સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ -19 અંગે અપડેટ્સ


ભારતની 60% દૈનિક સાજા થવાની સંખ્યા 5 રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે

સાજા થયેલા કેસની કુલ સંખ્યા લગભગ 35.5 લાખ

Posted On: 11 SEP 2020 11:50AM by PIB Ahmedabad

ભારત સતત વધુ પ્રમાણમાં સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવતું રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા કેસની કુલ સંખ્યા 70,880 નોંધાઈ છે. ફક્ત મહારાષ્ટ્રએ 14,000થી વધુ દર્દીઓના સ્વસ્થ થયાનો જયારે આંધ્રપ્રદેશે એક દિવસમાં સાજા થયેલા કેસમાં 10,000થી વધુની સંખ્યાનો સ્વસ્થ થનારા દર્દીઓના આંકમાં ફાળો આપ્યો છે.

આ સાથે  સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 35,42,663 થઇ ગઈ છે, જે સાજા થવાના દરને 77.65% ની નવી સપાટીએ લઈ ગઈ છે.

નવા સાજા થયેલા કેસમાંથી 60% કેસ પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાંથી નોંધાયેલા છે.

છેલ્લા 24 કલાકમાં 96,551 નવા કેસ નોંધાયા છે. આમાંથી ફક્ત મહારાષ્ટ્રમાં 23,000થી વધુ અને આંધ્રપ્રદેશમાં 10,000થી વધુ કેસ નોંધાયા છે.

લગભગ 57% નવા કેસ ફક્ત પાંચ રાજ્યોમાંથી નોંધાયેલા છે. આ તે જ રાજ્યો છે જે નવા સાજા થયેલા કેસમાં 60% ફાળો આપી રહ્યા છે.

આજની તારીખે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 9,43,480 છે.

મહારાષ્ટ્ર આ ક્રમાંકમાં 2,60,000થી વધુ કેસ સાથે મોખરે છે, ત્યારબાદ કર્ણાટકમાં 1,00,000થી વધુ કેસ છે.

કુલ સક્રિય કેસમાંથી 74% કેસ સૌથી વધુ અસરગ્રસ્ત નવ રાજ્યોમાં છે. કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશનો ફાળો 48% કરતા વધારે છે.

છેલ્લા 24 કલાકમાં 1,209 જેટલા મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 495 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ કર્ણાટકમાં 129 મૃત્યુ થયા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 94 લોકો મૃત્યુ પામ્યા છે.

 

SD/GP/BT


(Release ID: 1653262) Visitor Counter : 232