આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

ઈન્દોરે સતત ચોથા વર્ષે સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ જીતીને વિક્રમ સર્જ્યો


સુરત અને નવી મુંબઇ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા

100થી વધુ ULBની શ્રેણીમાં ચંદીગઢને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું

100થી ઓછા ULBની શ્રેણીમાં ઝારખંડને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું

કુલ 129 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા

સ્વચ્છતા સર્વેક્ષણ 2020 રિપોર્ટની સાથે-સાથે નવાચાર અને શ્રેષ્ઠ આચરણો તેમજ ગંગા નગરોનું મૂલ્યાંકન પર રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યા

આજદિન સુધીમાં કુલ 4,324 શહેરી ULBને ODF જાહેર કરવામાં આવ્યા

1,319 શહેરોને ODF+ અને 489 શહેરોને ODF++ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા

66 લાખથી વધુ વ્યક્તિગત પારિવારિક શૌચાલયો અને 6 લાખથી વધુ સામુદાયિક/ સાર્વજનિક શૌચાલયનું બાંધકામ કરવામાં આવ્યું

2900થી વધારે શહેરોમાં 59,900થી વધારે શૌચાલયોને ગૂગલ મેપ્સ પર લાઈવ કરવામાં આવ્યા

ઈન્દોર, અંબિકાપુર, નવી મુંબઇ, સુરત, રાજકોટ અને મૈસુર શહેરોને 5-સ્ટાર તરીકે રેટિંગ આપવામાં આવ્યું જ્યારે, 86 શહેરોને 3-સ્ટાર અને 64 શહેરોને 1-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું

SS 2021માં નકામા પાણીની ટ્રીટમેન્ટ અને ફરી ઉપયોગ તેમજ મળયુક્ત કાદવ, વર્ષોથી પડી રહેલા ઘન કચરાના વ્યવસ્થાપન

Posted On: 20 AUG 2020 1:25PM by PIB Ahmedabad

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હરદીપ એસ પુરીએ જણાવ્યું હતું કે, “આપણા તમામ શહેરોમાં સંપૂર્ણ સ્વચ્છતાની પરિકલ્પનાને સ્થાપિત કરવા માટે વ્યાપક રૂપરેખા આપતી વખતે સ્વચ્છ સર્વેક્ષણ આપણને સ્વચ્છ ભારત મિશન- શહેરી (SBM-U) અંતર્ગત પ્રાપ્ત થયેલા પરિણામોને જાળવી રાખવામાં મદદરૂપ થશે.”

શહેરો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીઓ સ્પષ્ટપણે બતાવી રહી છે કે, આપણે 'માત્ર સ્વચ્છ નહીં પરંતુ 'સ્વસ્થ' (તંદુરસ્ત), 'સશક્ત' (બળવાન), 'સંપન્ન' (સમૃદ્ધિવાન) અને આત્મનિર્ભર નવા ભારત'નું નિર્માણ કરવાની સાચી દિશામાં આગળ વધી રહ્યાં છીએ. તેમણે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા હાથ ધરવામાં આવતા વાર્ષિક સ્વચ્છતા શહેરી સર્વેક્ષણના પાંચમા સંસ્કરણ સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પુરસ્કારો MoHUAના ઉપક્રમે સ્વચ્છ મહોત્સવ નામથી યોજવામાં આવેલા વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન એનાયત કર્યા હતા. વર્ષના સર્વેક્ષણમાં ઈન્દોર ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેનું બિરુદ જીતી શક્યું છે જ્યારે સુરત અને નવી મુંબઈ શ્રેણીમાં અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે (1 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં). 100થી વધુ ULBની શ્રેણીમાં ભારતના સૌથી સ્વચ્છ રાજ્યનો દરજ્જો ચંદીગઢને પ્રાપ્ત થયો છે જ્યારે છત્તીસગઢ 100થી ઓછા ULBની શ્રેણીમાં સૌથી સ્વચ્છ રાજ્ય તરીકેનું પ્રતિષ્ઠિત બિરુદ પ્રાપ્ત કરી શક્યું છે. મંત્રીશ્રીએ અન્ય 117 પુરસ્કારો પણ કાર્યક્રમ દરમિયાન એનાયત કર્યા હતા. (પરિણામોની વિગતવાર માહિતી www.swachhsurvekshan2020.org પર ઉપલબ્ધ છે). MOHUAના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રા, સમગ્ર દેશમાંથી મુખ્ય સચિવો, અગ્ર સચિવો, મ્યુનિસિપલ કમિશરો અને સ્વચ્છતા યોદ્ધાઓ તેમજ અન્ય મહાનુભવો આ ઑનલાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

