પ્રવાસન મંત્રાલય
પર્યટન મંત્રાલયે દેખો અપના દેશ શ્રેણી અંતર્ગત “છત્તીસગઢનો છૂપો ખજાનો” વિષય પર 30મા વેબિનારનું આયોજન કર્યું
Posted On:
10 JUN 2020 6:06PM by PIB Ahmedabad
પ્રેક્ષકો છત્તીસગઢના ક્યારેય ન જોયેલા સ્થળો વિશે જાણે, તેમનામાં આવા સ્થળો, તેમની અનન્ય સંસ્કૃતિ, આદિજાતિ ધરોહર અને તહેવારો અંગે વધુ જાગૃતિ ફેલાય તેવા આશય સાથે કેન્દ્રીય પર્યટન વિભાગે દેખો અપના દેશ શ્રેણી અંતર્ગત 09.06.2020ના રોજ “છત્તીસગઢનો છૂપો ખજાનો” શીર્ષકથી વેબિનારનું આયોજન કર્યું હતું. દેખો અપના દેશ વેબિનાર એક ભારત, શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ભારતની ભવ્ય વિવિધતાને લોકો સમક્ષ રજૂ કરવાનો એક પ્રયાસ છે.
દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત 09 જૂન 2020ના રોજ 30મા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યટન મંત્રાલયના અધિક મહાનિદેશક રુપીન્દર બ્રાર, છત્તીસગઢ સરકારના પર્યટન અને સાંસ્કૃતિક સચિવ પી. અંબાલગને મધ્યસ્થી કરી હતી અને તેમની પ્રારંભિક ટિપ્પણીઓ સાથે વેબિનારની પૃષ્ઠભૂમિકા તૈયાર કરી હતી તેમજ આ સત્રની રજૂઆત આઇસક્યૂબ્સ હોલિડેઝના સ્થાપક જસપ્રિતસિંહ ભાટીયા, અનએક્સપ્લોર્ડ બસ્તરના સ્થાપક જીતસિંહ આર્ય, ઓથર એન્ડ બ્લોગરના થોમ્મેન જોસે કરી હતી. આ ત્રણેયે છત્તીસગઢના અનન્ય સાંસ્કૃતિક અને ભવ્ય સંપત્તિ સમાન ઓછા પ્રચલિત સ્થળોની વર્ચ્યુઅલ મુલાકાત કરાવી હતી અને તેની ખાસિયતો પર પ્રકાશ પાડ્યો હતો.
શ્રી જસપ્રિત ભાટીયાએ રાજ્યના કેટલાક મુખ્ય તથ્યો પર પ્રકાશ પાડીને તેમજ તેની પર્યટનની પ્રબળ સંભાવનાઓ વિશે જણાવીને સત્રને યોગ્ય દિશામાં આગળ વધાર્યું હતું. મધ્યપ્રદેશમાંથી અલગ થયેલા છત્તીસગઢ રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 2000ના રોજ થઇ હતી અને તે ભારતનું 9મું સૌથી મોટું રાજ્ય છે. મધ્ય પૂર્વીય ભારતમાં હોવાથી તેની સરહદ 7 રાજ્યોને મળે છે અને તેની 44 ટકા જમીનમાં જંગલો પથરાયેલા છે, 34 ટકા આદિજાતિ લોકો અહીં રહે છે. ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાનો, 11 અભ્યારણ્યો, 1 બાયો-સ્ફેર આરક્ષિત વિસ્તાર સાથે તે ભારતના સૌથી હરિયાળા રાજ્યોમાંથી એક છે અને હવાઇમાર્ગ, રેલવે માર્ગ તેમજ રોડના નેટવર્ક દ્વારા દેશના અન્ય હિસ્સા સાથે સારી રીતે સંકળાયેલું રાજ્ય છે.
દેશના કેટલાક શ્રેષ્ઠ ઝરણા અને ધોધ છત્તીસગઢમાં છે જેમાં ચિત્રકૂટ, અમૃતધારા, પવઇ, મછલી વગેરે પણ છે. છત્તીસગઢમાં ત્રણ શક્તિપીઠ ચંપારણ્ય, રાજીમ અને શિવરીનારાયણ પણ છે. ઘડતર લોખંડ, બેલ મેટલ અને ટેરાકોટા છત્તીસગઢની કેટલીક લોકપ્રિય હસ્તકલા છે.
