સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય સચિવ, ઉદ્યોગો અને આંતરિક વેપાર સચિવ તેમજ ફાર્માસ્યુટિકલ સચિવે 7 મોટા રાજ્યોમાં આરોગ્ય સંભાળની સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓને ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો

Posted On: 13 SEP 2020 5:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે એક વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ, DPIIT સચિવ અને ફાર્માસ્યુટિકલ સચિવે ભાગ લીધો હતો. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજ્ય આરોગ્ય સચિવો તેમજ ઉદ્યોગ સચિવોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનો મૂળ ઉદ્દેશ આ રાજ્યોના તમામ આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં ઓક્સિજનના પૂરતા જથ્થાની ઉપબલ્ધતા સુનિશ્ચિત કરવાનો અને કોઇપણ પ્રકારના પ્રતિબંધો વગર સમગ્ર રાજ્યમાં અથવા એકબીજા રાજ્યોમાં ઓક્સિજનની હેરફેર સુનિશ્ચિત કરવાનો હતો.

આ બેઠકના અંતે, તમામ સહભાગીઓને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અને રેલવે મંત્રી શ્રી પીયૂષ ગોયલે સંબોધિત કર્યા હતા.

આ રાજ્યોને અહીં ઉલ્લેખ કરવામાં આવેલી વિશેષ સલાહો આપવામાં આવી હતી:-

  1. આરોગ્ય સુવિધા અનુસાર/ હોસ્પિટલ અનુસાર ઓક્સિજનના જથ્થાનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવું અને સમયસર ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે આગોતરું આયોજન કરવું જેથી સંપૂર્ણ જથ્થો ખાલી ના થઇ જાય.
  2. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તબીબી ઓક્સિજનના જથ્થાની હેરફેર માટે કોઇપણ પ્રકારના પ્રતિબંધો ના હોય તે સુનિશ્ચિત કરવું.
  3. શહેરોમાં પ્રવાહી તબીબી ઓક્સિજન (LMO)ના ટેન્કરો માટે ગ્રીન કોરીડોરની જોગવાઇ કરવી.
  4. હોસ્પિટલો અને સંસ્થાઓમાં ઓક્સિજનના પૂરવઠા માટે ઓક્સિજનના ઉત્પાદકો સાથે લાંબા ગાળાના ટેન્ડર/ કરાર હોય તે સન્માનની વાત છે. આથી, રાજ્યો ઓક્સિજનની મુક્ત રીતે હેરફેર થાય તે માટે અવશ્યપણે કોઇ જ પ્રતિબંધો લાગુ ના કરે.
  5. ઉત્પાદકો અને પૂરવઠાકારોને બાકી રહેલા બિલની સમયસર ચુકવણી કરવામાં આવે જેથી ઓક્સિજનના પૂરવઠામાં કોઇપણ પ્રકારે વિક્ષેપ ના પડે.
  6. ઓક્સિજન ઉત્પાદન એકમોમાં વીજ પૂરવઠાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં આવે અને કોઇપણ પ્રકારે પૂરવઠામાં વિક્ષેપ ના પડે તે સુનિશ્ચિત કરવું.
  7. ઓક્સિજનના સિલિન્ડર જ્યારે ઓક્સિજન માટે ફિલર્સને મોકલવામાં આવે ત્યારે પ્રોટોકોલ અનુસાર ઓક્સિજનના સિલિન્ડરનું યોગ્ય રીતે ડિસઇન્ફેક્શન કરવું.
  8. ઓક્સિજનની ખરીદી માટે સ્ટીલના પ્લાન્ટ્સ સાથે અસરકારક રીતે સંકલન કરવું કારણ કે સ્ટીલના પ્લાન્ટ્સ અંદાજે 550 MT/દિવસ ઓક્સિજન પૂરો પાડે છે જે ઓક્સિજન ઉત્પાદકો દ્વારા પૂરા પાડવામાં આવતા 6400 MT/દિવસના જથ્થા ઉપરાંત વધારાનો જથ્થો છે.

 

 

SD/GP/BT

 



(Release ID: 1653858) Visitor Counter : 195