પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અગ્રણી ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કર્યો
ભારતમાં ઝડપથી વિકસી રહેલું ઉર્જા ક્ષેત્ર અહીં રોકાણકારો માટે વિપુલ પ્રમાણમાં તકો હોવાનું રજૂ કરે છે: પ્રધાનમંત્રી
સરકારની નીતિના મૂળ કેન્દ્રમાં તમામ ભારતીયોને સ્વચ્છ, પરવડે તેવી અને લાંબા ગાળા સુધી ટકી શકે તેવી ઉર્જાની એકસમાન ઉપલબ્ધતા કરાવવાનું લક્ષ્ય છે: પ્રધાનમંત્રી
ગેસ આધારિત અર્થતંત્ર પર સ્થળાંતરિત થવા માટે દેશ આગળ ડગલાં ભરી રહ્યો છે: પ્રધાનમંત્રી
માનવીય જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓ કુદરતી પર્યાવરણ સાથે અસંગત ના હોવી જોઇએ: પ્રધાનમંત્રી
Posted On:
26 OCT 2020 11:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતી આયોગ તેમજ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા એક વાર્ષિક કાર્યક્રમ દરમિયાન અગ્રણી ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ વાર્તાલાપ દરમિયાન, પ્રધાનમંત્રીએ માનવ વિકાસના કેન્દ્રમાં ઉર્જા છે જેથી ઉર્જા ક્ષેત્રનું સંરક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારની નીતિના મૂળ કેન્દ્રમાં તમામ ભારતીયોને સ્વચ્છ, પરવડે તેવી અને લાંબાગાળા સુધી ટકી શકે તેવી ઉર્જાની એકસમાન ઉપલબ્ધતા પૂરી પાડવાનું લક્ષ્ય છે જેના માટે દેશે એકીકૃત અભિગમ અપનાવ્યો છે.
તેમણે એ બાબતને રેખાંકિત કરી હતી કે, સરકાર ભારતને રોકાણ માટેનું આકર્ષક સ્થાન બનાવવા માટે શ્રેણીબદ્ધ નીતિગત પગલાં લઇ રહી છે, ભારતમાં ઉર્જા ક્ષેત્રમાં રોકાણ માટે વિપુલ સંખ્યામાં તકો ઉપલબ્ધ છે. ભારતમાં હવે સંશોધન અને ઉત્પાદન પ્રોજેક્ટ્સ માટે 100% FDIની મંજૂરી આપવામાં આવે છે અને જાહેર ક્ષેત્રમાં મંજૂરી આપવામાં આવેલી 49% FDIની મંજૂરીને સ્વયંચાલિત રૂટ હેઠળ રાખવામાં આવી છે. આ સુધારાના કારણે આ ક્ષેત્રમાં FDIના પ્રવાહમાં વધારો થયો હોવાનું પણ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ગેસ આધારિત અર્થતંત્રમાં સ્થળાંતરિત થવાની દિશામાં દેશ ડગલાં ભરી રહ્યો છે અને કહ્યું હતું કે, ‘એક રાષ્ટ્ર એક ગેસ ગ્રીડ’નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગેસની પાઇપલાઇલનું નેટવર્ક વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે શહેરોમાં ગેસ વિતરણના નેટવર્કમાં વિસ્તરણ કરવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસો અંગે પણ વાત કરી હતી, જેથી રસોઇ અને પરિવહન માટે સ્વચ્છ ઇંધણનો પૂરવઠો પહોંચાડવામાં તે મદદરૂપ થઇ શકે. તેમણે વધુમાં એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, ભારત રસાયણો અને પેટ્રો કેમિકલ્સ ઉત્પાદન અને નિકાસનું હબ બનવાનું પણ લક્ષ્ય ધરાવે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, માનવીય જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓ ક્યારેય કુદરતી પર્યાવરણની સાથે અસંગત ના હોવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, ભારત માણસોના સશક્તિકરણ અને પર્યાવરણની સંભાળ બંનેમાં માને છે. તેમણે ઉમેર્યુ હતું કે, દેશ ઇથેનોલ અને બીજી પેઢીના ઇથેનોલ, કોમપ્રેસ્ડ બાયોગેસ અને જૈવ ડીઝલના ઉપયોગમાં વૃદ્ધિ દ્વારા સરકાર ઇંધણની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, ટકાઉક્ષમ વિકાસની ફિલસુફીના આધારે, ભારતે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન જેવી સંસ્થાઓને પોષવા માટે પ્રયાસો કર્યા છે અને ઉમેર્યું હતું કે, અમારું લક્ષ્ય ‘એક વિશ્વ, એક સૂર્ય, એક ગ્રીડ’નું છે. ભારતની ‘સૌથી પહેલા પડોશી’ની નીતિના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પોતાના પડોશી રાષ્ટ્રો જેમકે, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન અને મ્યાનમાર સાથે ઉર્જા જોડાણ મજબૂત કરી રહ્યું છે. તેમણે પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, ભારતમાં ઝડપી ગતિએ વિકાસ પામી રહેલું ઉર્જા ક્ષેત્ર અહીં રોકાણકારો માટે વિપુલ પ્રમાણમાં તકો હોવાનું રજૂ કરે છે. તેમણે વૈશ્વિક ઉદ્યોગોને ભારતની પ્રગતિના ભાગીદાર બનવા માટે અને તમામ સ્વરૂપની ઉર્જાનું ભારતમાં ઉત્પાદન વધારીને સહિયારી સમૃદ્ધિમાં સહભાગી થવા માટે નિમંત્રણ આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રના લગભગ 40 CEO તેમજ અંદાજે 28 નેતાઓએ ભાગ લઇને પ્રધાનમંત્રી સમક્ષ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. મુખ્ય હિતધારકો જેમ કે, અબુધાબી રાષ્ટ્રીય ઓઇલ કંપનીના CEO અને UAEના ઉદ્યોગ અને અદ્યતન ટેકનોલોજી મંત્રી આદરણીય ડૉ. સુલતાન અહેમદ અલ જાબેર, કતારના ઉર્જા બાબતોના રાજ્યમંત્રી, કતાર પેટ્રોલિયમના નાયબ ચેરમેન, પ્રેસિડેન્ટ અને CEO આદરણીય સાદશેરીદા અલ-કાબી, ઑસ્ટ્રિયા OPECના મહાસચિવ આદરણીય મોહમ્મદ સાનુસી બાર્કીન્ડો; IEAના કાર્યકારી નિદેશક ડૉ. ફૈથ બિરોલ; GECF યુરી સ્નેચ્યુરિન અને UK સ્થિત IHS માર્કિટના વાઇસ ચેરમેન ડૉ. ડેનિયલ યેર્ગીને આ ક્ષેત્ર સંબંધિત પોતાના ઇનપુટ્સ આપ્યા હતા. રોઝનેફ્ટ, BP, ટોટલ, લ્યોન્ડેલ બસેલ, ટેલૌરિઆન, સ્લમ્બરગર, બાકેર હગ્સ, JERA, એમર્સન એન્ડ X-કોલ સહિત મુખ્ય ઓઇલ અને ગેસ કંપનીઓના CEOએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
SD/GP/BT
(Release ID: 1667741)
Visitor Counter : 244
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam