પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2020ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કરશે

Posted On: 31 JUL 2020 1:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ઓગસ્ટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2020ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કરશે. આ પ્રસંગે તેઓ વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એ વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં આવતી કેટલીક ત્વરિત નિવારી શકાય તેવી સમસ્યાઓ હલ કરવા માટે એક મંચ પ્રદાન કરવા માટેની એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે અને આ રીતે ઉત્પાદન નવીનતાની સંસ્કૃતિ અને સમસ્યાનું નિરાકરણ લાવવાની માનસિકતા વિકસિત કરે છે. તે યુવાન મનને સમજીને અદ્યતન(આઉટ ઓફ ધ બોક્ષ) વિચારસરણીને પ્રોત્સાહિત કરવામાં અત્યંત સફળ સાબિત થયું છે.

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2017ની પ્રથમ આવૃત્તિમાં 42000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે 2018માં વધીને 1 લાખ અને 2019માં 2 લાખ થયા છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2020ના પહેલા રાઉન્ડમાં 4.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે સોફ્ટવેર એડિશનના ગ્રાન્ડ ફિનાલેનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ તૈયાર કરવામાં આવેલ મંચ પર દેશભરના તમામ ભાગ લેનારાઓને એક સાથે જોડવામાં આવશે. કેન્દ્ર સરકારના 37 વિભાગ, 17 રાજ્ય સરકારો અને 20 ઉદ્યોગોના 243 સમસ્યા નિવેદનો હલ કરવા 10,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

 

SD/GP/BT

 


(Release ID: 1642557) Visitor Counter : 291