સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં લગભગ કુલ 5 કરોડ પરીક્ષણોની નોંધણી કરવામાં આવી
છેલ્લા 2 અઠવાડિયામાં 1.33 કરોડ કોવિડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા
Posted On:
07 SEP 2020 6:30PM by PIB Ahmedabad
ભારત ખૂબ ઓછા દેશોમાંનો એક છે કે જ્યાં દૈનિક પરીક્ષણોની સંખ્યા ખૂબ વધારે છે. દૈનિક પરીક્ષણ ક્ષમતા 11.70 લાખને પાર કરી થઇ ગઈ છે.
આજની તારીખ સુધીમાં ભારતના સંચિત પરીક્ષણો લગભગ 5 કરોડ (4,95,51,507) છે. છેલ્લા 24 કલાકમાં 7,20,362 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
દેશવ્યાપી પરીક્ષણના પરિણામે, છેલ્લા બે અઠવાડિયામાં જ 1,33,33,904 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
કેન્દ્રની નીતિઓ વૈશ્વિક ફલકમાં સતત વિકસિત થઈ રહી છે. લોકોને વ્યાપક પરીક્ષણની સુવિધા આપવા માટેના અનેક પગલાઓના માર્ગે તાજેતરમાં કેન્દ્ર સરકારે સુધારેલ અને અપડેટ કરેલી એડવાઈઝરી બહાર પાડી છે જેમાં પહેલીવાર 'ટેસ્ટિંગ ઓન ડિમાન્ડ' કરવામાં આવે છે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને પણ ઉચ્ચ સ્તરના પરીક્ષણને સક્ષમ કરવા માટે, પદ્ધતિઓને સરળ બનાવવા માટે વ્યાપક સુગમતા આપવામાં આવી છે.
દૈનિક પરીક્ષણોની સરેરાશ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં દૈનિક આશરે 7 લાખ પરીક્ષણો થતા તે સતત વધી રહી છે જે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં 10 લાખ પરીક્ષણો સુધી પહોંચી છે.
ઉચ્ચ પરીક્ષણ પુષ્ટિ થયેલ કેસની પ્રારંભિક ઓળખને સક્ષમ કરે છે, જેના પરિણામે નિરીક્ષણ હેઠળના હોમ / સુવિધા આઇસોલેશન અથવા હોસ્પિટલોમાં સમયસર અસરકારક સારવાર શરૂ થાય છે. આના પરિણામે સાજા થયેલાઓની વધુ સંખ્યા, ઓછી મૃત્યુ અને વધુ જીવ બચાવવા માટે ઝડપી અને વધુ સંખ્યામાં મદદ કરે છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/GP/BT
(Release ID: 1652168)
Visitor Counter : 210