નાણા મંત્રાલય

રાષ્ટ્રપતિએ બેન્કિંગ નિયમન (સુધારા) વટહુકમ, 2020 બહાર પાડ્યો


આ સુધારા સહકારી બેન્કોનું વધુ સારું સંચાલન અને સુવ્યવસ્થિત નિયમન સુનિશ્ચિત કરશે

સામાન્ય લોકો / થાપણદારો / બેંકિંગ / યોગ્ય બેંકિંગ કંપની મેનેજમેન્ટના હિતમાં પુનર્ગઠન / મર્જરની યોજના ઘડવાનો માર્ગ મોકળો થયો

Posted On: 27 JUN 2020 7:10AM by PIB Ahmedabad

થાપણદારોના હિતોની રક્ષા સુનિશ્ચિત કરવાની બેન્કોની કટિબદ્ધતાને પગલે રાષ્ટ્રપતિએ બેન્કિંગ નિયમન (સુધારા) વટહુકમ, 2020 ની જાહેરાત કરી છે. (વટહુકમ અંગે ગેઝેટ સૂચના જોવા માટે અહીં ક્લિક કરો)

 

વટહુકમને પગલે બેન્કિંગ નિયમન વટહુકમ, 1949માં સુધારો અમલી બન્યો છે, જે સહકારી બેન્કોને લાગુ થશે. વટહુકમનો ઉદ્દેશ વધુ સારું સંચાલન અને દેખરેખ સુનિશ્ચિત કરીને થાપણદારોના હિતોનું રક્ષણ કરવાનું તેમજ સહકારી બેન્કોને મજબૂત કરવાનું છે. માટે અન્ય બેન્કો બાબતે અગાઉથી ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) પાસે ઉપલબ્ધ અધિકારો હેઠળ સહકારી બેન્કોને પણ લાવવામાં આવશે, જેથી પ્રોફેશનલ વલણ અપનાવીને વ્યવસ્થિત બેન્કિંગ નિયમન સુનિશ્ચિત કરી શકાય અને આની મદદથી મૂડી સુધીની તેમની પહોંચ પણ શક્ય બનાવી શકાય. સુધારાથી રાજ્યના સહકારી કાયદા હેઠળ સહકારી મંડળીઓના રાજ્ય સ્તરે કરાવેલી નોંધણીના હાલના અધિકારોમાં કોઈ ઘટાડો થયો નથી. જે મંડળીઓનો મુખ્ય ઉદ્દેશ તેમજ મુખ્ય વ્યવસાય કૃષિ વિકાસ માટે લાંબા ગાળાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવાનો છે અને જેબેન્કઅથવાબેન્કરઅથવાબેન્કિંગશબ્દનો ઉપયોગ કરતી હોય તેમજ જે ચેકો આપનાર તરીકે કામ નથી કરતી, તેવી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ) અથવા સહકારી મંડળીઓને સુધારા લાગુ પડશે નહીં.

 

વટહુકમ મારફતે બેન્કિંગ નિયમન વટહુકમની કલમ 45માં પણ સુધારો કરાયો છે, જેથી સામાન્ય લોકો, થાપણદારો તેમજ બેન્કિંગ સિસ્ટમના હિતોનું રક્ષણ કરવા તેમજ યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે કોઈ બેન્કિંગ કંપનીનું પુનઃગઠન અથવા મર્જરની યોજના ઘડી શકાય. સંબંધિત બેન્કનાં કામકાજ કામચલાઉ રીતે સ્થગિત કે અટકાવવાનો આદેશ આપ્યા વિના તેના પુનઃગઠન કે મર્જરની યોજના ઘડવી પણ સંભવ બનશે, જેથી નાણાંકીય વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ સંપૂર્ણપણે ટાળી શકાશે.

 

GP/DS

 

 



(Release ID: 1634752) Visitor Counter : 405