સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ 3,58,692 કેસ છે
સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 6,53,750 થઇ
બિહાર માટે તત્કાલ વિશેષ કેન્દ્રની ટીમને મોકલવામાં આવી રહી છે
Posted On:
18 JUL 2020 2:18PM by PIB Ahmedabad
દેશમાં કોવિડ-19ના અસરકારક નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારના નેતૃત્વમાં અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા સમયસર, સક્રિયપણે અને તબક્કાવાર વ્યૂહનીતિ આધારિત પગલાંના અમલીકરણના પરિણામે, હાલમાં દેશમાં કોવિડ-19ના દર્દીઓના વાસ્તવિક કેસોનું ભારણ નોંધપાત્ર રીતે સંચાલન થઇ શકે તેવા સ્તરે રહ્યું છે. દેશમાં કોવિડ-19ના દર્દીઓના વાસ્તવિક કેસોનું ભારણ આજે માત્ર 3,58,692 છે. દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 6,53,750 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને સક્રીય કેસો વચ્ચેનો તફાવત એકધારો પ્રગતિપૂર્વક વધી રહ્યો છે. આજે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,95,058 વધારે નોંધાઇ હતી. હાલમાં કોવિડ-19ના કુલ 3,58,692 સક્રિય કેસોને હોમ આઇસોલેશન અથવા ગંભીર લક્ષણો હોય તેવી સ્થિતિમાં હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર અને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લેવામાં આવતા સંકલિત પગલાંના કારણે કોવિડ મહામારીનું એકંદરે અસરકારક વ્યવસ્થાપન સુનિશ્ચિત થઇ શક્યું છે. કેન્દ્ર સરકાર જ્યાં કેસોનું ભારણ ઘણું વધારે હોય તેવા વિસ્તારોમાં કેન્દ્રની નિષ્ણાતોની ટીમ મોકલીને રાજ્ય સરકારના પ્રયાસોમાં સતત સહકાર અને પૂરક સહાય પૂરી પાડે છે. બિહારમાં કોવિડના કેસોની વધતી સંખ્યાનું વ્યવસ્થાપન કરવા માટે અને તમામ જરૂરી સહાય કરવા માટે કેન્દ્રની એક ટીમ બિહારમાં નિયુક્ત કરવામાં આવી છે. આ ટીમમાં MoHFWના સંયુક્ત સચિવ (જાહેર આરોગ્ય) શ્રી લવ અગ્રવાલ, NCDCના નિદેશક ડૉ. એસ. કે. સિંહ, નવી દિલ્હી ખાતે એઇમ્સના એસોસિએટ પ્રોફેસર નિરજ નિશ્ચલ છે. આ ટીમ આવતીકાલે બિહાર પહોંચશે.
કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિમાં હજુ પણ ઘરે-ઘરે જઇને સર્વે, પરિસીમા નિયંત્રણની પ્રવૃત્તિઓ, સમયસર સંપર્કોનું ટ્રેસિંગ, કન્ટેઇન્મેન્ટ અને બફર ઝોનનું સર્વેલન્સ, સંભાળના માપદંડોના અભિગમ દ્વારા ગંભીર લક્ષણો ધરાવતા કેસોનું અસરકારક તબીબી વ્યવસ્થાપન વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. દેશમાં હોસ્પિટલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ એકધારી વૃદ્ધિ કરવામાં આવી રહી હોવાથી કોરોનાથી અસરગ્રસ્ત દર્દીઓ સાજા થવાની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં મદદ મળી શકી છે.
છેલ્લા 24 કલાકમાં 17,994 કોવિડ-19ના દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં દેશમાં સાજા થવાનો દર 63% નોંધાયો છે.
ICMRની તાજેતરની પરીક્ષણની વ્યૂહનીતિના કારણે તમામ નોંધણી કરાવેલા મેડિકલ પ્રેક્ટિશનર કોવિડના પરીક્ષણ માટે સૂચન કરી શકે છે. RT-PCR પરીક્ષણો અને રેપિડ એન્ટિજેન પોઇન્ટ ઓફ કેસ (POC) ની સાથે-સાથે, TrueNet અને CBNAAT પરીક્ષણોના કારણે સેમ્પલોના કોવિડ માટેના પરીક્ષણની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે; દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,61,024 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આજદિન સુધીમાં દેશમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 1,34,33,742 સુધી પહોંચી ગયો છે. આથી ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરરેશ પરીક્ષણની સંખ્યા 9734.6 થઇ ગઇ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગેટ ધરાવતા રહેણાંક પરિસરો કે જેઓ રહેવાસી કલ્યાણ સંગઠનો/રહેણાંક સોસાયટીઓ/બિન સરકારી સંગઠનો (NGO) દ્વારા નાના પાયે કોવિડ સંભાળ સુવિધા શરૂ કરવા માંગતા હોય તેમના માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકાની વિગતો નીચે આપેલી લિંક પરથી મેળવી શકાય છે:
https://www.mohfw.gov.in/pdf/CovidCareFacilityinGatedcomplexes.pdf
મંત્રાલય દ્વારા ગેટેડ રહેણાંક પરિસરો માટે કોવિડ-19ના સંદર્ભમાં પણ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. તેની વિગતો આ લિંક પરથી ઉપલબ્ધ છે:
https://www.mohfw.gov.in/pdf/AdvisoryforRWAsonCOVID19.pdf
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
DS/BT
(Release ID: 1639637)
Visitor Counter : 265
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam