સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સાજા થયેલા કુલ કેસની સંખ્યા 26 લાખનો આંકડો પાર કરી ગઇ


સાજા થવાના દરમાં વધારાની સાથે-સાથે મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાયો

Posted On: 29 AUG 2020 4:10PM by PIB Ahmedabad

દર્દીઓના સાજા થવાના દરમાં સતત થઇ રહેલો વધારો ભારતના કોવિડ-19 સંચાલન વ્યવસ્થાની નોંધપાત્ર વિશેષતા છે. વર્તમાન સમયમાં મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને તેમને હોસ્પિટલ અને હોમ આઇસોલેશન (હળવા અને મધ્યમ કિસોના કિસ્સામાં)માંથી રજા આપવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં તમામ આરોગ્ય સુવિધાઓ દ્વારા આ "રાષ્ટ્રીય માનક સારવાર નિયમ"ના ચુસ્ત પાલનની સાથે-સાથે હોમ આઇસોલેશનમાં રહેલા પોઝિટીવ દર્દીઓની નિયમિત દૈનિક દેખરેખના કારણે આ સાજા થવાનો ઊંચો દર પ્રાપ્ત કરી શકાયો છે.

આજે કોવિડ-19માંથી સાજા થયેલા કેસની સંખ્યા 26 લાખનો આંકડો પાર કરી ગઇ હતી. સઘન પરીક્ષણોની સર્વગ્રાહી અને વ્યૂહાત્મક નીતિ, સમગ્રલક્ષી નિરીક્ષણ કામગીરી અને હોમ આઇસોલેશન અને આઇસોલેશન સુવિધા કેન્દ્રો તેમજ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહેલી કાર્યક્ષમ સારવારના કારણે 26,48,998 દર્દીઓને સાજા કરવાની સફળતા મળી શકી છે.

છેલ્લા 24 કલાકમાં 65,050 કેસોની રિકવરી નોંધવામાં આવી હતી. જે રાજ્યોમાં ઊંચો મૃત્યુદર જોવા મળી રહ્યો છે તે રાજ્યો સાથે કેન્દ્ર સરકાર નિયમિત સંપર્કમાં છે. ICUમાં પ્રશિક્ષિત ડૉક્ટરોનું માનવબળ પૂરું પાડવા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. નવી દિલ્હી ખાતેની AIIMS દર મંગળવારે અને શુક્રવારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સારવારની તબીબી સુવિધાની અને ડૉક્ટરોના કૂશળતાના નિર્માણ માટે ટેલિ-કન્સલ્ટેશન સત્રનું આયોજન કરી રહ્યું છે. પ્રતિક્રિયા સમયમાં ઘટાડો સુનિશ્ચિત કરીને વધુ સારી એમ્બ્યુલન્સ સેવાઓ, સંભાળના માનક ધોરણો ઉપર લક્ષ્ય અને નોન-ઇન્વેજિવ ઓક્સિજન, સ્ટેરોઇ્ડસ અને એન્ટિ-કોગ્યુલેન્ટ્સના ઉપયોગના કારણે સાજા થવાનો દર 76.47% ઉપર પહોંચી ગયો છે. તેના પરિણામે વૈશ્વિક સરેરાશની સરખામણીમાં મૃત્યુદર (CFR)માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને અત્યારે તેનો દર 1.81% છે.

ભારતના સાજા થવાના દરમાં સતત વધારો જોવા મળે છે, જ્યારે મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

દેશમાં વાસ્તવિક કેસ ભારણ સક્રિય કેસ (7,52,424) છે, જે કુલ પોઝિટીવ કેસના માત્ર 21.71% છે. તેઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ છે. સાજા થયેલા કેસમાં સતત અને સ્થિર ઘટાડાના કારણે સાજા થયેલા દર્દીઓ અને કોવિડ-19 સક્રિય કેસની સંખ્યા વચ્ચેનો તફાવત આશરે 19 લાખ પર પહોંચી ગયો છે.

કોવિડ-19 સંબંધિત તકનિકી મુદ્દાઓ, માર્ગદર્શિકાઓ અને દિશા-નિર્દેશો અંગે તમામ પ્રમાણિત અને અદ્યતન માહિતી માટે કૃપા કરીને નિયમિતપણે https://www.mohfw.gov.in અને @MoHFW_INDIAની મુલાકાત લો.

કોવિડ-19 સંબંધિત તકનિકી પૂછપરછ અત્યારે technicalquery.covid19[at]gov[dot]in ઉપર અને અન્ય પૂછપરછ માટે ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva ઉપર પ્રશ્નો મોકલી શકાય છે.

કોવિડ-19 અંગે કોઇપણ પ્રશ્નોના કિસ્સામાં, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહાયતા નં. +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) ઉપર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના સહાયતા નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf ખાતે પણ ઉપલબ્ધ છે.

 

SD/GP/BT

 



(Release ID: 1649663) Visitor Counter : 242