સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે સાજા થયેલા કેસની ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યા નોંધાવી


છેલ્લા 24 કલાકમાં 79,000થી વધુ લોકોને રજા મળી

ભારતનો સાજા થવાનો દર 78%ને પાર

કુલ સક્રિય કેસના 60% કેસ 5 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં

Posted On: 15 SEP 2020 12:12PM by PIB Ahmedabad

ભારતમાં દૈનિક સાજા થયેલા દર્દીઓની સંખ્યા ખૂબ વધી છે. ભારતના સાજા થવાના દર સતત ઉપરની ગતિ તરફ ગયો છે જે આજે 78.28% થયો છે. છેલ્લા 24 કલાકમાં 79,292 દર્દીઓ સ્વસ્થ થયા છે અને રજા આપવામાં આવી છે.

કુલ સાજા થયેલા કેસની સંખ્યા 38,59,399 થઇ ગઈ છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર આજે 28 લાખ (28,69,338)ને પાર કરી ગયું છે.

દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 9,90,061 છે.

સક્રિય કેસના લગભગ અડધા કેસ (48.8%) મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ આ 3 રાજ્યોમાં કેન્દ્રિત છે. ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, છત્તીસગઢ, ઓડિશા, કેરળ અને તેલંગાણા સક્રિય કેસના ચોથા ભાગ (24.4%)નો ફાળો આપે છે.

કુલ સક્રિય કેસમાંથી મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુનું 60.35% યોગદાન છે અને કુલ સાજા થયેલા કેસમાં 60% (59.42%) ની નજીકનો અહેવાલ પણ છે.

છેલ્લા 24 કલાકમાં 1,054 મૃત્યુ નોંધાયા છે. નવા મૃત્યુમાંથી લગભગ 69% મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને દિલ્હીના પાંચ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.

કુલ નોંધાયેલા મૃત્યુમાંથી 37% થી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં (29,894 મૃત્યુ) નોંધાયા છે. આ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34.44% (363 લોકોનાં) મોત નોંધાયા છે.

SD/GP/BT



(Release ID: 1654402) Visitor Counter : 130