ગૃહ મંત્રાલય

ગૃહમંત્રી શ્રી અમિત શાહે NDMA, NDRF, IMD, ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજી અરબ સમુદ્રમાંથી રાજ્યો પર તોળાઇ રહેલા ચક્રાવાતનો સામનો કરવા માટે પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી


શ્રી શાહે ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દમણ તેમજ દીવના વહીવટી પ્રશાસક સાથે આ મુદ્દા પર ચર્ચા કરી

ગૃહમંત્રીએ ખાતરી આપી કે, રાજ્યો પર તોળાઇ રહેલા ચક્રાવાતમાં કેન્દ્ર સરકાર તમામ પ્રકારે મદદ કરશે

Posted On: 01 JUN 2020 8:23PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે NDMA, NDRF, IMD અને ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજી અરબ સમુદ્રમાંથી દેશ પર તોળાઇ રહેલા ચક્રાવાતનો સામનો કરવા માટેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. ચક્રાવાત મહારાષ્ટ્ર, ગુજરાત, દીવ અને દમણના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકે તેવી સંભાવના છે.

અગાઉ, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ- પશ્ચિમ અને નજીકમાં પૂર્વ- મધ્ય અરબ સમુદ્ર તેમજ લક્ષદ્વીપ સમુદ્રી વિસ્તારમાં ઉભું થયેલું લો પ્રેશર તીવ્ર ડિપ્રેશનમાં રૂપાંતરિત થઇ રહ્યું છે અને આગામી 12 કલાકમાં તીવ્રતા સાથે તે ડીપ ડીપ્રશેનમાં ફેરવાશે અને તે પછીના 24 કલાકમાં ચક્રાવાતી તોફાનમાં રૂપાંતરિત થઇને અરબી સમુદ્રના પૂર્વીયમધ્ય કાંઠા વિસ્તારો પરથી પસાર થાય તેવી સંભાવના છે.

ત્યારબાદ, શ્રી શાહે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે તેમજ દાદરા અને નગર હવેલી તેમજ દીવના વહીવટી પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. ગૃહમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે, રાજ્યો પર તોળાઇ રહેલા ચક્રાવાતની સ્થિતિમાં કેન્દ્ર દ્વારા તેમને તમામ પ્રકારે મદદ કરવામાં આવસે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમને જે પણ જરૂરિયાતો હોય અને સંસાધનોની જરૂર હોય તેની વિગતો તૈયાર કરવા માટે પણ કહ્યું હતું.

દરમિયાન, NDRF દ્વારા ગુજરાતમાં પહેલાંથી 13 ટીમો તૈનાત કરવામાં આવી છે જેમાં 2 ટીમને અનામત તરીકે રાખવામાં આવી છે અને મહારાષ્ટ્રમાં 16 ટીમો તૈનાત કરવામાં આવી છે જેમાંથી 7 ટીમો અનામત રાખવામાં આવી છે જ્યારે દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી માટે એક એક ટીમો તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેલા લોકોનું સ્થળાંતર કરવા માટે રાજ્ય સરકારોની કામગીરીમાં NDRFની ટીમો પણ મદદ કરી રહી છે.

 

GP/DS



(Release ID: 1628435) Visitor Counter : 228