આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ટ્રસ્ટ દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપનીઓની અસ્કયામતોનું મુદ્રીકરણ કરવા માટે મંજૂરી આપી

Posted On: 08 SEP 2020 7:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ઐતિહાસિક સુધારણા અંગેનો નિર્ણય લેતા નીચેની બાબતોને મંજૂરી આપી છે:

  1. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (POWERGRID) હાલમાં વિશેષ હેતુ વાહન (SPV)માં અસ્તિત્વ ધરાવતી તેની ભાડા આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) અસ્કયામતોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ટ્રસ્ટ (InvIT) દ્વારા મુદ્રીકરણ કરશે
  1. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (POWERGRID) તેની અન્ય TBCB SPVનું InvIT દ્વારા મુદ્રીકરણ કરશે જેમાં નિર્માણાધીન અથવા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશો અને નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યો અનુસાર કંપની દ્વારા ભવિષ્યમાં હસ્તગત કરવાની હોય તેવી અસ્કયામતો પણ સામેલ છે.
  1. પાવરગ્રીડના SPVના CPSE અધિકારપત્રમાં ફેરફાર ઉપરોક્ત (i) અને (ii) બંનેમાં આવરી લીધેલ છે.

 

વિગતો:

આ મંજૂરીના કારણે ઉર્જા મંત્રાલય અંતર્ગત કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપની પાવરગ્રીડ તેની ઓળખી કાઢવામાં આવેલી TBCB ટ્રાન્સમિશન અસ્કયામતોનું InvIT દ્વારા અસ્કયામત મુદ્રીકરણ કરશે જેથી ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ અને કંપનીની અન્ય મૂડી યોજનાઓમાં નવા રોકાણ માટે અસ્કયામત મુદ્રીકરણમાંથી ઊભી થયેલી આવકનો ઉપયોગ કરી શકાય. પાવરગ્રીડ પ્રથમ બ્લૉકમાં, રૂ. 7164 કરોડ (સપ્ટેમ્બર 2019ની સ્થિતિ અનુસાર)ના ગ્રોસ બ્લૉકની 5 TBCB અસ્કયામતોનું મુદ્રીકરણ કરી શકશે.

ફાયદા:

આ મંજૂરીના કારણે પાવરગ્રીડ InvlT દ્વારા તેમની ઓળખી કાઢવામાં આવેલી ટ્રાન્સમિશન અસ્કયામતોનું મુદ્રીકરણ કરી શકશે જેથી અસ્કયામત મુદ્રીકરણમાંથી ઉભી થતી આવકનો ઉપયોગ ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ અને કંપનીની અન્ય મૂડી યોજનાઓમાં થઇ શકે અને ઉભા થયેલા પ્રીમિયમથી પાવરગ્રીડની નેટવર્થમાં વધારો થશે.

InvlT દ્વારા મુદ્રીકરણ માટે પ્રસ્તાવિત અસ્કયામતો કાર્યાન્વિત અસ્કયામતો છે જે પ્રસ્તાવિતરૂપે પાવરગ્રીડના હાલના માનવ સંસાધન દ્વારા સંચાલિત કરવામાં આવશે અને આ હેતુ માટે તેમને પહેલાંથી નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેથી આના કારણે કોઇ વધારાની રોજગારીનું સર્જન થશે નહીં. જોકે, InvlTની પ્રાસંગિક સેવાઓમાં મર્ચન્ટ બેંન્કિંગ, કાયદાકીય સલાહકાર, ટ્રસ્ટીશીપ, નાણાકીય અને કરવેરા સલાહકાર, મૂલ્યાંકન, પ્રિન્ટિંગ, જાહેરાત અને આનુષંગિક પ્રવૃત્તિઓમાં વધારાની રોજગારીની તકો ઉભી થાય તેવી શક્યતા છે.

પૃષ્ઠભૂમિ:

વર્ષ 2019-20ના અંદાજપત્રમાં રોકાણ આધારિત વૃદ્ધિ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સૂચિત કરવામાં આવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ટ્રસ્ટ્સ (InvlTs) જેવા નવા અને નવીનતાપૂર્ણ આર્થિક સાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વૃદ્ધિ માટે બ્રાઉન ફિલ્ડ અસ્કયામત મુદ્રીકરણની વ્યૂહનીતિના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યા છે.

ભારત સરકારના ઉર્જા મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવેલી પાવરગ્રીડ એક પબ્લિક લિમિટેડ કંપની છે જેણે વર્ષ 1992-93માં કામગીરીનો પ્રારંભ કર્યો હતો અને આજે, એક મહારત્ન કંપની બની ગઇ છે. આ કંપની પાવર ટ્રાન્સમિશનના વ્યવસાયમાં સંકળાયેલી છે. કંપની, ભાડા આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા (TBCB) દ્વારા હસ્તગત કરવામાં આવેલી પોતાની સંપૂર્ણ માલિકીની પેટા કંપનીઓ ઉપરાંત, સમગ્ર ભારતમાં ટ્રાન્સમિશન નેટવર્કની માલિકી ધરાવે છે અને તેનું પરિચાલન કરે છે.

આ પૃષ્ઠભૂમિના બદલામાં પાવરગ્રીડ, તેની TBCB ટ્રાન્સમિશન અસ્કયામતોનું InvlT દ્વારા મુદ્રીકરણ કરશે.

અમલીકરણની વ્યૂહનીતિ અને લક્ષ્યો:

નાણાકીય વર્ષ 2020-21માં યોગ્યતા ધરાવતા TBCB SPVs પ્રથમ બ્લૉકનું મુદ્રીકરણ. આના પરથી મળેલા અનુભવના આધારે અને TBCB SPVsના મુદ્રીકરણ માટે યોગ્યતા અનુસાર, ભવિષ્યમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશો અને નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યો અનુસાર વધુ મુદ્રીકરણ હાથ ધરવામાં આવશે.

 

SD/GP/BT


(Release ID: 1652495) Visitor Counter : 245