પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંત સિંહનું અવસાન થતાં શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
27 SEP 2020 12:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "જસવંતસિંહ જીએ આપણા દેશની સેવા ખંતપૂર્વક કરી, પહેલા સૈનિક તરીકે અને ત્યારબાદ રાજકારણ સાથેના લાંબા સમયના જોડાણ દરમિયાન. અટલ જીની સરકાર દરમિયાન તેમણે નાણા, સંરક્ષણ અને વિદેશી બાબતો જેવા નિર્ણાયક વિભાગો સંભાળીને વિશ્વમાં એક મજબૂત છાપ છોડી છે. તેમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું."
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "જસવંતસિંહ જીને રાજકારણ અને સમાજની બાબતોના તેમના અનોખા દ્રષ્ટિકોણ માટે યાદ કરવામાં આવશે. હું હંમેશાં આપણા સંવાદોને યાદ રાખીશ. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
પ્રધાનમંત્રીએ શ્રી માનવેન્દ્રસિંહ સાથે પણ વાત કરી હતી અને શ્રી જસવંતસિંહ જીના દુર્ભાગ્યપૂર્ણ અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1659523)
आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam