PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 26 JUL 2020 6:31PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 26.07.2020

 

 

Text Box: •	સાજા થયેલા દર્દીઓનો સર્વાધિક એક દિવસીય આંકડો નોંધાયો; 36,000થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી.
•	કોવિડના સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યાનો તફાવત 4 લાખ કરતાં પણ વધુ થઇ ગયો.
•	દર્દીઓ સાજા થવાનો દર નવી ઊંચાઇએ પહોંચ્યો, આજે 64%ની નજીક નોંધાયો.
•	પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણે કોરોનાનું જોખમ સમાપ્ત થવાની હજુ ઘણી વાર હોવાથી આપણે વિશેષ સતર્કતા દાખવવી જરૂરી છે.
•	એક જ દિવસમાં 4.4 લાખ કરતા વધુ પરીક્ષણો કરવામાં આવ્યા.
•	દેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 4,67,882 છે.
•	પ્રધાનમંત્રી આવતીકાલે મોટાપાયે કોવિડ-19નું પરીક્ષણ થઇ શકે તેવી સુવિધાઓનો પ્રારંભ કરશે.

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

દેશમાં સાજા થયેલા દર્દીઓનો સર્વાધિક એક દિવસીય આંકડો નોંધાયો; 36,000થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી; સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યા 4 લાખ કરતાં વધુ થઇ; સાજા થવાનો દર નવી ઊંચાઇએ પહોંચ્યો, આજે 64%ની નજીક નોંધાયો

દેશમાં ગઇકાલે કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓનો સર્વાધિક એક દિવસીય આંકડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 36,145 દર્દીઓ સાજા થઇ ગયા હતા અને તેમને રજા આપવામાં આવી હતી. આથી દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 8,85,576 સુધી પહોંચી ગઇ છે. દર્દીઓ સાજા થવાનો સરેરાશ દર પણ નવી ઊંચાઇએ પહોંચીને 64% તરફ ઝડપી આગળ વધી રહ્યો છે. આજે સાજા થવાનો દર વધીને 63.92% સુધી પહોંચી ગયો છે. મતલબ કે, કોવિડના દર્દીઓ વધુને વધુ સંખ્યામાં સાજા થઇ રહ્યા છે અને આ પ્રકારે કોવિડ-19ના સક્રિય કેસો અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે. હાલમાં સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4 લાખ કરતાં પણ વધારે એટલે કે, 4,17,694 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા (4,67,882) કરતાં 1.89 ગણી વધારે છે. દેશમાં પહેલી જ વખત એક જ દિવસમાં 4,40,000 કરતાં વધારે જેટલી વિક્રમી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,42,263 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેથી પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)નો સરેરાશ આંકડો વધીને 11,805 થઇ ગયો છે અને આજદિન સુધીમાં દેશમાં કુલ 1,62,91,331 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641395

 

પ્રધાનમંત્રી 27 જુલાઇના રોજ મોટાપાયે કોવિડ-19નું પરીક્ષણ થઇ શકે તેવી સુવિધાઓનો પ્રારંભ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 જુલાઇના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખૂબ જ મોટી સંખ્યા (હાઇ થ્રૂપુટ)માં કોવિડ-19ના પરીક્ષણો થઇ શકે તેવી સુવિધાઓનો પ્રારંભ કરશે. આ સુવિધાઓની મદદથી દેશમાં કોવિડના પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થઇ શકશે અને તેના કારણે કોવિડથી ચેપગ્રસ્ત લોકોનું વહેલું નિદાન તેમજ સારવાર થઇ શકશે. આ પ્રકારે, દેશમાં આ મહામારીના ફેલાવાને નિયંત્રણમાં લાવવામાં મદદ મળી રહેશે. આ ત્રણ મોટાપાયે પરીક્ષણ ક્ષમતા ધરાવતી સુવિધાઓ ICMR- રાષ્ટ્રીય કેન્સર નિવારણ અને સંશોધન સંસ્થા, નોઇડા; ICMR- રાષ્ટ્રીય પ્રજોત્પતિ આરોગ્ય સંશોધન સંસ્થા, મુંબઇ; અને ICMR- રાષ્ટ્રીય કોલેરા અને આંતરડા રોગ સંસ્થા, કોલકાતા ખાતે ઉભી કરવામાં આવી છે અને તેની મદદથી રોજના 10,000 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ થઇ શકશે. આ લેબોરેટરીઓના કારણે પરીક્ષણ માટેના સમયમાં ઘટાડો થશે અને લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીઓનો ચેપી તબીબી સામગ્રી સાથે પ્રત્યક્ષ સંપર્ક પણ ઘટી જશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641389

 

મન કી બાત 2.0ના 14માં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 26 જુલાઇ છે અને આજનો દિવસ બહુ વિશેષ છે. આજે કારગીલ વિજય દિવસ છે. 21 વર્ષ પહેલાં આજના જ દિવસે કારગીલના યુદ્ધમાં આપણી સેનાએ ભારતના વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો………….

છેલ્લા કેટલાક મહિનાથી આખા દેશે એકસંપ થઇને જે રીતે કોરોનાનો સામનો કર્યો છે. તેણે અનેક દહેશતને ખોટી પુરવાર કરી દીધી છે. આજે આપણા દેશમાં સાજા થવાનો દર અન્ય દેશોની સરખામણીએ બહેતર છે. તેની સાથે આપણા દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓનો દર પણ દુનિયાના મોટાભાગના દેશો કરતાં ઘણો ઓછો છે. ચોક્કસપણે એકપણ વ્યક્તિને ખોવાનું દુઃખદ છે, પરંતુ ભારત પોતાના લાખો દેશવાસીઓના જીવન બચાવવામાં સફળ પણ રહ્યો છે. પરંતુ સાથીઓ કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી. અનેક ઠેકાણે તે હજીપણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આપણે ખૂબ જ વધારે સાવચેત રહેવાની જરૂર છે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે, કોરોના જેટલો શરૂઆતમાં ઘાતક હતો તેટલો જ હજીપણ ઘાતક છે. એટલે આપણે પૂરેપૂરી સાવચેતી રાખવાની છે. ચહેરા પર માસ્ક બાંધવાનું કે ગમછાનો ઉપયોગ કરવાનો છે. બે ગજનું અંતર, વારંવાર હાથ ધોવાના, કયાંય પણ થુંકવાનું નહિં, સાફસફાઇનું પૂરૂં ધ્યાન રાખવાનું, - આજ આપણા હથિયાર છે. જે આપણને કોરોનાથી બચાવી શકે છે. કોઇકોઇવાર માસ્ક પહેરવામાં આપણને તકલીફ થાય છે, અને મનમાં થાય છે કે ચહેરા પરથી માસ્ક ઉતારી દઇએ. વાતચીત કરવાનું શરૂ કરી દઇએ છીએ. ખરેખર જયારે માસ્કની વધુ જરૂર હોય છે, ત્યારે જ આપણે માસ્ક હટાવી લઇએ છીએ. આ સમયમાં હું આપને આગ્રહ કરૂં છું કે, જયારે પણ તમને માસ્કને લીધે પરેશાની અનુભવાતી હોય, મન થતું હોય કે માસ્ક કાઢી નાંખવો છે તો પળવાર માટે ડોકટરોને યાદ કરજો કે, નર્સોને યાદ કરજો, આપણાએ કોરોના યોદ્ધાઓને યાદ કરજો. તમે જુઓ છો કે તેઓ માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા બધાના જીવન બચાવવા માટે લાગેલા છે. આઠ-આઠ, દસ-દસ કલાક સુધી માસ્ક પહેરી રાખે છે……..”

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641319

 

ઉપરાષ્ટ્રપતિએ કોરોના વાયરસના દર્દીઓ સાથે જોડવામાં આવતા કલંક અને કોવિડ-19 પીડિતોના મૃતદેહની સન્માનપૂર્વક અંત્યેષ્ઠિના ઇનકાર અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે કોવિડ-19ના દર્દીઓ સાથે જોડવામાં આવતા કલંક કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા પીડિતોના મૃતદહેની સન્માનપૂર્વક અંત્યેષ્ઠિ માટે કરવામાં આવતા ઇનકાર અંગે ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ સંપૂર્ણપણે અનિચ્છનીય છે અને સ્થાનિક સમુદાયો તેમજ વ્યાપક સ્તરે સમાજને અનુરોધ કર્યો હતો કે, આવી ઘટનાઓ ફરી ના બને તે માટે સૌ સહકાર આપે. શ્રી નાયડૂએ પોતાની ફેસબુક પોસ્ટમાં ટાંક્યું હતું કે, “સમયની માંગ છે કે આપણે પૂર્વગ્રહ સામે લડીએ અને તેને ઉગતો જ ડામી દઇએ. અન્યથા, એક તબક્કે તે ખોટા સમાચારો અને ખોટી માહિતીના પ્રસાર કરતા પણ વધુ ઝેરી થઇ જશે.તેમણે દરેક વ્યક્તિને અનુરોધ કર્યો હતો કે, કોવિડ-19ના દર્દીઓની ભાવના સમજો અને તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખો. તેમણે કહ્યું હતું કે, “બધાએ એક વાત યાદ રાખવી જોઇએ કે, કોઇપણ વ્યક્તિ સંપૂર્ણ સલામત નથી અને આ અદૃશ્ય વાયરસ કોઇપણ વ્યક્તિને ચેપ લગાડી શકે છે. કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા દર્દીઓને દફનાવવા માટે જગ્યા આપવાનો ઇનકાર કરાતો હોવાની ઘટનાઓનો સંદર્ભ ટાંકતા તેમણે જણાવ્યું હતું કે, તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય વ્યવહાર છે અને શોકાતૂર પરિવારજનોની સાથે હોવાની લાગણી દર્શાવતી ભારતની પ્રાચીન પરંપરાઓથી તદ્દન વિપરિત છે. શ્રી નાયડુએ આરોગ્ય અધિકારીઓ અને મીડિયાને અનુરોધ કર્યો હતો કે, કોરોના વાયરસ અને તેના સંક્રમણ સંબંધિત તમામ તથ્યો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને લોકોને માહિતગાર કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641323

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં, ત્વરિત પ્રતિક્રિયા ટીમને ઇટાનગર પાટનગર પ્રદેશમાં એન્ટિજેન પરીક્ષણો કર્યા પછી કોવિડ-19ના 35 પોઝિટીવ કેસ મળી આવ્યા છે. ઇટાનગર પાટનગર પ્રદેશના નાયબ કમિશનરે અરુણાચલ રાજ્યમાં પ્રવેશી રહેલા ટ્રક ડ્રાઇવરો માટે માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. જે ડ્રાઇવરો પાસે કોવિડનો નેગેટીવ રિપોર્ટ હોય (પાંચ દિવસથી વધુ જુનો નહીં) તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
  • મણિપુર: મણિપુરમાં, કોવિડ-19 રાજ્ય પરામર્શ સમિતિની બેઠક રાજ્યના મુખ્યમંત્રી શ્રી એન. બિરેનસિંહની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં વર્તમાન લૉકડાઉનની સ્થિતિ વધુ ચુસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મણિપુર સરકારે મણિપુર મહામારી બીમારી (કોવિડ-19 માર્ગદર્શિકાઓનું અમલીકરણ) નિયમન, 2020 અમલમાં મૂક્યો છે. જેઓ ક્વૉરેન્ટાઇન માર્ગદર્શિકાઓ અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરશે તેમને રૂપિયા 1,000 દંડ ભરાવાનો રહેશે.
  • મિઝોરમ: મિઝોરમમાં, આજે કોવિડ-19માંથી 10 દર્દીઓ સાજા થઇ ગયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 361 નોંધાઇ છે જેમાંથી 168 સક્રિય કેસ સારવાર હેઠળ છે જ્યારે 193 દર્દી આજદિન સુધીમાં સાજા થઇ ગયા છે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં, કોવિડ-19ના 10 નવા કેસ પોઝિટીવ મળી આવ્યા છે. નવા નોંધાયેલા કેસોમાંથી કોહીમામાં 28, મોમમાં 13 અને દીમાપુર જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. નાગાલેન્ડમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંક્યા 1339 થઇ ગઇ છે જેમાંથી 794 સક્રિય કેસ છે જ્યારે 541 દર્દી સાજા થઇ ગયા છે.
  • સિક્કિમ: સિક્કિમ સરકારે રાજ્યમાં કોવિડના પોઝિટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો હોવાથી 1 ઑગસ્ટ સુધી લૉકડાઉનના પ્રતિબંધો લંબાવવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
  • કેરળ: રાજ્યમાં આજે કોવિડના કારણે વધુ પાંચ દર્દીઓએ છેલ્લા શ્વાસ લીધા હોવાથી રાજ્યમાં કોરોના વાયરસથી કુલ 64 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન, મોટાભાગના જિલ્લામાં કોવિડના પોઝિટીવ કેસોમાં એકધારો ધરખમ વધારો થઇ રહ્યો છે જેમાં નોંધપાત્ર સંખ્યામાં એકબીજાના સંપર્કથી સંક્રમણ થતું હોવાના કેસો છે. કોઝિકોડમાં પોઝિટીવ કેસની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઇ રહી હોવાથી જિલ્લા પ્રશાસને સમગ્ર જિલ્લામાં રવિવારે સંપૂર્ણ લૉકડાઉનના અમલનો આદેશ આપ્યો છે. કોલ્લમમાં સંપર્કમાં આવવાથી કોરોનાથી ચેપગ્રસ્ત પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી હોવાથી કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિના ભાગરૂપે આવતીકાલથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેરળમાં ગઇકાલે કોવિડના એક જ દિવસમાં સૌથી વધુ 1,103 નવા કેસ પોઝિટીવ નોંધાયા હતા. નવા નોંધાયેલામાંથી 838 કેસ સ્થાનિક સંક્રમણના કારણે ચેપગ્રસ્ત થયા હતા. રાજ્યમાં ગઇકાલે એક જ દિવસમાં સૌથી વધુ એટલે કે, 1,049 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં હાલમાં 9,420 સક્રિય કેસ સારવાર હેઠળ છે જ્યારે 54 લાખ લોકોને અલગ અલગ જિલ્લાઓમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
