ગૃહ મંત્રાલય

કૃષિ ભારતીય અર્થ વ્યવસ્થાનો પાયો છે, જેને સશક્ત કરવામાં મોદી સરકાર 6 વર્ષોથી પ્રયાસ કરી રહી છે : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ


"ખેડૂતોની આવક બમણી કરવા અને કૃષિ વિકાસ માટે ઘણા અભૂતપૂર્વ કર્યો કરવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે, પ્રધાનમંત્રી મોદીજીના અથાગ પ્રયત્નોથી આવનાર સમયમાં ભારતીય કૃષિ વિશ્વસ્તરીય બનશે"

"એગ્રિકલચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ" થી કોલ્ડ સ્ટોરેજ, સંગ્રહ માટેના કેન્દ્રો, ઉત્પાદન એકમો જેવા અનેક પાયાના માળખાના નિર્માણોને ગતિ મળશે જેનાથી આપણા મહેનતુ ખેડૂત પોતાની ઉપજનું યોગ્ય મૂલ્ય પ્રાપ્ત કરી શકશે

"એગ્રિકલચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ" થી રોજગારની નવી તક ઉત્પન્ન થશે અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ મજબૂત બનશે

"કૃષિ તેમજ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે આજે પ્રધાનમંત્રી મોદીજીએ મંત્રીમંડળ દ્વારા મંજુર કરેલ રૂપિયા 1 લાખ કરોડના એગ્રિકલચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો શુભારંભ કર્યો અને સાથે જ પીએમ-કિસાન હેઠળ 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા 17,000 કરોડની રકમ હસ્તાંતરિત કરી, આના માટે પ્રધાનમંત્રીજીનો આભાર વ્યક્ત કરુ છું"

Posted On: 09 AUG 2020 3:32PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, કૃષિ ભારતીય અર્થ વ્યવસ્થાનો પાયો છે, જેને સશક્ત કરવામાં મોદી સરકાર 6 વર્ષોથી પ્રયાસ કરી રહી છે. પોતાના ટ્વિટમાં શ્રી અમિત શાહે કહ્યું કે, "ખેડૂતોની આવક બમણી કરવા અને કૃષિ વિકાસ માટે ઘણા અભૂતપૂર્વ કર્યો કરવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના અથાગ પ્રયત્નોથી આવનાર સમયમાં ભારતીય કૃષિ વિશ્વસ્તરીય બનશે"

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, "કૃષિ તેમજ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંત્રીમંડળ દ્વારા મંજુર કરેલ રૂપિયા 1 લાખ કરોડના એગ્રિકલચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (Agriculture Infrastructure Fund) નો શુભારંભ કર્યો અને સાથે જ પીએમ-કિસાન (PM-Kisan) હેઠળ 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા 17,000 કરોડની રકમ હસ્તાંતરિત કરી, આના માટે પ્રધાનમંત્રીજીનો આભાર વ્યક્ત કરુ છું."

શ્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, "એગ્રિકલચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ" થી કોલ્ડ સ્ટોરેજ, સંગ્રહ માટેના કેન્દ્રો, ઉત્પાદન એકમો જેવા અનેક પાયાના માળખાના નિર્માણોને ગતિ મળશે જેનાથી આપણા મહેનતુ ખેડૂત પોતાની ઉપજનું યોગ્ય મૂલ્ય પ્રાપ્ત કરી શકશે. આનાથી રોજગારની નવી તક ઉત્પન્ન થશે અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ મજબૂત બનશે."

 

कृषि भारतीय अर्थव्यवस्था की नींव है, जिसको सशक्त करने के लिए मोदी सरकार 6वर्षों से प्रयासरत है। किसानों की आय दोगुना करने और कृषि विकास के लिए कई अभूतपूर्व कदम उठाए हैं। मुझे विश्वास है कि पीएम @narendramodi जी के इन अथक प्रयासों से आने वाले समय में भारतीय कृषि विश्वस्तरीय होगी।

— Amit Shah (@AmitShah) August 9, 2020

कृषि व ग्रामीण क्षेत्र के विकास के लिए आज @NarendraModi जी ने कैबिनेट द्वारा पारित ₹100000 Cr के Agriculture Infrastructure Fund की शुरुआत की और साथ ही PM-Kisan के तहत 8.5 Cr किसानों के खातों में ₹17000 Cr की राशि ट्रांसफ़र की, इसके लिए प्रधानमंत्री जी का आभार व्यक्त करता हूँ।

— Amit Shah (@AmitShah) August 9, 2020

Agriculture Infrastructure Fund से कोल्ड स्टोरेज, संग्रह केंद्रों, प्रसंस्करण इकाइयों जैसे अनेकों बुनियादी ढाचों के निर्माण को गति मिलेगी जिससे हमारे मेहनती किसान अपनी उपज का सही मूल्य प्राप्त कर पाएंगे। इससे रोजगार के नये अवसर उत्पन्न होंगे और ग्रामीण अर्थव्यवस्था भी मजबूत होगी।

— Amit Shah (@AmitShah) August 9, 2020

 

SD/BT


(Release ID: 1644664) Visitor Counter : 210