મંત્રીશ્રીએ સમગ્ર દેશમાંથી પસંદગીના પારિવારિક શૌચાલયોના લાભાર્થીઓ, સફાઇ કર્મચારીઓ, અનૌપચારિક કચરો વીણનારાઓ અને સ્વચ્છ ભારત મિશન- શહેરી (SBM-U) સાથે સંકળાયેલા સ્વ સહાય સમૂહોના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમનું https://webcast.gov.in/mohua પર અને SBM-Uના સોશિયલ મીડિયા હેન્ડલ પર જીવંત પ્રસાણ કરવામાં આવ્યું હતું.

વિજેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “પાંચ વર્ષ કરતાં વધુ સમય પહેલાં, આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ એક સપનું જોયું હતું - સપનું સ્વચ્છ ભારતનું હતું. આજે, શહેરી ભારતના દરેક નાગરિક સાથે મળીને સપનાંને ખરા અર્થમાં સાકાર કરવા માટે કામ કરી રહ્યાં છે તે જોઈને આપણને અત્યંત ગૌરવની લાગણી અનુભવાય છે અને કૃતજ્ઞતાનો ભાવ પણ પ્રગટ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં, આપણે જોયું છે કે કેવી રીતે આ મિશને લોકોના આરોગ્ય, આજીવિકા, જીવનની ગુણવત્તા અને સૌથી મહત્વપૂર્ણ, તેમના વિચારો તેમજ શિષ્ટાચાર પર ઘેરો પ્રભાવ પાડ્યો છે.” મંત્રીશ્રીએ વધુમાં દરેક વ્યક્તિને પ્રોત્સાહિત કર્યા હતા કે, દરેક લોકોએ સ્વચ્છતાની આદતો જેમકે, સ્રોત પર કચરાનો યોગ્ય નિકાલ, એકવખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો ઇનકાર અને સફાઇ કર્મચારીઓ તેમજ અન્ય લોકો પ્રત્યે આદર અને માનપૂર્ણ વર્તન વગેરેનું આચરણ કરીને આપણે પણ વાસ્તવમાં સ્વચ્છતા યોદ્ધા તરીકે પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ.

કેવી રીતે દુનિયાના સૌથી મોટા શહેરી સફાઇ સર્વેક્ષણની ઉત્પત્તિ થઇ તે અંગે જણાવતા શ્રી પુરીએ વર્ણવ્યું હતું કે, “2014માં જ્યારે સ્વચ્છ ભારત મિશનશહેરી (SBM-U)નો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે, ભારતને 100% ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) કરવાનો અને 100% વૈજ્ઞાનિક રીતે ઘન કચરાના વ્યવસ્થાપનનો ઉદ્દેશ હતો. શહેરી વિસ્તારોમાં અગાઉ ODFની કોઇ પરિકલ્પના નહોતી અને માત્ર 18% ઘન કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવતું હતું જેના કારણે, એક વાત સ્પષ્ટ હતી કે જો આદરણીય પ્રધાનમંત્રીનું સ્વચ્છ ભારતનું સપનું પાંચ વર્ષના સમયગાળામાં સાકાર કરવું હોય તો, ઉન્નત અભિગમ અપનાવવો પડશે. આથી દેખરેખની પ્રક્રિયામાં સખતાઇ લાવવા માટે અને રાજ્યો તેમજ શહેરો મુખ્ય સ્વચ્છતાના માપદંડોમાં તેમની કામગીરીમાં સુધારો લાવે તે માટે તેમની વચ્ચે મજબૂત સ્પર્ધાની ભાવના જગાવવાના આશય સાથે એક રૂપરેખા તૈયાર કરવી આવશ્યક હતી. આ વિશેષ વિચારના કારણે સમગ્ર અભિયાનની પરિકલ્પના થઇ અને તેના પરિણામે સ્વચ્છ સર્વેક્ષણ (SS)નું અમલીકરણ થયું જે શહેરોને તેમના શહેરી સ્વચ્છતાના દરજ્જામાં સુધારો લાવવા માટે પ્રોત્સાહિત કરતી અને મોટી સંખ્યામાં લોકોને સ્વચ્છતાની કામગીરીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરતી રૂપરેખા છે.”