  • તામિલનાડુ: પુડુચેરીના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યા ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં વધીને 6,000 સુધી પહોંચી શકે છે અને આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વધુ બેડની વ્યવસ્થાની જરૂર પડશે. તામિલનાડુમાં આ મહિને સઘન લૉકડાઉનના છેલ્લા રવિવારે, આરોગ્ય સંભાળ સેવાઓ સહિત આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી, સફાઇ કર્મચારીઓએ તેમની કામગીરી ચાલુ રાખી હતી અને કોવિડ સંસ્થાઓના કર્મચારીઓએ તાવ જેવા લક્ષણો ધરાવતા લોકોને શોધી કાઢવા માટે ઘરે ઘરે સર્વે હાથ ધર્યો હતો. પ્લાઝ્મા દાન કરવા માટે ખૂબ જ ઓછી સંખ્યામાં દાતાઓ આગળ આવી રહ્યા છે; ઉદાહરણ તરીકે, ચેન્નઇમાં 85,000થી વધુ દર્દી આજદિન સુધીમાં સાજા થઇ ગયા છે પરંતુ માત્ર 15 લોકો જ દાતા તરીકે આગળ આવ્યા છે. તામિલનાડુમાં ગઇકાલે કોવિડના નવા 6,988 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ સંખ્યા નવી ઊંચાઇએ પહોંચી છે જ્યારે વધુ 89 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 2,06,737 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 3,409 દર્દીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
  • કર્ણાટક: બેંગલુરુમાં રેલવેના 36 જવાનોને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે; વધુ દક્ષિણ પશ્ચિમ રેલવે ઝોનમાં કોવિડ-19ના કારણે વધુ એક કર્મચારીનું મૃત્યુ થયું હોવાથી કોરોનાના ચેપના કારણે કુલ 5 કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. કર્ણાટકમાં કોવિડની સાથે સાથે પૂર આવતા સ્થિતિ વધુ કપરી બની છે; પૂરથી અસરગ્રસ્ત લોકોને સામુદાયિક કેન્દ્રોમાં આશ્રય આપવાની કામગીરી વહીવટીતંત્ર માટે ખૂબ જ મોટો પડકાર છે કારણ કે રાજ્યમાં કોવિડના કેસો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કર્ણાટકમાં ગઇકાલે કોવિડના વધુ 5,072 પોઝિટીવ કેસ મળી આવ્યા હોવાથી રાજ્યમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ દર્દીનો આંકડો 90,000થી પણ વધીને 90,942 સુધી પહોંચી ગયો છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 55,388 છે જ્યારે મૃત્યુઆંક વધીને 1796 થઇ ગયો છે.
  • આંધ્રપ્રદેશ: રાજ્યએ કોવિડ-19 સામેની લડાઇમાં આવશ્યક આરોગ્ય સેવાઓ સાથે જોડાવા માટે નાગરિકોને કોવિડ-19 આંધ્રપ્રદેશ નામની સ્માર્ટફોન એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે. કોવિડ હોસ્પિટલો, ક્વૉરેન્ટાઇન કેન્દ્રો, પરીક્ષણના કેન્દ્રો અને મીડિયા બુલેટીન સંબંધિત વિગતો આ એપ્લિકેશન પરથી મેળવી શકાય છે. રાજ્યમાં હોસ્પિટલોને વધુ 10 હજાર વેન્ટિલેટરથી સજ્જ કરવામાં આવી છે; તેમજ 22,500 ઓક્સિજન બેડ પહેલાંથી જ રાજ્યમાં ઉપલબ્ધ છે. ચિત્તૂર જિલ્લામાં મદનપલ્લેમાં કોવિડના કેસોની સંખ્યા વધી રહી હોવાથી 2 ઑગસ્ટ સુધી લૉકડાઉનના પ્રતિબંધોનો અમલ કરવામાં આવશે. રાજ્ય દ્વારા 2020-21 શૈક્ષણિક વર્ષ માટે કૅલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શાળાઓમાં 27 જુલાઇથી પ્રવેશની પ્રક્રિયા શરૂ થશે. સરકારને આશા છે કે, 5 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી શાળાઓ શરૂ થઇ શકશે. ગઇકાલે કોવિડના નવા 7813 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે વધુ 52 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 88,671 થઇ ગઇ છે. આમાંથી હાલમાં 44,431 સક્રિય કેસ સારવાર હેઠળ છે જ્યારે કુલ 985 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
  • તેલંગાણા: તબીબોએ મુખ્યમંત્રી કે.સી.આર.ને ઓસ્માનિયા હોસ્પિટલ ઇમારતનું કામ ઝડપી ગતિએ આગળ વધારવાની વિનંતી કરી છે. નોંધણી કરાયેલા મેડિકલ પ્રેક્ટિશનર (RMP) અને ફાર્માસ્યુટિકલ મેડિસિન પ્રોગ્રામ (PMP) તબીબોએ આરોગ્ય મંત્રી એટાલા રાજેન્દરની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં કોરોના વાયરસની બીમારીનું સંક્રમણ નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થવા માટે સેવા આપવાની તૈયારી બતાવી હતી. રાજ્યમાં ગઇકાલે 1593 નવા કેસ નોંધાયા હતા જ્યારે 998 દર્દી સાજા થઇ ગયા હતા અને 08 દર્દી મૃત્યુ પામ્યા હતા; નવા નોંધાયેલા 1593 કેસમાંથી, 641 કેસ GHMCમાંથી નોંધાયા હતા. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ- 54,059; સક્રિય કેસ: 12,264; મૃત્યુ પામ્યા: 463; સાજા થયા: 41,332.
  • પંજાબ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે જાહેરાત કરી હતી કે, કોવિડ કટોકટીના કારણે રાજ્યમાં 2020-21ના શૈક્ષણિક સત્ર માટે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ, ફરી પ્રવેશ અને ટ્યુશન ફી લેવામાં આવશે નહીં.
  • હરિયાણા: રમતગમત ક્ષેત્રમાં હરિયાણાની સંભાવનાઓ અને યોગદાનની પ્રશંસા કરતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રી કિરણ રિજિજુએ જાહેરાત કરી હતી કે, હરિયાણામાં પંચકુલા ખાતે ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ- 2021ના ચોથા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 કટોકટીને ધ્યાનમાં રાખીને, ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ- 2020નું આ વર્ષે આયોજન કરવામાં આવશે નહીં. આથી, આ ટુર્નામેન્ટનું આગામી સંસ્કરણ પંચકુલા ખાતે યોજવામાં આવશે.
  • હિમાચલ પ્રદેશ: રાજ્યપાલ શ્રી બાંદારુ દત્તાત્રેયે ચંદીગઢના PGIMERના નિદેશક ડૉ. જગત રામ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને હિમાચલ પ્રદેશમાં કોવિડ-19ની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને રાજ્યમાં આ મહામારીના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે સૂચનો માંગ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં કોવિડ-19ના કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખતા, PGIMERએ રાજ્યમાં પોતાના અવલોકનકારોની ટીમ મોકલવી જોઇએ જેથી તેઓ કોવિડ સંભાળ કેન્દ્રોનો અભ્યાસ કરે અને રાજ્યના તબીબો સાથે ચર્ચા કરે તેમજ તેમાં વધુ સુધારા અંગે પોતાનો અહેવાલ મોકલે.
  • મહારાષ્ટ્ર: રાજ્યમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત વધુ 9,251 કેસ પોઝિટીવ મળી આવ્યા હોવાથી કુલ નોંધાયેલા કેસની સંખ્યા 3,66,368 સુધી પહોંચી ગઇ છે. આ આંકડો રાજ્યમાં ભલે એક દિવસમાં સર્વાધિક વધારો નથી પરંતુ છેલ્લા કેટલાક દિવસમાં રાજ્યમાં દરરોજ 9,000થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે.
  • ગુજરાત: આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં શનિવારે એક દિવસમાં સર્વાધિક સંખ્યામાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત પોઝિટીવ કેસ નોંધાય હતા. શનિવારે નોંધાયેલા 1,081 નવા કેસ સાથે આજદિન સુધીમાં કુલ 54,712 પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે વધુ 22 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેમાંથી 11 દર્દી સુરતમાં મૃત્યુ પામ્યા છે. ગઇકાલે 782 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી હતી જેથી રાજ્યમાં કુલ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 39,612  સુધી પહોંચી ગઇ હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
  • રાજસ્થાન: રાજ્યમાં કોવિડ 19ના પરીક્ષણ સંબંધે રાજ્ય સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, કોવિડ-19નું પરીક્ષણ કરતી લેબોરેટરીઓએ ફરજિયાતપણે 24 કલાકમાં રિપોર્ટ આપવાનો રહેશે. કોરોના વાયરસ માટે જેમનું પરીક્ષણ કરવામાં આવે જે વ્યક્તિનો આધાર કાર્ડ નંબર ફરજિયાતપણે RT-PCR એપ્લિકેશનમાં નાખવાનું પણ કહેવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ-19ના સેમ્પલના પરીક્ષણ માટે દૈનિક ક્ષમતા 40,000થી વધુ થઇ ગઇ છે.

ImageImage



(Release ID: 1641434) Visitor Counter : 227