વહાણવટા મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ વી. ઓ. ચિદમ્બરનાર પોર્ટ પર ‘ડાયરેક્ટ પોર્ટ એન્ટ્રી ફેસિલિટી’નું ઉદ્ઘાટન કર્યું


ડીપીઇ સુવિધા લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા અને કાર્ગોની ગતિ વધારવાની દિશામાં નોંધપાત્ર પગલું છે, જે વેપારવાણિજ્યમાં સરળતા લાવશે અને આર્થિક વૃદ્ધિને વેગ આપશેઃ શ્રી માંડવિયા

Posted On: 27 OCT 2020 1:18PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ વી. ઓ. ચિદમ્બરનાર પોર્ટ ટ્રસ્ટ પર ઇ-તકતીનું અનાવરણ કરીને ‘ડાયરેક્ટ પોર્ટ એન્ટ્રી (ડીપીઇ)નું ઉદ્ઘાટન કર્યું હતું.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001OBQB.jpg

શ્રી મનસુખ માંડવિયાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન સમારંભને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવા અને કાર્ગોની ગતિ વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. ડીપીઇ નિકાસકારો માટે વેપારવાણિજ્યની સરળતામાં વધારો કરશે, તેમજ આ સુવિધા આંતરરાષ્ટ્રીય વેપારમાં કાર્યદક્ષતા લાવશે અને પ્રવાસ સમયમાં ઘટાડો કરશે, ટેરિફ ખર્ચમાં ઘટાડો કરશે અને શિપરની સ્પર્ધાત્મકતા વધારશે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EMD0.jpg

અત્યાધુનિક ડાયરેક્ટ પોર્ટ એન્ટ્રી (ડીપીઇ) સુવિધા કોઈ પણ સીએફએસ પર મધ્યસ્થીના હસ્તક્ષેપ વિના કારખાનાઓમાંથી કન્ટેઇનરની સીધી અવજવરની સુવિધા આપશે, જેના પરિણામે શિપર્સને તેમના કારખાનામાંથી નિકાસ માટેની ચીજવસ્તુઓને સીધી કન્ટેઇનર ટર્મિનલ સુધી 24x7 પહોંચાડવાની સુવિધા મળશે. આ સુવિધા ટ્રક પાર્કિંગ ટર્મિનલની અંદર 18,357 ચોરસ મીટરના વિસ્તારમાં ઊભી કરવામાં આવી છે, જેને નિકાસ કાર્ગો એટલે કે કારખાનાની ચીજવસ્તુઓ/ઇ-સીલ કન્ટેઇનર્સના નિકાસને કસ્ટમ્સ ક્લીઅરન્સ ઇશ્યૂ કરવા માટે સાગરમાલા’ અંતર્ગત વિકસાવવામાં આવી હતી. આ દર મહિને 18000 TEUsનું સંચાલન કરી શકે છે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા ભારતીય કસ્ટમ્સ, ડીપીઇ સુવિધા કોઈ પણ પ્રકારના અવરોધ વિના એકછત હેઠળ લેટ એક્ષ્પોર્ટ ઓર્ડર (એલઇઓ) જનરેટ કરશે. સીડબલ્યુસી અને કસ્ટમ્સ અધિકારીઓની પ્રતિબદ્ધ ટીમ વીઓસી પોર્ટ સાથે જોડાણમાં ટિઅર-II, ટિઅર-III (એઇઓ) સર્ટિફાઇડ એક્ઝિમ ક્લાયન્ટને સેવા આપશે.

અગાઉ કારખાનાની ચીજવસ્તુઓ (સેલ્ફ-સીલ થયેલી)ના કન્ટેઇનર્સને તુતિકોરિનમાં કાર્યરત કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન્સ (સીએફએસ)/ઇનલેન્ડ કન્ટેઇનર ડેપો (આઇસીડી) પૈકીના એક સ્ટેશનમાં લઈ જવાતા હતા. સીએફએસ કામકાજના દિવસોમાં સવારે 10 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી કાર્યરત હોય છે જેથી કન્ટેઇનર ટર્મિનલમાં સેલ્ફ-સીલ થયેલા કન્ટેઇનર્સને પ્રવેશ આપવામાં નોંધપાત્ર વિલંબ થતો હતો. પરિણામ સ્વરૂપ પોર્ટે ડીપીઈ સુવિધા વિકસાવવામાં આવી છે જેના કારણે કારખાનાની ચીજવસ્તુઓ અને ઇ-સીલ થયેલા કન્ટેઇનર્સને નિકાસની મંજૂરી 24x7 ધોરણે મળી શકશે, જેના પરિણામે ઝડપી અને વાજબી ખર્ચે નિકાસ થઈ શકશે. પોર્ટે 30 વર્ષ માટે આ સુવિધા કાર્યરત કરવા મેસર્સ સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (સીડબલ્યુસી) સાથે એમઓયુ (સમજૂતીકરાર) કર્યા છે અને કસ્ટમ્સ વિભાગે પોર્ટ પર ડીપીઇ સુવિધા કાર્યરત કરવાની મંજૂરી પણ આપી છે.

આ પ્રસંગે જહાજ મંત્રાલયના સચિવ ડૉ. સંજીવ રંજને એમના સંબોધનમાં જણાવ્યું હતું કે, પોર્ટ પર આઇટી સક્ષમ માળખાગત સુવિધા આપણા પોર્ટને ખરાં અર્થમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પોર્ટ બનાવશે, જે જહાજ મંત્રાલયના મેરિટાઇમ વિઝન 2030’ને સુસંગત છે.

આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પ્રસંગે જહાજ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, વી. ઓ. ચિદમ્બરનાર પોર્ટ ટ્રસ્ટના ચેરમેન શ્રી ટી કે રામચંદ્રન, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અરુણ કુમાર શ્રીવાસ્તવ અને પોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

SD/GP/BT(Release ID: 1667815) Visitor Counter : 236