SBM-U અંતર્ગત છેલ્લા વર્ષમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ સાથે, મંત્રીશ્રીએ મિશનના આગામી તબક્કા માટેની દૂરંદેશીનો પણ ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “આગામી સમયમાં અમારા પ્રયાસો ફીકલ સ્લજ (મળયુક્ત કાદવ) અને શૌચાલયોના કચરાના તેમજ ઘરો અને સંસ્થાઓમાંથી નીકળતા રાખોડી અને કાળા પાણીના સલામત નિયંત્રણ, પરિવહન અને નિકાલ પર કેન્દ્રિત રહેશે. આ ઉપરાંત, જળાશયોમાં નકામા પાણીનો નિકાલ કરતા પહેલાં તેની ટ્રીટમેન્ટ અને તેના શક્ય હોય તેટલા ફરી ઉપયોગ પર પણ ધ્યાન આપવાની અમારી પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત, હું આપણા સફાઇ કર્મચારીઓ, 'ક્રાંતિ'માં આપણા અગ્ર હરોળના યોદ્ધાઓના સ્વાસ્થ્ય પ્રત્યે પણ ચિંતિત છુ. આથી, મિશનના આગામી તબક્કામાં તમામ સફાઇ કર્મચારીઓને પૂરતા પ્રમાણાં સલામતીના સાધનો અને મશીન સંચાલિત ઉપકરણો પૂરાં પાડવા પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવશે.”

પ્રસંગે MoHUAના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, “MoHUA દ્વારા જાન્યુઆરી 2016માં 73 શહેરોને રેટિંગ આપવા માટે સ્વચ્છ સર્વેક્ષણ 2016નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી- ફેબ્રુઆરી 2017માં સ્વચ્છ સર્વેક્ષણ 2017માં 434 શહેરોને રેન્કિંગ આપવામાં આવ્યું હતું. સ્વચ્છ સર્વેક્ષણ 2018 દુનિયાનો સૌથી મોટો સ્વચ્છતા સર્વે હતો જેમાં 4203 શહેરોને રેન્કિંગ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ SS 2019માં 4237 શહેરોને આવરી લેવામાં આવ્યા હતા અને તે ઉપરાંત, આ પોતાની રીતે સૌપ્રથમ એવો સંપૂર્ણ ડિજિટલ સર્વે હતો જે માત્ર 28 દિવસ જેટલા ટૂંકા ગાળામાં જ પૂર્ણ કરવામાં આવ્યો હતો.” સ્વચ્છ સર્વેક્ષણ 2020માં પણ ગતિ જળવાઇ રહી અને કુલ 4242 શહેરો, 62 કેન્ટોન્મેન્ટ બોર્ડ અને 97 ગંગા નગરોને તેમાં આવરી લેવામાં આવ્યા હતા અને અભૂતપૂર્વ રીતે 1.87 કરોડ જેટલા જંગી સંખ્યામાં લોકોએ તેમાં ભાગ લીધો હતો. એક કદમ આગળ વધતાં, શહેરોમાં પાયાના સ્તરે થતી કામગીરીનું ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે મંત્રાલય દ્વારા ગત વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ લીગની પણ શરૂઆત કરવામાં આવી હતી જેમાં દરેક શહેર અને નગરનું ત્રિમાસિક ધોરણે સ્વચ્છતા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને વર્ષના અંતિમ સ્વચ્છ સર્વેક્ષણના પરિણામોમાં તેના 25% ભારણને એકિકૃત કરવામાં આવ્યું હતું. વધુમાં, સ્વચ્છ સર્વેક્ષણ રૂપરેખાના ગતિશીલ પ્રકારમાં સતત ઉન્નતિ કરવામાં આવી રહી છે. માત્ર પરિણામોનું માપદંડ કરવા માટેની એક દેખરેખની રૂપરેખાથી શરૂઆત કરીને સ્વચ્છ સર્વેક્ષણ હવે SBM-શહેરી માટે અમલીકરણ ઉત્કર્ષક બની ગયું છે અને તેનાથી 'સ્વચ્છતા' સ્થાપિત કરીને મળતા પરિણામોનું ટકાઉપણુ સક્ષમ કરી શકાય છે.