શ્રી જીતસિંહ આર્યએ પ્રેક્ષકોને બસ્તરની વર્ચ્યુઅલ સફર કરાવી હતી. બસ્તર ઓછા જોવાયેલા ગંતવ્ય સ્થળમાંથી એક છે જે છત્તીસગઢના દક્ષિણ ભાગમાં આવેલું છે. બસ્તર પ્રદેશમાં મનોરમ્ય દૃશ્યો, માર્ગો અને છુપા ધોધનો ભવ્ય પ્રાકૃતિક ખજાનો છે. બસ્તર પ્રદેશમાં 15થી વધુ ધોધ આવેલા છે. અહીં કોટમસારની ગુફાઓ આવેલી છે જે મેઘાલય પછી છત્તીસગઢમાં સૌથી મોટી ગુફાઓની શ્રૃખંલા છે. બસ્તરમાં દશેરાની ઉજવણી સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે જે 75 દિવસ સુધી ચાલે છે અને તેમાં માતા ધંતેશ્વરી, ગોંડની, માડિયા, મૌરિયાની વિવિધ દંતકથાઓ સંકળાયેલી છે અને કેટલાક આદિજાતિઓ બસ્તરને સ્વદેશી જાતિઓની ભૂમિ બનાવે છે. તેનો પ્રાચીનકાળનો હસ્તકળાનો ઇતિહાસ હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલો છે તેમાં ઉપયોગમાં લેવાતી ટેકનિકમાં મીણની ટેકનિક વિસરાઇ ગઇ છે. ભગવાન ગણેશજીની વિશ્વની ત્રીજી સૌથી મોટી મૂર્તિ અહીં આવેલી છે જે માત્ર એક જ પથ્થરમાંથી બનેલી છે. 12000 વર્ષના ઇતિહાતની ઝાંખી કરાવતા ગુફા ચિત્રો બસ્તર પ્રદેશમાં આવેલા છે.
શ્રી થોમ્મેન જોસે નીચે દર્શાવેલા કેટલાક સ્થળો રજૂ કર્યા હતા તે પર્યટન માટે ઓછા જાણીતા છે અને તે છત્તીસગઢનો વાસ્તવિક અનુભવ કરાવે છે.
- કાર્કાભાટ- પ્રાગૈતિહાસિક કબ્રસ્તાનના સ્થળો જ્યાં સામાન્યપણે પ્રવાસીઓ જવાનું ટાળે છે. આ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાં ત્રણ પ્રકારના પ્રાગૈતિહાસિક અખંડ સ્મારકો ઓળખી કાઢવામાં આવ્યા છે જે- શંકુ, અણીદાર ત્રાંસા અને માછલીની પૂંછડીની જેમ દ્વિભાજિત છે.
- દીપાદિહ- 7મી સદીમાં નિર્માણ પામેલું અહીંનું મંદિર સંભવતઃ છત્તીસગઢમાં સૌથી શ્રેષ્ઠ સ્થાપત્ય રહસ્યો સમાવતું સ્થળ છે. ખોદી કાઢવામાં આવેલા પથ્થરના સ્તંભો પ્રવેશ દ્વારની બાજુમાં બનાવવામાં આવેલા છે જેના પર પૌરાણિક રચનાઓ તૈયાર કરવામાં આવી છે.
- ઘોતુલ- પ્રાચીન આદિજાતિ શિક્ષણ તંત્ર અને તેની પોતાની વારસાગત પ્રણાલી સાથેનું સંકુલ બંને ધરાવે છે.
- સોનાબાઇ- છત્તીસગઠના વિખ્યાત બાસ મુક્તિ આભૂષણના મૂળિયા આ પ્રદેશ સાથે જોડાયેલા છે. જ્યારે સોનાબાઇએ તેના નાના ભાઇ દરોગા રામને સુઇ જવા માટે નાના રમકડાં બનાવ્યા તેની સાથે આ કળા જોડાયેલી છે.
- આદિજાતિ રમતો – કૂકડાની લડાઇ
આ વેબિનાર સત્રનું સમાપન કરતા રુપીન્દર બ્રારે વિવિધ આતિથ્ય અને પર્યટન વેપાર ક્ષેત્રો જેમકે હોટેલો, રેસ્ટોરન્ટ, બી એન્ડ બી, હોમ સ્ટે/ ફાર્મ સ્ટે અને પર્યટન સેવા પ્રદાતા વગેરે માટે પરિચાલન ભલામણો આપીને પર્યટન મંત્રાલય અંગે સૌને માહિતી આપી હતી. પર્યટન ક્ષેત્ર માટે આ સલામતી અને સ્વચ્છતાની માર્ગદર્શિકાઓ છે જે લૉકડાઉન પછી પર્યટનમાં અનુસરવા માટે બહાર પાડવામાં આવી છે. આની વિગતો પર્યટન મંત્રાલયની વેબસાઇટ tourism.gov.in પર ઉપલબ્ધ છે.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા તૈયાર કરવામાં આવેલો રાષ્ટ્રીય ઇ-ગર્વનન્સ પ્રભાગ (NeGD) દેખો અપના દેશ વેબિનાર માટે તેમની પ્રોફેશનલ ટીમ દ્વારા પ્રત્યક્ષરૂપે ટેકનિકલ સહાય કરીને પર્યટન મંત્રાલયને આ શ્રેણી ચલાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે અને તેના કારણે ડિજિટલ અનુભવના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને જોડવાનું અને તમામ હિતધારકો સાથે કમ્યુનિકેશન કરવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.
આ વેબિનારના સત્રો હવે
https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured પર ઉપલબ્ધ છે અને તેને ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતા તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ વેબિનારનો આગામી એપિસોડ 11 જૂન 2020ના રોજ સવારે 11.00 કલાકે યોજાશે જેનું શીર્ષક – હિમાચલ- અરાઉન્ડ ધ નેક્સ્ટ બેન્ડ છે. આની નોંધણી https://bit.ly/HimachalDAD પર થઇ શકે છે.
GP/DS
(Release ID: 1630740)
Visitor Counter : 778