પ્રવાસન મંત્રાલય

કેન્દ્રીય હોટેલ વ્યવસ્થાપન સંસ્થાઓ તેમજ ભારતીય પર્યટન અને પ્રવાસ વ્યવસ્થાપન સંસ્થા દ્વારા કોવિડ-19 મહામારી દરમિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 28 AUG 2020 10:57AM by PIB Ahmedabad

પર્યટન મંત્રાલય દ્વારા નિયમિત ધોરણે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને એક ભારત, શ્રેષ્ઠ ભારતને પ્રોત્સાહન આપવામાં આવે છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ NCHMCT સાથે સંકળાયેલી કેન્દ્રીય હોટેલ વ્યવસ્થાપન સંસ્થાઓ અને ભારતીય પર્યટન અને પ્રવાસ વ્યવસ્થાપન સંસ્થા દ્વારા 8 મે 2020થી 24 ઑગસ્ટ 2020 દરમિયાન એક ભારત, શ્રેષ્ઠ ભારત પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓમાં લોકોએ ખરા અર્થમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની લાગણી સાથે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

EBSB પ્રવૃત્તિઓ વિશેની વિગતવાર માહિતી નીચે દર્શાવ્યા અનુસાર છે-

  • મે 2020 દરમિયાન, 20 કેન્દ્રીય હોટેલ વ્યવસ્થાપન સંસ્થાઓ દ્વારા 27 પ્રવૃત્તિઓનું આયોજન કરીને 32 જોડી રાજ્યોને આવરી લેવામાં આવ્યા હતા જેમાં કુલ 6141 લોકોએ ભાગ લીધો હતો.
  • જૂન 2020 દરમિયાન, 20 કેન્દ્રીય હોટેલ વ્યવસ્થાપન સંસ્થાઓ દ્વારા 52 પ્રવૃત્તિઓનું આયોજન કરીને 26 જોડી રાજ્યોને આવરી લેવામાં આવ્યા હતા અને તેમાં કુલ 4167 લોકોએ ભાગ લીધો હતો.
  • જુલાઇ 2020 દરમિયાન, 20 કેન્દ્રીય હોટેલ વ્યવસ્થાપન સંસ્થાઓ દ્વારા 17 પ્રવૃત્તિઓનું આયોજન કરીને 26 જોડી રાજ્યોને આવરી લેવામાં આવ્યા હતા જેમાં કુલ 2966 લોકોએ ભાગ લીધો હતો.
  • 24 ઑગસ્ટ 2020 સુધીમાં, 20 કેન્દ્રીય હોટેલ વ્યવસ્થાપન સંસ્થાઓ દ્વારા 20 પ્રવૃત્તિઓની દરખાસ્ત મૂકવામાં આવી છે જેમાં 26 જોડી રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 5 કેન્દ્રીય સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેના અહેવાલોની પ્રતિક્ષા થઇ રહી છે જ્યારે 15 સંસ્થાઓના કાર્યક્રમોનું સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે.
  • કોવિડ-19 પછી મેળા અને ફુડ ફેસ્ટિવલ મુદ્દે ઑનલાઇન ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ પ્રવૃત્તિઓમાં વર્ચ્યુઅલ ઑનલાઇન પ્રશ્નોત્તરી, વેબિનાર, IHM- બેંગલોર અને IHM- દહેરાદૂન વચ્ચે આંતર સંસ્થાકીય પ્રશ્નોત્તરી પણ સામેલ છે.
  • ભારતીય શેફ દ્વારા મણીપુર અને નાગાલેન્ડ પર કેન્દ્રિત પ્રશ્નોત્તરી સાથે પ્રાદેશિક રાંધણકળા પર આધારિત વેબિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
  • દાદરા અને નગર હવેલી પર આધારિત ઑનલાઇન પ્રશ્નોત્તરી અને સાંસ્કૃતિક, કળા અને રાંધણકળા વિશે વેબિનારનું આયોજન.
  • ઝૂમનો ઉપયોગ કરીને "કાશ્મીરમાં પર્યટન” માટે "કાશ્મીર અને તમિલનાડુ આંતર જોડાણ – એક સાંસ્કૃતિક સફર” વિષય પર વર્ચ્યુઅલ વેબિનારનું આયોજન.
  • IHM- અમદાવાદના વિદ્યાર્થીઓ અને રાયુપર ખાતે આવેલી પંડિત રવિશંકર શુકલા યુનિવર્સિટીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે ઑનલાઇન બેઠકનું આયોજન, છત્તીસગઢ અને ગુજરાતની કળા, સંસ્કૃતિ અને રાંધણકળા પર આધારિત વેબિનાર, ઑનલાઇન પ્રશ્નોત્તરી, ઑનલાઇન ચર્ચા સ્પર્ધા, રેસેપીનું જીવંત પ્રદર્શન.
  • આંધ્રપ્રદેશ અને પંજાબી રાંધણકળા વચ્ચે નિષ્ણાતો દ્વારા વિશ્લેષણાત્મક તુલના માટે વેબિનાર દ્વારા પેનલ ચર્ચા જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અદભૂત આસામ (IHM જયપુરના વિદ્યાર્થીઓ માટે), IHM ગુવાહાટીના વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ ઓફ રાજસ્થાન ઑનલાઇન વેબિનાર, IHM હાજીપુરના વિદ્યાર્થીઓ માટે EBSB થીમ પર આધારિત ઑનલાઇન પ્રશ્નોત્તરી સ્પર્ધા જેમાં ભૌગોલિક સ્થિતિ, ઇતિહાસ, સંસ્કૃતિ, રમતગમતો અને પર્યટન અને ભારત વિશે અન્ય તમામ સંબંધિત મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા.
  • IHM હૈદરાબાદ દ્વારા હરિયાણાની રાંધણકળા પર ઑનલાઇન પ્રેઝન્ટેશન હાથ ધરવામાં આવ્યું હતું, ઉત્તરપ્રદેશની રાંધણકળા અને સંસ્કૃતિ પર વેબિનારનું આયોજન – જેમાં IHM શિલોંગ અને IHM લખનઉના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, IHM મુંબઇ દ્વારા ઓડિશાની પ્રખ્યાત વાનગીઓનો વીડિયો રીલિઝ કરવામાં આવ્યો હતો, સોશિયલ મીડિયા પર ઓડિશાની રાંધણકળા પર આધારિત પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું, ઑનલાઇન આંતર કોલેજ પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવી હતી.

