નાણા મંત્રાલય

નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની સમીક્ષા કરી


દાવાની પતાવટ સમયસર સુનિશ્ચિત કરવા પર પ્રીમિયમ સબસિડી જાહેર કરવા રાજ્યો માટે કામગીરી અને જરૂરિયાત હાથ ધરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો

Posted On: 13 JUL 2020 6:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય)ના અમલીકરણની સમીક્ષા કરવા એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં શ્રી દેવાશિષ પાંડા, સચિવ (નાણાકીય સેવાઓ), શ્રી સંજય અગ્રવાલ, સચિવ, DAC&FW, નાણાકીય સેવા વિભાગ, કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ (DAC&FW), સાધારણ વીમા કંપનીઓ પીએમએફબીવાય અને શીડ્યુલ્ડ કર્મશિયલ બેંકોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં ખરીફ 2016થી ખરીફ 2020ની પાક સિઝન માટે પીએમએફબીવાયના અમલીકરણ અને પડકારો વિશે જાણકારી આપી હતી, જેમાં ખાસ કરીને પીએમએફબીવાયમાં સુધારાની ચર્ચા થઈ હતી.

નાણાં મંત્રીએ યોજના સ્વૈચ્છિક હોવાથી તમામ ખેડૂતો વચ્ચે માહિતીના પ્રસારને સુનિશ્ચિત કરવાની પ્રવૃત્તિ હાથ ધરવાની જરૂરિયાત અને રાજ્યો માટે દાવાની પતાવટ સમયસર સુનિશ્ચિત કરવા સમયસર પ્રીમિયમની ચુકવણી જાહેર કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. શ્રીમતી સીતારમણે સૂચન કર્યું હતું કે, રાજ્યો સાથે કડક ફોલોઅપ કરવું પડશે, જેમાં ખરીફ 2020માં યોજનાનો અમલ ન થયો હોય એવા લોકો માટે સબસિડી બાકી છે, જેથી વહેલામાં વહેલી તકે ખેડૂતોને તમામ વિલંબિત દાવાની ચુકવણી સુનિશ્ચિત થાય.

DAC&FWના સચિવે જાણકારી આપી હતી કે, ટેકનોલોજીનો ઉપયોગ સંશોધિત પીએમએફબીવાય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ મુખ્ય ક્ષેત્રો પૈકીનું એક હતું તથા વિભાગ વર્ષ 2023 સુધી પાકના ટેકનોલોજી મૂલ્યાંકન તરફ સ્થળાંતરિત થવા કામ કરે છે અને સર્વે રવિ સિઝન 2020-21 પછી હાથ ધરવામાં આવશે, જેથી સંશોધિત પીએમએફબીવાયની અસરનું મૂલ્યાંકન થઈ શકે.

 

DS/BT



(Release ID: 1638393) Visitor Counter : 275