સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ


નવા સાજા થયેલા કેસના 76% કેસ 10 રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રાપ્ત થયા

Posted On: 27 SEP 2020 1:05PM by PIB Ahmedabad

છેલ્લા કેટલાક દિવસોમાં સતત નવા કેસની સામે ભારતમાં સાજા થયેલા કેસની સંખ્યા વધુ નોંધાઈ રહી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 92,043 નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ છે. નવા સાજા થયેલા કેસમાં 76% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળે છે.

મહારાષ્ટ્ર આ યાદીમાં મોખરે છે. તેણે 23,000થી વધુનું યોગદાન આપ્યું છે, ત્યારબાદ આંધ્રપ્રદેશે 9,000થી વધુ કેસ નોંધાવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 88,600 નવા કેસ નોંધાયા છે. નવા પુષ્ટિ થયેલા કેસમાંથી 77% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.

મહારાષ્ટ્ર કુલ નોંધાયેલા કેસમાં મોખરે છે. તેણે 20000થી વધુ કેસનું યોગદાન આવપ્યું છે ત્યારબાદ કર્ણાટક અને આંધ્રપ્રદેશે અનુક્રમે 8000 અને 7000થી વધુ કેસનું યોગદાન આપ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 1,124 લોકોનાં મૃત્યુ થયાં છે.

કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુમાંથી 84% મૃત્યુ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે.

તાજેતરમાં નોંધાયેલા મૃત્યુમાં મહારાષ્ટ્રમાં 38% (430) લોકોના મૃત્યુ થયા છે, ત્યારબાદ કર્ણાટક અને તામિલનાડુમાં અનુક્રમે 86 અને 85 લોકો મૃત્યુ પામ્યા છે.

 

SD/GP/BT


(Release ID: 1659524) Visitor Counter : 206