સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, આજ સુધીમાં 32.5 લાખથી વધુ દર્દીઓ સાજા થયા


ભારતમાં 5 રાજ્યોમાં કુલ કેસમાંથી 60% કેસ, 62% સક્રિય કેસ અને કુલ મૃત્યુમાંથી 70% મૃત્યુ નોંધાયા

Posted On: 07 SEP 2020 12:04PM by PIB Ahmedabad

ભારતમાં કોરોનાની સ્થિતિમાં સતત સુધારો જોવા મળી રહ્યો હોવાથી આજે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 32.5 લાખ કરતાં વધારે થઇ ગયો છે. તેમાંથી 69,564 દર્દીઓ માત્ર છેલ્લા 24 કલાકમાં જ સાજા થઇ ગયા છે. આના પરિણામે દેશમાં સાજા થવાનો દર વધીને 77.31% સુધી પહોંચી ગયો છે.

ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ વ્યૂહનીતિના છત્ર હેઠળ વિવિધ સુધારેલા અને કેન્દ્રિય પ્રયાસોના કારણે સઘન તપાસ અને ખૂબ જ મોટાપાયે પરીક્ષણોની મદદથી ચેપગ્રસ્ત દર્દીઓનું વહેલું નિદાન શક્ય બન્યું છે. બહેતર એમ્બ્યુલન્સ સેવાઓ અને દર્દીઓનું સ્વાસ્થ્ય વધારે બગડે તે પહેલાં જ સમયસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે અવિરત સંપૂર્ણ દર્દી વ્યવસ્થાપનના પરિણામે કોવિડ-19ના મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે. તેના કારણે દર્દીઓના મૃત્યુદરમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે અને આજે મૃત્યુદર ઘટીને 1.70%ના નીચલા સ્તર સુધી પહોંચી ગયો છે. હોમ આઇસોલેશન અને દર્દીઓની સુવિધાઓ ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓ પર અસરકારક રીતે દેખરેખના પ્રોટોકોલના માપદંડોનું પાલન કરીને દેખરેખ રાખવાથી હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓ મોટી સંખ્યામાં સાજા થઇ રહ્યાં છે.

દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસમાં 60% કેસ પાંચ રાજ્યોમાં જ છે જેમાં 21.6% દર્દીઓ સાથે મહારાષ્ટ્ર સૌથી ટોચ પર છે જ્યારે ત્યારબાદ અનુક્રમે આંધ્રપ્રદેશ (11.8%), તામિલનાડુ (11.0%), કર્ણાટક (9.5%) અને ઉત્તર પ્રદેશ 6.3% છે.

હાલમાં સૌથી વધારે સક્રિય કેસના મામલે પણ મહારાષ્ટ્ર આખા દેશમાં ટોચ પર છે. મહારાષ્ટ્રમાં હાલમાં 26.76% સક્રિય કેસ છે જ્યારે ત્યારબાદ અનુક્રમે, આંધ્રપ્રદેશ (11.30%), કર્ણાટક (11.25%), ઉત્તરપ્રદેશ (6.98%) અને તામિલનાડુ (5.83%) છે. આ પાંચ રાજ્યો સમગ્ર દેશમાં કુસ સક્રિય કેસમાંથી 62% કેસ ધરાવે છે.

આજે દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 32.5 લાખ કરતાં વધુ (32,50,429) નોંધાઇ હતી.

છેલ્લા 24 કલાકમાં, આંધ્રપ્રદેશમાં સૌથી વધારે 11,915 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું હતું. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અનુક્રમે 9575 અને 7826 દર્દીઓ સાજા થયા હતા જ્યારે તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે નવા 5820 અને 4779 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે. આ પાંચ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓમાંથી 57% દર્દીઓ સાજા થયા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

SD/GP/BT 

 


(Release ID: 1651987) Visitor Counter : 270