ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જગપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરી


“સંગીત માર્તંડ પંડિત જસરાજજી એક ઉમદા કલાકાર હતા જેમણે પોતાના જાદુઈ આવાજથી ભારતીય શાસ્ત્રીય સંગીતને સમૃદ્ધ કર્યું”

પંડિત જસરાજજીનું નિધન એક વ્યક્તિગત ખોટ સમાન છે

“પંડિત જસરાજજી પોતાની અદ્વિતીય રચનાઓના માધ્યમથી હમેશા આપણા હૃદયમાં વસેલા રહેશે”

प्रविष्टि तिथि: 17 AUG 2020 8:32PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જગપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. એક ટ્વિટમાં શ્રી અમિત શાહે કહ્યું કે, “સંગીત માર્તંડ પંડિત જસરાજજી એક ઉમદા કલાકાર હતા. જેમણે પોતાના જાદુઈ આવાજથી ભારતીય શાસ્ત્રીય સંગીતને સમૃદ્ધ કર્યું હતું. તેમનું નિધન એક વ્યક્તિગત ખોટ સમાન છે. તેઓ પોતાની અદ્વિતીય રચનાઓના માધ્યમથી હમેશા આપણા હૃદયમાં વસેલા રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

પંડિત જસરાજ ભારતીય શાસ્ત્રીય સંગીતના સૌથી ઉમદા ગાયક કલાકારોમાંના એક હતા. વર્ષ 2000માં પંડિત જસરાજને ભારતનાં બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1646617) आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Telugu