સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં 70000થી વધુ કોવિડ દર્દીઓને રજા મળતા એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ
કુલ કેસના 3/4 થી વધુ દર્દીઓ સ્વસ્થ થયા
કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 31 લાખને પાર થઇ ગઈ
Posted On:
05 SEP 2020 6:02PM by PIB Ahmedabad
ભારતની ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ વ્યૂહરચના સારા પરિણામો બતાવી રહી છે. એક દિવસમાં 70000થી વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ભારતનો સાજા થવાનો દર વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ એક દિવસમાં 70,072 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ છે. આ કોવિડ-19 દર્દીઓ વધુ સંખ્યામાં સાજા થતા અને તેમને હોસ્પિટલો અને હોમ આઇસોલેશનમાંથી રજા મળતા સાજા થવાનો દર હવે 77.23% થઈ ગયો છે .આથી ઘટતો મૃત્યુદર પણ વધુ નીચે ગયો છે, જે આજે 1.73% ની નીચી સપાટીએ પહોંચ્યો છે.
ટેસ્ટિંગ દ્વારા પ્રારંભિક ઓળખને લીધે વધુ દૈનિક સંખ્યા નોંધાઈ રહી છે પરંતુ દર્દીઓની સમયસર અને યોગ્ય તબીબી સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે સર્વેલન્સ અને સંપર્ક ટ્રેસિંગ દ્વારા ઝડપી સાજા થવાની ખાતરી કરવામાં આવી છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને ઘટતી જતી મૃત્યુ દર્શાવે છે કે ભારતની ક્રમિક વ્યૂહરચના કાર્યરત છે.
ભારતમાં સક્રિય કેસ (846,395) ની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 22.6 લાખથી વધુ નોંધાઈ છે. હાલમાં સક્રિય કેસ કુલ પોઝિટિવ કેસના ફક્ત 21.04% છે.
સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા આજે 31 લાખ (31,07,223) ને વટાવી ગઈ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 60 ટકા સંખ્યા પાંચ રાજ્યોની છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં મહત્તમ સંખ્યા મહારાષ્ટ્રમાં લગભગ 21%, ત્યારબાદ તામિલનાડુ (12.63%), આંધ્ર પ્રદેશ (11.91%), કર્ણાટક (8.82%) અને ઉત્તર પ્રદેશ (6.14%) છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
SD/BT
(Release ID: 1651619)
Visitor Counter : 237