્ટર નામની પરંપરાગત સારવાર સુવિધા છે જે આયુર્વેદ, સિદ્ધ, યોગ અને પંચકર્મ આધારિત આરોગ્યસંભાળ પૂરી પાડશે.

 

એકતા મોલ

આ મોલ ભારતની વિવિધ હસ્તકલા અને પરંપરાગત વસ્તુઓ દર્શાવે છે જે વિવિધતામાં એકતાનું પ્રતીક છે જે 35000 ચોરસ ફૂટમાં ફેલાયલો  છે. આ મોલમાં 20 એમ્પોરિયાનો સમાવેશ થાય છે, જે ભારતના પ્રત્યેક રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને તે ફક્ત 110 દિવસમાં બનાવવામાં આવે છે.

ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને મિરર મેઝ

બાળકો માટેનો વિશ્વનો પહેલો ટેકનોલોજી આધારિત ન્યુટ્રિશન પાર્ક છે જે 35000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. ન્યુટ્રી ટ્રેન પાર્કમાં ફલશકા ગૃહમ’, ‘પાયોનગરી’, ‘અન્નપૂર્ણા’, ‘પોષણ પુરાણઅને સ્વસ્થ ભારતમજેવા વિવિધ આકર્ષક થીમ આધારિત સ્ટેશનો પર દોડે છે. તે મિરર મેઝ, 5ડી વર્ચ્યુઅલ રિયાલિટી થિયેટર અને ઓગમેન્ટેડ રિયાલિટી ગેમ્સ જેવી વિવિધ શૈક્ષણિક અને મનોરંજનલક્ષી પ્રવૃતિ દ્વારા પોષક જાગૃતિ લાવશે.

SD/GP/BT



(Release ID: 1668820) Visitor Counter : 318