ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સ્વામી શ્રી નારાયણ ગુરુજીને આજે તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી


"સમાજસુધારક, આધ્યાત્મિક નેતા તથા સમાનતા અને બંધુત્વના મજબૂત હિમાયતી સ્વામી શ્રી નારાયણ ગુરુજીએ ભેદભાવ અને અન્યાય સામે કેરળમાં સમાજ સુધારણાનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.”

"સ્વામી શ્રી નારાયણ ગુરુજીના અવિરત પ્રયત્નો અને દલિત લોકોના સશક્તિકરણ અને શિક્ષણ માટેના યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં."

“સ્વામી શ્રી નારાયણ ગુરુજીનું તત્વજ્ઞાન, ઉપદેશો અને વિચારો દેશમાં વ્યાપકપણે લાખો લોકોના જીવનને સમૃધ્ધ બનાવશે”

Posted On: 02 SEP 2020 2:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આદરણીય સ્વામી શ્રી નારાયણ ગુરુજીને આજે તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક ટ્વિટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, "સમાજસુધારક, આધ્યાત્મિક નેતા તથા સમાનતા અને બંધુત્વના મજબૂત હિમાયતી સ્વામી શ્રી નારાયણ ગુરુજીએ ભેદભાવ અને અન્યાય સામે કેરળમાં સમાજ સુધારણાનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.”

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, “સ્વામી શ્રી નારાયણ ગુરુજીના અવિરત પ્રયત્નો અને દલિત લોકોના સશક્તિકરણ અને શિક્ષણ માટેના યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. સ્વામી શ્રી નારાયણ ગુરુજીનું તત્વજ્ઞાન, ઉપદેશો અને વિચારો દેશમાં વ્યાપકપણે લાખો લોકોના જીવનને સમૃધ્ધ બનાવશે.”

 

SD/BT



(Release ID: 1650662) Visitor Counter : 195