પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ
Posted On:
02 JUL 2020 3:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2 જુલાઇ 2020ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ મહામહીમ શ્રી વ્લાદીમીર પુતિન સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી.
પ્રધાનંમત્રીએ બીજા વિશ્વયુદ્ધમાં વિજયની 75ની વર્ષગાંઠની સફળતાપૂર્વક ઉજવણી બદલ અને રશિયામાં બંધારણીય સુધારા પર સફળતાપૂર્વક મતદાન થવા બદલ રશિયાના રાષ્ટ્રપતિ શ્રી પુતિનને ઉષ્માભેર અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ 24 જૂન 2020ના રોજ મૉસ્કોમાં મિલિટરી પરેડમાં ભારતીય ટુકડીએ ભાગ લીધો હતો તેને યાદ કરી, આ સહભાગીતાને ભારત અને રશિયાના લોકો વચ્ચે મૈત્રીનું પ્રતીક ગણાવી હતી.
બંને મહાનુભવોએ પોત પોતાના દેશોમાં કોવિડ-19 વૈશ્વિક મહામારીના નકારાત્મક પરિણામોનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવેલા પગલાંઓની નોંધ લીધી હતી અને કોવિડ-19 પછીની દુનિયામાં ઉભા થનારા પડકારોનો સામનો કરવા માટે ભારત- રશિયાના નીટકતાપૂર્વકના જોડાણના મહત્વ અંગે સંમત થયા હતા.
તેઓ દ્વિપક્ષીય સંપર્કો અને વિચારવિમર્શ માટેની ગતિવિધિઓ જાળવી રાખવા માટે પણ સંમત થયા હતા, જેના ભાગરૂપે આ વર્ષના અંતમાં ભારતમાં દ્વિપક્ષીય સમિટનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ આ દ્વિપક્ષીય સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનને ભારતમાં આવકારવા માટે પોતાની આતુરતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિ પુતિને ફોન કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને બંને દેશો વચ્ચે તમામ મોરચે વિશેષ અને વિશેષાધિકાર સાથેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
GP/DS
(Release ID: 1635907)
Visitor Counter : 303
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam