સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 13.2 લાખથી વધતા, સાજા થવાનો દર 67.62% થયો


મૃત્યુદર (સીએફઆર) સતત ઘટાડા સાથે 2.07 % થયો

Posted On: 06 AUG 2020 2:37PM by PIB Ahmedabad

કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 13,28,336 થઇ ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 46,121 કોવિડ-19 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારા સાથે, સાજા થયેલા દર્દીઓ અને સક્રિય COVID-19 કેસ વચ્ચેનું અંતર 7,32,835 પર પહોંચી ગયું છે.

કોવિડ-19 દર્દીઓમાં સતત વૃદ્ધિ સાથે સાજા થવાનો દર 67.62% ની બીજી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે.

દેશનું વાસ્તવિક કેસ ભારણ એ સક્રિય કેસ (5,95,501) છે, જે કુલ પોઝિટીવ કેસોના 30.31% છે. તે તમામ દર્દીઓ હોસ્પિટલોમાં અથવા હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ છે.

24 મી જુલાઈ, 2020ના રોજ કુલ કેસોની ટકાવારી તરીકે સક્રિય કેસોમાં 34.17% થી નોંધપાત્ર ઘટાડો થયો છે, જે આજદિન સુધીમાં 30.31% થયો છે.

સંપૂર્ણ સરકાર’ અભિગમ હેઠળ, જાહેર અને ખાનગી ક્ષેત્રના સંસાધનો કેન્દ્રની આગેવાની હેઠળની વ્યૂહરચના હેઠળ COVID-19 પ્રતિસાદ અને સંચાલન સાથે જોડવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા "ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ" વ્યૂહરચનાના કેન્દ્રિત અમલીકરણ, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરીક્ષણ સુવિધાઓ વધારી દેવામાં આવી છે અને કેન્દ્ર દ્વારા સલાહ આપવામાં આવેલા સ્ટાન્ડર્ડ દેખરેખ પ્રોટોકોલ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર પર ભાર મુકવામાં આવ્યો છે, જેમાં અસરકારક રીતે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, COVID-19ના દર્દીઓના મૃત્યુદરમાં ઘટાડો નોંધાય. પરિણામે, વૈશ્વિક પરિપ્રેક્ષ્યની તુલનામાં મૃત્યુદર (સીએફઆર) નીચો રહ્યો છે અને તે કક્રમશ: ઘટી રહ્યો છે. મૃત્યુદર આજે 2.07% થયો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT


(Release ID: 1643755) Visitor Counter : 260