  • હિમાચલ પ્રદેશની રાંધણકળા અને સંસ્કૃતિ તેમજ હોર્નબિલ મહોત્સવ – નાગાલેન્ડની USP પર વેબિનારનું આયોજન, પહેરવેશ પર પ્રવાસન રાજ્ય ઑનલાઇન કાર્યક્રમ, IHM ગ્વાલિયર દ્વારા જોડી બનાવેલા રાજ્યો સાથે પર્યટન ડેસ્ટિનેશન અને પ્રાદેશિક રાંધણકળા પર વેબિનારનું આયોજન.
  • કેરળ રાજ્ય પર્યટન ડેસ્ટિનેશન પર ઑનલાઇન પ્રશ્નોત્તરી, મણીપુરની પરંપરાગત કળાઓ પર આધારિત ચિત્રકામ સ્પર્ધા. ગૂગલ મીટ પ્લેટફોર્મ પર જોડી બનાવેલા રાજ્યો વચ્ચે ભોજનના વીડિયો માટેની ઑનલાઇન સ્પર્ધા, IHM શિલોંગ દ્વારા મેઘાલયની રાંધણકળા પર આધારિત લેખન સ્પર્ધા.
  • વર્ચ્યુઅલ નિબંધ લેખન, IHM ગ્વાલિયર અને IHM શિમલાના ફેકલ્ટી દ્વારા લાઇવ કૂકિંગ ડેમોનું આયોજન.
  • CIHM ચેન્નઇ દ્વારા "જમ્મુ, કાશ્મીર અને લદાખની અજાયબીઓ” વિષય પર આધારિત પોસ્ટર બનાવવાની સ્પર્ધા, ઑનલાઇન ચર્ચા સત્રો, રાંધણકળા અંગે જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ તેમજ આંધ્ર અને પંજાબી રાંધણકળા પર આધારિત વેબિનારનું આયોજન IHM ગુરુદાસપુર કરવામાં આવ્યું હતું, IHM ગુવાહાટી દ્વારા આસામની હસ્તકળા પર આધારિત ઑનલાઇન પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
  • સમુદાય આધારિત પર્યટન, કોવિડ-19 પછીની સ્થિતિ, વર્ચ્યુઅલ ફુડ વૉક, પૂર્વ અને પશ્ચિમ દિલ્હીના સ્ટ્રીટ ફુડ, દિલ્હીનું ભોજન ત્યારે અને અત્યારે વગેરે મુદ્દા પર વેબિનારનું આયોજન IHM પુસા, નવી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું હતું.

