પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલન

Posted On: 24 SEP 2020 12:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી મહિન્દા રાજપક્ષે 26 સપ્ટેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે.

આ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલન બંને નેતાઓને શ્રીલંકામાં સંસદીય ચૂંટણીઓ પછી ટૂંક સમયમાં દ્વિપક્ષીય સંબંધોના વ્યાપક માળખાની અને બંને દેશો વચ્ચેના સમયની કસોટી અનુરૂપ મૈત્રીપૂર્ણ સંબંધોના સંદર્ભમાં વિસ્તૃત સમીક્ષા કરવાની તક આપશે.

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટનો પ્રત્યુત્તર આપતા શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ દ્વિપક્ષીય સંબંધોની સંયુક્ત રૂપે વ્યાપક સમીક્ષા કરવા તત્પર છે.”

તેમણે કહ્યું, "આપણે કોવિડ પછીના યુગમાં આપણા સહયોગને વધુ ઘનિષ્ઠ બનાવવા માટેના માર્ગોનું અન્વેષણ કરવું જોઈએ."

 

SD/GP/BT



(Release ID: 1658627) Visitor Counter : 197