વહાણવટા મંત્રાલય

‘આત્મનિર્ભર ભારત’ યોજના હેઠળ શ્રી માંડવીયાએ ભારતના નેજા હેઠળ વહાણોમાં વધારો કરી ભારતના મેરીટાઈમ ઉદ્યોગમાં શીપ રિપેરીંગ સુવિધાઓ વધારવા માટેના વિઝનનો પ્રારંભ કર્યો

Posted On: 29 JUN 2020 6:00PM by PIB Ahmedabad

શિપિંગ મંત્રાલયનાં રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષપદે જહાજ માલિકોના એસોસિએશન, ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર- શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ડિરેક્ટર જનરલ શિપીંગ અને શિપિંગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ભારતમાં  શીપ રિપેરીંગ સુવિધાઓ વધારવામાં વૃધ્ધિ કરવાના તથા દુનિયામાં ભારતના નેજા હેઠળ જહાજોની સંખ્યામાં વધારો કરવાના વિઝનનો પ્રારંભ કર્યો છે.

શ્રી માંડવીયાએ શીપિગ ઉદ્યોગના પ્રતિનિધિઓ પાસેથી ભારતમાં શીપ રિપેરીંગ સુવિધાઓની મજબૂત વ્યવસ્થા તૈયાર કરવા અનેભારતને શીપ રિપેર હબમાં રૂપાંતર કરવા માટે સૂચનો માંગ્યા હતા. તેમણે ભારતીય સર્વિસ એન્જીનિયરની નિપુણતામાં વધારો કરવા માટે તેમનું કૌશલ્ય વધારવાના, શીપ યાર્ડની ક્ષમતા વધારવા અને ભારતમાં ઉત્પાદન થયું હોય તેવા જરૂરી સ્પેર પાર્ટસનો પૂરવઠો વધારવાના પાસાં ઉપર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી મોદીનાઆત્મનિર્ભર ભારતના વિઝનનો પુનરોચ્ચાર કરતાં શ્રી માંડવીયાએ શીપ રિપેરીંગ સુવિધાઓમાં વિશ્વસ્તરની માળખાગત સુવિધાઓ વધારવા માટે અનુરોધ કર્યો હતો. ભારતના બંદરો પરથી દર વર્ષે અંદાજે 30,000 જહાજો પસાર થતા હોવાથી તેમણે તકનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. શ્રી માંડવીયાએ અધિકારીઓને એવો નિર્દેશ આપ્યો હતો કે ભારતીય ધ્વજ ધરાવતા જહાજોની સંખ્યામાં વધારો કરવા માટે એક્શન પ્લાન ઘડી કાઢે. આવુ થઈ શકશે તો દર વર્ષે અંદાજે 13 અબજ ડોલરના વિદેશી હુંડિયામણની બચત થવા ઉપરાંત ભારતીય ટનેજમાં ભાડાના દર નીચા સ્તરે સ્થિર કરી શકાશે.

 

 

GP/DS

 


(Release ID: 1635202) Visitor Counter : 244