ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી


"કોઈ પણ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ તેના યુવાનો હોય છે. ભારત વાસ્તવમાં ખૂબ જ ભાગ્યશાળી રાષ્ટ્ર છે, જેની પાસે કૌશલ્યથી ભરપૂર પરિવર્તનાત્મક અને અભિલાષી યુવાશક્તિ છે"

"કુશળ અને ઉત્સાહી યુવાનોમા તકનો સર્વશ્રેષ્ઠ લાભ લેવાની ક્ષમતા રહેલી છે."

"મોદી સરકાર સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઈન ઇન્ડિયા અને નવી શિક્ષણ નીતિ (NEP) જેવા પોતાના અભૂતપૂર્વ નિર્ણયોથી સતત એક એવી ઈકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે, જેમાં આપણા યુવાનોની અપાર ક્ષમતાઓને વધારી શકાય છે"

"મને આપણી યુવા શકિત પર પૂર્ણ વિશ્વાસ છે કે, તેઓ પ્રધાનમંત્રી મોદીજીના ન્યુ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે નિરંતર પ્રયાસ કરતા રહેશે"

પોસ્ટેડ ઓન: 12 AUG 2020 1:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. પોતાના ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું કે, "કોઈ પણ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ તેના યુવાનો હોય છે. ભારત વાસ્તવમાં ખૂબ જ ભાગ્યશાળી રાષ્ટ્ર છે, જેની પાસે કૌશલ્યથી ભરપૂર પરિવર્તનાત્મક અને અભિલાષી યુવાશક્તિ છે. મને આપણી યુવા શકિત પર પૂર્ણ વિશ્વાસ છે કે, તેઓ પ્રધાનમંત્રી મોદીજીના ન્યુ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે નિરંતર પ્રયાસ કરતા રહેશે"

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, "કુશળ અને ઉત્સાહી યુવાનોમા તકનો સર્વશ્રેષ્ઠ લાભ લેવાની ક્ષમતા રહેલી છે."

શ્રી અમિત શાહે કહ્યું કે, એટલે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકાર સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઈન ઇન્ડિયા અને નવી શિક્ષણ નીતિ (NEP) જેવા પોતાના અભૂતપૂર્વ નિર્ણયોથી સતત એક એવી ઈકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે, જેમાં આપણા યુવાનોની અપાર ક્ષમતાઓને વધારી શકાય છે" 

Greetings on #InternationalYouthDay.

The greatest strength and asset of any nation is its youth. India is truly blessed to have a youth power filled with tremendous ambitions and skills. I am sure that they will continue to strive towards PM @NarendraModi’s vision of #NewIndia.

— Amit Shah (@AmitShah) August 12, 2020

Skilled & enthused youth have the power to make the best of the opportunities on their way. PM @NarendraModi ji’s govt with its decisions like Skill India, Start-Up India, Make in India & NEP has been constantly creating an ecosystem to unlock the immense potential of our youth.

— Amit Shah (@AmitShah) August 12, 2020

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1645349) મુલાકાતી સંખ્યા : 224