દુર્ગા શંકર મિશ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે, “સ્વચ્છ સર્વેક્ષણ 2020ને અદભૂત પ્રતિસાદ સાંપડ્યો હતો અને સર્વે ટીમોએ માત્ર 28 દિવસ જેટલા ટૂંકા ગાળામાં 58,000થી વધુ રહેવાસી તેમજ 20,000થી વધુ વ્યાપારી વિસ્તારોમાં મુલાકાત લઇને 64,000થી વધુ વૉર્ડ આવરી લીધા હતા.”

સ્વચ્છ સર્વેક્ષણ 2020ના કેટલાક મુખ્ય અંશો નીચે દર્શાવ્યા અનુસાર છે:

· 1.87 કરોડ લોકોના પ્રતિભાવો પ્રાપ્ત થયા

· 1.7 કરોડ નાગરિકોઓ સ્વચ્છતા એપ્લિકેશનમાં નોંધણી કરાવી

· 11 કરોડથી વધુ લોકોએ સોશિયલ મીડિયામાં મુલાકાત લીધી

· 5.5 લાખથી વધુ સફાઇ કર્મચારીઓને સામાજિક કલ્યાણકારી યોજનાઓ સાથે સાંકળવામાં આવ્યા અને 84,000થી વધુ અનૌપચારિક કચરો વીણનારાઓને મુખ્ય પ્રવાહમાં એકિકૃત કરવામાં આવ્યા

· શહેરી સ્થાનિક સંગઠનો દ્વારા 4 લાખથી વધુ કરાર આધારિત કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા

  • 21,000થી વધુ કચરો એકત્રિત થતા સંભવિત સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યા અને તેનું રૂપાંતરણ કર્યું

 

2014માં તેની શરૂઆતથી જ, સ્વચ્છ ભારત મિશન – શહેરી (SBM-U) દ્વારા સ્વચ્છતા અને ઘન કચરાના વ્યવસ્થાપન એમ બન્ને ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી છે. MoHUSના સ્વચ્છતા માપદંડો અનુસાર 4,324 શહેરી UBLsને ODF જાહેર કરવામાં આવ્યાં છે, 1,319 શહેરોને ODF+થી પ્રમાણિત કરવામાં આવ્યાં છે અને 489 શહેરોને ODF++થી પ્રમાણિત કરવામાં આવ્યાં છે. આ સફળતા 66 લાખથી વધારે વ્યક્તિગત ઘરેલું શૌચાલયો અને 6 લાખથી વધારે સમુદાય/ જાહેર શૌચાલયોના નિર્માણ થકી પ્રાપ્ત થઇ શકી છે, જે અભિયાન અંતર્ગત નિર્ધારિત કરાયેલા લક્ષ્યાંકોથી અનેકગણાં વધારે છે. વધુમાં, 2900+ શહેરોમાં આવેલા 59,900થી વધુ શૌચાલયોને ગૂગલ મેપ ઉપર લાઈવ કરવામાં આવ્યાં છે. ઘન કચરાના વ્યવસ્થાપનના ક્ષેત્રમાં, 96% વોર્ડમાં ડૉર-ટૂ-ડૉર કચરાને એકત્રિત કરવાની કામગીરી પૂર્ણ થઇ છે, જ્યારે પેદા થતાં કુલ કચરામાંથી 66% કચરા ઉપર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે – જે 2014માં પ્રક્રિયા કરાતાં 18%ની તુલનામાં 4 ગણો ઉછાળો દર્શાવે છે. કચરા મુક્ત શહેરો માટે MoHUAના સ્ટાર રેટિંગ માપદંડ અનુસાર, કુલ 6 શહેરો (ઈન્દોર, અંબિકાપુર, નવી મુંબઇ, સુરત, રાજકોટ અને મૈસુર)ને 5-સ્ટાર શહેરોનો દરજ્જો, 86 શહેરોને 3-સ્ટારનો દરજ્જો અને 64 શહેરોને 1-સ્ટારનો દરજ્જો આપવામાં આવ્યો છે.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં સ્વચ્છ સર્વેક્ષણ 2020 સર્વેક્ષણ અહેવાલ પ્રસિદ્ધ કરવાની સાથે-સાથે સ્વચ્છ સર્વેક્ષણ નવાચાર અને શ્રેષ્ઠ આચરણો, સ્વચ્છ સર્વેક્ષણ સોશિયલ મીડિયા અહેવાલ અને ગંગા નગરોના મૂલ્યાંકન ઉપર અહેવાલોનો સમાવેશ થાય છે. સ્વચ્છ સર્વેક્ષણમાં મંત્રીએ આંતરરાષ્ટ્રીય વિકાસ માટે સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થા (USAID/ ભારત), બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા, ગૂગલ, જનાગ્રહ સહિત અનેક સહભાગીઓને અભિનંદન પાઠવ્યાં હતા, જેમણે અભિયાનની સફળતામાં પોતાની નોંધપાત્ર ભૂમિકા અદા કરી છે. 

