સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થવાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો
છેલ્લા 24 કલાકમાં 93 હજાર કરતાં વધારે દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું
સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલાની સંખ્યા 5 ગણાંથી પણ વધારે
Posted On:
26 SEP 2020 11:06AM by PIB Ahmedabad
માત્ર એક જ દિવસમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોવિડમાંથી દર્દીઓ સાજા થયા હોવાથી, ભારત હવે ઉચ્ચ રિકવરી દર ધરાવતા દેશોમાં આવી ગયું છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 93,420 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. આ સાથે, દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 48,49,584 સુધી પહોંચી ગઇ છે.
દૈનિક દર્દીઓ સાજા થવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી, દેશમાં દર્દીઓ સાજા થવાનો દર પણ એકધારો વધી રહ્યો છે. આજે, દર્દીઓ સાજા થવાનો દર વધીને 82.14% થઇ ગયો છે.
એક જ દિવસમાં ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થવાનો દૈનિક ટ્રેન્ડ જળવાઇ રહ્યો હોવાથી ભારતે સૌથી વધુ રિકવરી ધરાવતા વૈશ્વિક રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ભારતે નવા નોંધાયેલા કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ નોંધાવી છે અને તેના કારણે સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત એકધારો વધી રહ્યો છે.
સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 5 ગણા કરતા વધારે છે.
સાજા થયેલા કેસ (48,49,584)ની સંખ્યા સક્રિય કેસ (9,60,969)ની સંખ્યા કરતા લગભગ 39 લાખ (38,88,615) વધારે છે.
આનાથી એ પણ સુનિશ્ચિત થયું છે કે, ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ માત્ર 16.28% છે. આ ટકાવારીમાં પણ એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે.
રાષ્ટ્રીય ટ્રેન્ડની સાથે સાથે, 24 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો પણ એવા છે જ્યાં નવા નોંધાયેલા કેસની સરખામણીએ સાજા થયેલા નવા કેસની સંખ્યા વધારે નોંધાઇ છે.
નવા સાજા થયેલા દર્દીઓનીમાંથી લગભગ 73% દર્દીઓ માત્ર 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જ છે.
મહારાષ્ટ્રે 19,592 નવા સાજા થયેલા દર્દીઓઓ સાથે સૌથી અગ્રેસરનો ક્રમ જાળવી રાખ્યો છે.
કેન્દ્ર સરકારના નેતૃત્વમાં 'ચેઝ ધ વાયરસ' અભિગમ પર તીવ્ર ધ્યાન આપીને સક્રિય તેમજ સુધારેલી ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ વ્યૂહનીતિના અનુપાલનના કારણે એકધારા પ્રોત્સાહક પરિણામો મેળવવાનું શક્ય બન્યું છે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સમગ્ર દેશમાં સઘન તેમજ મોટી સંખ્યામાં પરીક્ષણોના કારણે પ્રારંભિક તબક્કે જ પોઝિટીવ કેસને ઓળખી રહ્યાં છે. આ વાયરસનું વધુ સંક્રમણ રોકવા માટે ચેપગ્રસ્ત સંપર્કોને ઓળખી કાઢવા માટે આમાં ત્વરિત સર્વેલન્સ અને ટ્રેકિંગ જેવા પગલાં પણ ઉમેરવામાં આવ્યા છે.
જેઓ હોમ આઇસોલેશન/સુવિધા આઇસોલેશનમાં તેમજ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હોય તેવા દર્દીઓને એકસમાન અને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સંભાળ મળે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સંભાળના પ્રોટોકોલના માપદંડો બહાર પાડવામાં આવ્યા છે. વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે ઉભરી રહેલા પૂરાવાના આધારે સમયાંતરે તેમાં સુધારો કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર ટેકનિકલ, આર્થિક, સામગ્રી સંબંધિત અને અન્ય સંસાધનોના રૂપમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરતું સમર્થન આપે છે.
SD/GP/BT
(Release ID: 1659287)
Visitor Counter : 155