​​​​​​​

  • IITTMના વિદ્યાર્થીઓ માટે "એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિષય પર ઑનલાઇન પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રશ્નોત્તરીનો પ્રથમ રાઉન્ડ 27 મે 2020ના રોજ જોડી બનાવેલા રાજ્યો મધ્યપ્રદેશ – મણીપુર અને નાગાલેન્ડ પર યોજવામાં આવ્યો હતો.

સ્પર્ધાનો અંતિમ રાઉન્ડ 29 મે 2020ના રોજ સમગ્ર ભારત વિષય પર યોજવામાં આવ્યો હતો.

  • IITTM દ્વારા "મારું શહેર, મારી સંસ્કૃતિ” વિષય પર ઑનલાઇન રાષ્ટ્રીય નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રતિસ્પર્ધીઓએ નીચે દર્શાવેલી ત્રણ શ્રેણીમાં તેમના નિબંધો સબમિટ કરાવ્યા હતા:

શાળામાં ભણતા વિદ્યાર્થીઓ (ધોરણ 6 થી 12)

કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ (સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કરતા હોય તેવા)

મુક્ત શ્રેણી (એવા તમામ પ્રતિસ્પર્ધીઓ કે જેઓ ઉપરોક્ત શ્રેણીમાં નથી આવતા)

આ સ્પર્ધા દ્વિ-ભાષી હતી અને પ્રતિસ્પર્ધીઓને તેમનો નિબંધ એક સપ્તાહના સમયગાળામાં સબમિટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. નિર્ધારિત સમય મર્યાદામાં IITTMને સમગ્ર ભારતમાંથી 135 એન્ટ્રી પ્રાપ્ત થઇ હતી.

17 જૂન 2020ના રોજ આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ જોડી બનાવેલા રાજ્યો ગુજરાત અને છત્તીસગઢ પર આધારિત 100 પ્રશ્નોના જવાબ આપવાના હતા. દરેક સમૂહમાંથી પાંચ સ્પર્ધકો આગામી રાઉન્ડ માટે ક્વોલિફાઇ થયા હતા.

શાળાના સમૂહ માટેનો અંતિમ રાઉન્ડ 26 જૂન 2020ના રોજ જોડી બનાવેલા રાજ્યો મહારાષ્ટ્ર અને ઓડિશા પર આધારિત હતો અને બીજા સમૂહ માટેનો અંતિમ રાઉન્ડ જોડી બનાવેલા રાજ્યો રાજસ્થાન અને આસામ પર આધારિત હતો જેનું આયોજન 30 જૂન 2020ના રોજ કરવામાં આવ્યું હતું.

 

IITTM દ્વારા "એક ભારત, શ્રેષ્ઠ ભારત” અંતર્ગત "ઑનલાઇન રાષ્ટ્રીય કવિતા લેખન અને વર્ણન સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભરમાંથી તમામ લોકો માટે આની નોંધણી ખુલ્લી રાખવામાં આવી હતી અને પ્રતિસ્પર્ધીઓએ જાતે લખેલી કવિતાઓની નકલો અને કવિતાના વર્ણનના વીડિયો સાથે પોતાની એન્ટ્રી મોકલી આપવાની હતી.

આ સ્પર્ધા માટે વિજેતાનો નિર્ણય કવિતાનો વિષય, ભાષાનો ઉપયોગ, કવિતાની મૌલિકતા અને તેનું વર્ણન કરવાની કળા વગેરે પાસાંઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

 

SD/GP/BT

 



(Release ID: 1649212) Visitor Counter : 301