માહિતી અને પ્રસારણ મંત્રાલય

દેશભક્તિ પરની શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓની ઘોષણા કરવામાં આવી

Posted On: 21 AUG 2020 11:35AM by PIB Ahmedabad

સ્વતંત્રતા દિવસની ઉજવણી 2020ના ભાગ રૂપે, રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (એનએફડીસી)ની સાથે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ વર્ષે સ્વતંત્રતા દિવસની આગાઉ દેશભક્તિનો જુસ્સો વધારવા માટે ‘ઓનલાઇન શોર્ટ ફિલ્મ સ્પર્ધા’ નું આયોજન કર્યું હતું.

આ સ્પર્ધા 14મી જુલાઈ, 2020ના રોજ માયગોવ પોર્ટલ પર ઓનલાઈન મુકવામાં આવી હતી અને 7મી ઓગસ્ટ, 2020ના રોજ સમાપ્ત થઈ હતી. નામાંકન માટે www.MyGov.in વેબસાઇટ પર આ સ્પર્ધા હોસ્ટ કરવામાં આવી હતી.

નામાંકન મોકલવા માટેની થીમ દેશભક્તિને સંબંધિત હતી. એટલું જ નહી તેને રાષ્ટ્રની પ્રગતિની સમાન આત્મનિર્ભર (આત્મનિર્ભરતા) સાથે જોડવામાં આવી હતી. મંત્રાલયે આજે આ સ્પર્ધાના વિજેતાઓની ઘોષણા કરી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે એક ટ્વિટમાં સ્પર્ધાના વિજેતાઓને અભિનંદન આપ્યા અને તમામ સ્પર્ધકોને તેમના પ્રદાન બદલ અને ટૂંકી ફિલ્મની સ્પર્ધાને સફળ બનાવવા બદલ આભાર માન્યો.

 

સ્પર્ધાના વિજેતાઓનો ઉલ્લેખ નીચે કરવામાં આવ્યો છે:

 

ક્ર.સં.

નામ

શોર્ટ ફિલ્મનું શીર્ષક

પુરસ્કાર

1.

અભિજીત પોલ

એમ આઈ?

પ્રથમ પુરસ્કાર

2.

દેબોજો સંજીવ

અબ ઇન્ડિયા બનેગા ભારત

દ્વિતીય પુરસ્કાર

3.

યુવરાજ ગોકુલ

10 રૂપીઝ

તૃતીય પુરસ્કાર

4.

શિવા સી બિરાદર

રિસ્પેક્ટ (સન્માન)

વિશેષ ઉલ્લેખ

5.

સમીરા પ્રભુ

બીજ આત્મનિર્ભરતેચે  (આત્મનિર્ભરતાનું બીજ)

વિશેષ ઉલ્લેખ

6.

પુરુ પ્રિયમ

મેડ ઇન ઇન્ડિયા

વિશેષ ઉલ્લેખ

7.

શિવરાજ

Mind Y(our) Business

(માઈન્ડ યોર બિઝનેસ)

વિશેષ ઉલ્લેખ

8.

મધ્ય પ્રદેશ માધ્યમ

હમ કર સકતે હૈ

વિશેષ ઉલ્લેખ

9.

પ્રમોદ આર

કન્નડા કાયગુલુ

વિશેષ ઉલ્લેખ

10.

રામ કિશોર

સોલ્જર

વિશેષ ઉલ્લેખ

11.

રાજેશ બી

આત્મ વંદન ફોર નેશન

વિશેષ ઉલ્લેખ

 

 

SD/GP/BT



(Release ID: 1647599) Visitor Counter : 227