ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે રમતવીરોને શુભેચ્છા પાઠવી


"રાષ્ટ્રીય ખેલ દિવસે હું આપણા તમામ રમતવીરોને સલામ કરું છું, જેઓ તેમના જુસ્સા અને મહેનત દ્વારા ભારતનું ગૌરવ વધારી રહ્યા છે."

"મોદી સરકાર કટિબદ્ધ છે અને ખેલો ઇન્ડિયા અને ફીટ ઈંડિયા જેવી પહેલ દ્વારા રમત-ગમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાનું જતન કરીને આગળ વધારવા મહત્વની ભૂમિકા ભજવી રહી છે."

કેન્દ્રીય ગૃહ મંત્રીએ પણ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

"મેજર ધ્યાનચંદ એક અસાધારણ દિવ્ય ચરિત્ર હતા, જેમણે પોતાની જાદુઈ તકનીક દ્વારા ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા અને લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા”

“તેમની પ્રતિભા, સિદ્ધિઓ અને માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા, આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે"

Posted On: 29 AUG 2020 3:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે રમતવીરોને શુભેચ્છા પાઠવી છે. તેમના ટ્વિટ્સમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે હું આપણા તમામ રમતવીરોને સલામ કરું છું, જેમણે તેમના જુસ્સા અને મહેનત દ્વારા ભારતને ગૌરવ અપાવ્યું છે.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે "મોદી સરકાર કટિબદ્ધ છે અને ખેલો ઇન્ડિયા અને ફીટ ઈંડિયા જેવી પહેલ દ્વારા રમત-ગમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાનું જતન કરીને આગળ વધારવા મહત્વની ભૂમિકા ભજવી રહી છે."

કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, "મેજર ધ્યાનચંદ એક અસાધારણ દિવ્ય ચરિત્ર હતા, જેમણે પોતાની જાદુઈ તકનીક દ્વારા ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા અને લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે "તેમની પ્રતિભા, સિદ્ધિઓ અને માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા, આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે."

મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ, 1905ના રોજ થયો હતો. રાષ્ટ્રીય ખેલ દિવસ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ હોકીના સુપ્રસિદ્ધ ખેલાડી મેજર ધ્યાનચંદના માનમાં ઉજવવામાં આવે છે.

 

SD/BT

 


(Release ID: 1649492) Visitor Counter : 201