સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે સાજા થયેલા કેસની વિક્રમજનક સંખ્યા નોંધાવી
છેલ્લા 24 કલાકમાં 94,000થી વધુ દર્દીઓ સ્વસ્થ થયા
ભારતમાં સાજા થયેલા કેસની સંખ્યામાં સતત વધારો ચાલુ, આજે એ સંખ્યા 43 લાખને પાર
ભારતમાં નોંધાયેલા કુલ સક્રિય કેસના 60% કેસ, નવા કેસના 52% કેસ અને સાજા થયેલા કેસના 60% કેસમાં 5 રાજ્યોનું યોગદાન
Posted On:
20 SEP 2020 1:36PM by PIB Ahmedabad
ભારતે સતત બે દિવસ સુધી 94,000થી વધુ સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 94,612 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે સાજા થયેલા કેસની કુલ સંખ્યા 43 લાખ (43,03,043) ને પાર થઇ ગઈ છે. આના પરિણામે સાજા થવાનો દર 79.68% થઇ ગયો છે.
નવા સાજા થયેલા કેસમાંથી 60% કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ આ પાંચ રાજ્યોમાંથી નોંધાયેલા છે. સાજા થયેલા દર્દીઓના 23,000થી વધુ નવા કેસ સાથે મહારાષ્ટ્ર મોખરે છે. જયારે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એક જ દિવસમાં 10,000થી વધુ લોકો સાજા થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 92,605 નવા પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે.
52% નવા કેસ પાંચ રાજ્યોમાં કેન્દ્રિત છે. આ એ જ રાજ્યો છે જેમણે નવા સાજા થયેલા કેસની સંખ્યામાં પણ મહત્તમ યોગદાન આપે છે. નવા કેસમાં મહારાષ્ટ્રએ 20,000 થી વધુ (22.16%) નું યોગદાન આપ્યું છે. આંધ્ર પ્રદેશ અને કર્ણાટક બંનેએ 8,000થી વધુ ફાળો આપ્યો છે..
છેલ્લા 24 કલાકમાં 1,133 મૃત્યુ નોંધાયા છે.
ગઈકાલે નોંધાયેલા 37% મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, 425 મૃત્યુ થયા છે, ત્યારબાદ કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે 114 અને 84 લોકોનાં મૃત્યુ થયા છે.
SD/GP/BT
(Release ID: 1657093)
Visitor Counter : 204
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam