ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રીએ ડૉક્ટર્સ ડે નિમિત્તે તબીબો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમનો આભાર માન્યો
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આપણા રાષ્ટ્રને આ પડકારજનક સમયમાં સલામત અને સ્વસ્થ રાખવા માટે તબીબોની પ્રતિબદ્ધતા ખરેખર અપવાદરૂપ છે
શ્રી અમિત શાહે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર માનવજાતની સેવા કરવા માટે નિઃસ્વાર્થ ભાવે અથાક પ્રયત્નો કરી રહેલા તબીબોની સાથે અડગ રીતે ઉભી છે
હું આપણા દેશના બહાદુર કોરોના યોદ્ધાઓના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરું છું, સમગ્ર દેશ તબીબોના સમર્પણ અને ત્યાગને સલામ કરે છે - શ્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ તબીબોના પરિવારોનો પણ આભાર માન્યો જેઓ કસોટીના આ સમયમાં તેમને સંપૂર્ણ સહકાર અને નૈતિક મનોબળ આપી રહ્યા છે
Posted On:
01 JUL 2020 2:46PM by PIB Ahmedabad
આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે, ટ્વીટના માધ્યમથી ભારતના બહાદુર તબીબો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી અને તેમનો ખૂબ જ આભાર માન્યો હતો, જેઓ કોવિડ-19 સામેની લડાઇમાં અગ્ર હરોળમાં રહીને આ લડાઇનો મોરચો સંભાળી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પડકારજનક સમયમાં રાષ્ટ્રને સલામત અને સ્વસ્થ રાખવા માટે તેમની સર્વોપરી પ્રતિબદ્ધતા ખરેખરમાં અપવાદરૂપ છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ડૉક્ટર્સ ડે નિમિત્તે રાષ્ટ્ર તેમના સમર્પણ અને ત્યાગને સલામ કરે છે.
શ્રી અમિત શાહે એમ પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર માનવજાતની સેવા કરવા માટે નિઃસ્વાર્થ ભાવે અથાક પ્રયત્નો કરી રહેલા તબીબોની સાથે અડગ રીતે ઉભી છે. તેમણે આપણા દેશના આ બહાદુર કોરોના યોદ્ધાઓના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના પણ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે, તમામ તબીબોના પરિવારજનો પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો જેઓ તબીબોને આવા કસોટીના સમયમાં સતત સંપૂર્ણ સહકાર આપવાનું અને તેમનું નૈતિક મનોબળ વધારવાનું કામ કરી રહ્યા છે.
GP/DS
(Release ID: 1635663)
Visitor Counter : 233