ગૃહ મંત્રાલય
ભારત સરકાર દ્વારા આપદા પ્રબંધનના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા બદલ “સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર” માટે આવેદન આમંત્રિત કરવામાં આવ્યા છે
દર વર્ષે 23મી જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પર આ પુરસ્કારની ઘોષણા કરવામાં આવે છે
વ્યક્તિગત અને સંસ્થાઓના આવેદન 31 ઓગસ્ટ, 2020 સુધી "www.dmawards.ndma.gov.in" પર અપલોડ કરી શકાશે.
Posted On:
30 JUL 2020 11:39AM by PIB Ahmedabad
ભારત સરકાર દ્વારા આપદા પ્રબંધનના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા બદલ “સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર” માટે આવેદન આમંત્રિત કરવામાં આવ્યા છે. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર માટેની અરજીની ઓનલાઇન પ્રક્રિયા હાલમાં વર્ષ 2020 માટે ખુલ્લી છે. વ્યક્તિગત અને સંસ્થાઓના નામાંકન www.dmawards.ndma.gov.in પર 31મી ઓગસ્ટ, 2020 સુધી અપલોડ કરી શકાશે. દર વર્ષે 23મી જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પર આ પુરસ્કારની ઘોષણા કરવામાં આવે છે.
ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે વ્યક્તિગત અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કાર્યને માન્યતા આપવા સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના કરી છે. એક પ્રમાણપત્ર ઉપરાંત, આ પુરસ્કારમાં સંસ્થા માટે રૂ. 51 લાખ અને વ્યક્તિને રૂ. 5 લાખનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
આ પુરસ્કાર માટે વ્યક્તિગત અરજી ઉપરાંત અન્ય વ્યક્તિ અથવા સંસ્થાને પણ નામાંકિત કરી શકાય છે. નામાંકિત વ્યક્તિ અથવા સંસ્થાએ ભારતમાં આપદા પ્રબંધન, નિવારણ, તૈયારી, બચાવ, પ્રતિસાદ, રાહત, પુનર્વસન, સંશોધન, ઇનોવેશન અથવા પ્રારંભિક ચેતવણી જેવા કોઈ પણ આપત્તિ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં કામ કરેલું હોવું જોઈએ.
આપત્તિઓ આપણા સમાજના અનેક પરિમાણો, આજીવિકા અને સંપત્તિને અસર કરે છે. આપત્તિઓ પણ દેશભરમાં કરુણા અને નિ:સ્વાર્થ સેવાની ભાવના ઉત્પન્ન કરે છે. આપત્તિ પછી, આપણા સમાજના જુદા-જુદા વર્ગ ભેગા થાય છે અને આપત્તિઓથી અસરગ્રસ્ત લોકોના દુ:ખ દૂર કરવા તરફ કામ કરે છે. સમુદાય આધારિત સંસ્થાઓ, નિ:સ્વાર્થ સ્વયંસેવકો, સમર્પિત બિનસરકારી સંસ્થાઓ, કર્તવ્યનિષ્ઠ કોર્પોરેટ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ અને વ્યક્તિઓની સખત મહેનત દ્વારા જોખમ ઘટાડવું, અસરકારક પ્રતિસાદ અને વધુ સારું નિર્માણ કરવાના માધ્યમથી જીવનને બચાવવાના સરકારના પ્રયત્નો ઘણીવાર વધે છે. ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓ મૌનપૂર્વક પરંતુ નિષ્પક્ષતાથી શમન અને સજ્જતા પર કામ કરી રહ્યા છે, જેથી ભવિષ્યની આપત્તિઓની અસર ઓછી કરી શકાય. આપત્તિઓથી થતી માનવીય વેદનાને દૂર કરવા માટે આત્મનિર્ભરતાથી કાર્ય કરી રહેલા વ્યક્તિઓ અને સંગઠનોના પ્રયત્નોને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
SD/GP/BT
(Release ID: 1642264)
Visitor Counter : 283