આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે 2020-21 માટે શેરડીની મોસમ દરમિયાન સુગર મિલ દ્વારા ખેડૂતોને ચુકવવા પાત્ર શેરડીના વાજબી અને વળતરક્ષમ ભાવોને મંજૂરી આપી

Posted On: 19 AUG 2020 4:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ 2020-21 માટે શેરડીની મોસમ (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) દરમિયાન સુગર મિલ દ્વારા ખેડૂતોને ચુકવવા પાત્ર શેરડીના વાજબી અને વળતરક્ષમ ભાવો (FRP)ને મંજૂરી આપી છે. કૃષિ ખર્ચ અને કિંમતો માટેના પંચ (CACP) દ્વારા કરવામાં આવેલી ભલામણો અનુસાર આ મંજૂરી આપવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે:

I) 2020-21 માટે શેરડીની મોસમ દરમિયાન શેરડી માટે ચુકવવા પાત્ર FRP 10%ના મૂળભૂત પુનઃપ્રાપ્તિ દર માટે ક્વિન્ટલ દીઠ રૂ. 285/-

ii) પુનઃપ્રાપ્તિ દરમાં 10%થી ઉપર પ્રત્યેક 0.1%ની વૃદ્ધિ માટે ક્વિન્ટલ દીઠ રૂ. 2.85 પ્રીમિયમ; અને

Iii) પુનઃપ્રાપ્તિ દરમાં પ્રત્યેક 0.1 ટકાના ઘટાડે FRPમાં ક્વિન્ટલ દીઠ રૂ. 2.85નો ઘટાડો જે એવી મિલોના સંદર્ભમાં લાગુ પડશે જેમની પુનઃપ્રાપ્તિ 10%થી ઓછી પરંતુ 9.5 ટકાથી વધુ હોય. જોકે, જે મિલોની પુનઃપ્રાપ્તિ 9.5 ટકા અથવા તેનાથી ઓછી હોય તેમના માટે ક્વિન્ટલ દીઠ રૂ. 270.75 નક્કી કરવામાં આવ્યા છે.

શેરડીના ઉત્પાદકોને તેમની ઉપજ માટે વાજબી અને વળતરક્ષમ ભાવ મળે તે બાબતને ધ્યાનમાં રાખીને તેમના હિતમાં FRP નક્કી કરવામાં આવશે.

શેરડીના 'વાજબી અને વળતરક્ષમ ભાવ’ શેરડી (નિયંત્રણ) આદેશ, 1966 અંતર્ગત નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવ સમગ્ર દેશમાં એકસમાન રીતે લાગુ થવા પાત્ર રહેશે.

 

SD/GP/BT



(Release ID: 1647236) Visitor Counter : 172