ગત મહિના દરમિયાન, MoHUA દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ, 2021ના સરવેનું છઠ્ઠું સંસ્કરણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા મૂલ્ય શ્રૃંખલાની કાયમી સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મંત્રાલયના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને, સ્વચ્છ સર્વેક્ષણ 2021ના સૂચકાંકોમાં મળયુક્ત કાદવ સહિત નકામા પાણીના શુદ્ધિકરણ અને ફરી વપરાશ સંબંધિત માપદંડો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ જ રીતે સર્વેક્ષણના છઠ્ઠા સંસ્કરણમાં વર્ષોથી પડ્યાં રહેલા ઘન કચરાના વ્યવસ્થાપન અને કચરાના ઢગલાઓના નિકાલ જેવી મહત્ત્વપૂર્ણ સમસ્યાઓ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ, સ્વચ્છ સર્વેક્ષણ 2021માં નવી પ્રેરક DAUUR સન્માન કાર્યક્ષમતા શ્રેણી રજૂ કરવામાં આવી છે, જેની અંદર કુલ પાંચ પેટા-શ્રેણીઓનો સમાવેશ કરાયો છે – દિવ્ય (પ્લેટિનમ), અનુપમ (સુવર્ણ), ઉજ્જવલ (રજત), ઉદિત (કાંસ્ય), આરોહી (આકાંક્ષી). શહેરોનું ‘વસ્તીસંખ્યા શ્રેણી’ના આધારે મૂલ્યાંકન કરવાના વર્તમાન માપદંડ ઉપરાંત, આ નવી શ્રેણી શહેરોને કાર્યક્ષમતા માપદંડ અનુસાર છ પસંદગીના સૂચકાંકોના આધારે વર્ગીકૃત કરશે.

સમગ્ર વર્ષ દરમિયાન, ડિજિટલ નવાચાર અભિયાનની કામગીરીમાં અગ્રીમ શ્રેણીમાં રહ્યાં છે, જે વધુમાં વધુ નાગરિકોને તેની સાથે જોડીને અભિયાનને વધુ કાર્યક્ષમ બનાવવા અને પરિણામો ઉપર વધુ સારી રીતે દેખરેખ રાખવા સક્ષમ બનાવે છે. તાજેતરમાં મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા સંકલિત MIS પોર્ટલના માધ્યમથી તેની સાથે સંબંધિત કામગીરી વધુ વેગવાન બની છે, જેણે એક જ મંચ ઉપર સંખ્યાબંધ ડિજિટલ પહેલોને સંકલિત કરવામાં મદદ કરી છે. આ રીતે રાજ્યો અને શહેરોને એકિકૃત અને સમસ્યારહિત અનુભવ મળી રહે તે સુનિશ્ચિત કરી શકાયું છે, જેણે માત્ર સ્વચ્છ જ નહીં પરંતુ વાસ્તવિક રીતે ડિજિટલ ભારતના સર્જન માટે નવો માર્ગ ચિંધવાનું કામ કર્યુ છે.

રેન્કિંગની સમગ્ર યાદી જોવા માટે https://swachhsurvekshan2020.org/Rankings ઉપર ક્લિક કરો.

 

SD/GP/BT



(Release ID: 1647340) Visitor Counter : 355