મંત્રીમંડળ

મંત્રીમંડળે કેન્દ્રીય યાદીમાં અન્ય પછાતવર્ગમાં પેટા શ્રેણીકરણના મુદ્દાના પરીક્ષણ માટે બંધારણના અનુચ્છેદ 340 અંતર્ગત રચાયેલા પંચના કાર્યકાળને વિસ્તરણ કરવાની મંજૂરી આપી

Posted On: 24 JUN 2020 4:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના પેટા શ્રેણીકરણના મુદ્દાના પરીક્ષણ માટે રચાયેલા પંચના કાર્યકાળમાં મહિના એટલે કે 31.01.2021 સુધી વિસ્તરણની મંજૂરી આપી

 

 

રોજગારી સર્જનની સંભાવના સહિત પ્રભાવ:

 

ઓબીસીની વર્તમાન યાદીમાં સામેલ એવા સમુદાય જેમને કેન્દ્ર સરકારના પદો પર નિયુક્તિ અને કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં ઓબીસી માટે અનામત યોજનાનો કોઇ ખાસ લાભ મળતો નથી, તેને પંચની ભલામણોના અમલીકરણનો લાભ મળવાનું અનુમાન છે. પંચ દ્વારા ઓબીસીની કેન્દ્રીય યાદીમાં અત્યાર સુધી હાંસિયામાં પડી રહેલા સમુદાયોને લાભ પહોંચાડવા માટે ભલામણો કરવામાં આવી હોવાનું અનુમાન છે.

 

ખર્ચ:

ખર્ચમાં પંચની સ્થાપના અને પ્રશાસન સંબંધિત ખર્ચ સામેલ છે, જેનો બોજ સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે.

 

લાભ:

આનાથી જાતિઓ/ સમુદાયો સંબંધિત તમામ લોકોને ફાયદો થશે જેઓ એસઇબીસીની કેન્દ્રિય યાદીમાં સામેલ છે પરંતુ કેન્દ્ર સરકારના હોદ્દાઓ અને કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે વર્તમાન ઓબીસી અનામત યોજનાનો તેમને ફાયદો થતો નથી.

 

અમલીકરણની યાદી:

પંચના કાર્યકાળના વિસ્તારણ માટે આદેશ અને વિચારાધીન વિષયોને સંબંધે માનનીય રાષ્ટ્રપતિની સ્વીકૃતિ મળ્યા પછી રાષ્ટ્રપતિ દ્વારા એક આદેશના રૂપમાં રાજપત્રમાં અધિસૂચિત કરવામાં આવશે.

 

 

પૃષ્ઠભૂમિ:

2 ઓક્ટોબર 2017ના રોજ રાષ્ટ્રપતિની સ્વીકૃતિ સાથે બંધારણના અનુચ્છેદ 340 અંતર્ગત પંચની સ્થાપના કરવામાં આવી હતી. ન્યાયાધીશ (નિવૃત્ત) શ્રીમતી જી. રોહિણીની અધ્યક્ષતામાં રચાયેલા પંચે11 ઓક્ટોબર 2017ના રોજ કામની શરૂઆત કરી હતી અને ત્યારથી ઓબીસીના પેટા શ્રેણીકરણ કરનારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્ય પછાત વર્ગ પંચ સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે. પંચે જણાવ્યું હતું કે, તેમને પોતાનો અહેવાલ જમા કરાવવા માટે હજી વધારે સમયની જરૂર છે કારણ કે વર્તમાન ઓબીસીની કેન્દ્રીય યાદીમાં જોવા મળી રહેલા પુનરાવર્તન, અસ્પષ્ટતાઓ, વિસંગતતાઓ, ભાષા અને ટ્રાન્સક્રિપ્શન સંબંધિત ભૂલોને દૂર કરવાની જરૂર છે. આથી પંચે પોતાનો કાર્યકાળ લંબાવીને 31 જુલાઇ 2020 સુધી કરવાની માંગ કરી હતી. જોકે, કોવિડ-19 મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉનનો અમલ હોવાથી તેમજ મુસાફરી પર પ્રતિબંધ હોવાથી પંચને મળેલા કામને પૂરું કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. આથી, પંચના કાર્યકાળને હવે વધુ મહિના મુદત લંબાવીને 31.01.2021 સુધી કરવામાં આવ્યો છે.

 

GP/DS(Release ID: 1633992) Visitor Counter : 76