આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

ખરીફ પાકની માર્કેટિંગ સિઝન 2020-21 માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)

Posted On: 01 JUN 2020 5:47PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આર્થિક બાબતો અંગેની સંસદીય સમિતિ (સીસીઈએ) માર્કેટિંગ સિઝન 2020-21ના તમામ અનિવાર્ય ખરીફ પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે.

ખેડૂતોને તેમની કૃષિ પેદાશો માટે વળતરપ્રદ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા સરકારે ખરીફ પાકની માર્કેટિંગ સિઝન 2020-21 માટેના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો કાળા તલ (રામ તલ)માં (પ્રતિ ક્વિન્ટલ રૂા. 755) કરવામાં આવ્યો છે, તે પછી તલ (પ્રતિ ક્વિન્ટલ રૂા. 370), અડદ (પ્રતિ ક્વિન્ટલ રૂા. 300) અને કપાસ (લોંગ સ્ટેપલ) (પ્રતિ ક્વિન્ટલ રૂા. 275)માં વધારો કરાયો છે. વિભિન્ન મહેનતાણાંનો ઉદ્દેશ પાક વૈવિધ્યીકરણને પ્રોત્સાહન આપવાનો છે.

માર્કેટિંગ સિઝન 2020-21 માટે તમામ ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવ

અનુક્રમ નંબર

પાક

અંદાજિત ખર્ચ *

ખરીફ માર્કેટિંગ સિઝન 2020-21

ખરીફ 2020-21 માટે લઘુતમ ટેકાના ભાવ

લઘુતમ ટેકાના ભાવમાં વધારો (નિરપેક્ષ)

ખર્ચ ઉપર વળતર (ટકામાં)

1

ડાંગર (સામાન્ય)

1,245

1,868

53

 

50

2

ડાંગર (ગ્રેડ )^

-

1,888

53

 

-

3

જુવાર (હાઈબ્રિડ)

1,746

2,620

70

 

50

4

જુવાર (માલદાંડી)^

-

2,640

70

 

-

5

બાજરો

1,175

2,150

150

 

83

6

રાગી

2,194

3,295

145

 

50

7

મકાઈ

1,213

1,850

90

 

53

8

તુવેર (અરહર)

3,796

6,000

200

 

58

9

મગ

4,797

7,196

146

 

50

10

અડદ

3,660

6,000

300

 

64

11

મગફળી

3,515

5,275

185

 

50

12

સૂર્યમુખીનાં બી

3,921

5,885

235

 

50

13

સોયાબીન (પીળા)

2,587

3,880

170

 

50

14

તલ

4,570

6,855

370

 

50

15

કાળા તલ

4,462

6,695

755

 

50

16

કપાસ (મીડિયમ સ્ટેપલ - મધ્યમ તાર)

3,676

5,515

260

 

50

17

કપાસ (લોંગ સ્ટેપલ - લાંબો તાર)^

-

5,825

275

 

-

 

^ડાંગર (ગ્રેડ ), જુવાર (માલદાંડી) અને કપાસ (લોંગ સ્ટેપલ) માટે ખર્ચના આંકડા અલગથી એકઠા કરાયા નથી.

કેન્દ્રિય અંદાજપત્ર 2018-19માં જાહેરાત કરવામાં આવી હતી કે સમગ્ર ભારતના ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ (સીઓપી)ના ઓછામાં ઓછા દોઢ ગણાની સપાટીએ લઘુતમ ટેકાના ભાવ જાહેર કરવા. ખરીફ પાકની માર્કેટિંગ સિઝન 2020-21 માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારો જાહેરાત સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ ખેડૂતોને વાજબી રીતે યોગ્ય વળતર મળી રહે છે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ સામે સૌથી વધુ અપેક્ષિત વળતર બાજરા (83 ટકા)માં મળશે, તે પછી અડદ (64 ટકા), તુવેર (58 ટકા) અને મકાઈ (53 ટકા)માં સૌથી વધુ વળતર મળવાનું અનુમાન છે. બાકીના પાકો માટે ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચની સામે ઓછામાં ઓછું 50 ટકા વળતર મળી રહેશે તેવી ધારણા છે.

સરકારની વ્યૂહરચના, દેશની કૃષિ-આબોહવાની સ્થિતિ સાથે બંધબેસતો હોય અને દેશની જૈવ-વિવિધતાને નુકસાન પહોંચાડ્યા વિના વધુ ઉત્પાદકતા આપે તેવા પાક લેવાના વૈવિધ્યીકરણ ધરાવતા ઢાંચા સાથે સાતત્યપૂર્ણ ખેતીને પ્રોત્સાહન આપવાની છે. સરકાર લઘુતમ ટેકાના ભાવ સ્વરૂપે તેમજ પ્રોક્યોરમેન્ટ (કૃષિ પેદાશોની ખરીદી) દ્વારા ટેકો આપે છે. ઉપરાંત, ખેડૂતોને આવકની સુરક્ષા માટે પર્યાપ્ત નીતિવિષયક ભરોસો બંધાય તે ઈરાદો છે. સરકારના ઉત્પાદન-કેન્દ્રિત અભિગમનું સ્થાન હવે આવક-કેન્દ્રિત અભિગમે લીધું છે.

તેલીબિયાં, કઠોળ અને જાડાં ધાન્યના લઘુતમ ટેકાના ભાવ પુનઃ ગોઠવવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંગઠિત પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેથી ખેડૂતો વિશાળ વિસ્તારોમાં લેવાતા પાકોને સ્થાને અન્ય પાકો લેવા માટે પ્રોત્સાહિત થાય અને શ્રેષ્ઠ ટેકનોલોજી તેમજ કૃષિ પદ્ધતિઓ અપનાવે, જેથી માગ-પુરવઠાની તુલા સંતુલિત બને. જે વિસ્તારોમાં ભૂગર્ભજળને લગતી લાંબા ગાળાની ખરાબ અસરો વિના ઘઉં-ચોખાનો પાક લઈ શકાતો નથી, તે વિસ્તારોમાં પોષણથી ભરપૂર પોષક ધાન્યનો પાક લેવા ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું.

ઉપર જણાવાયેલાં પગલાંને ચાલુ રાખતાં, સરકાર કોવિડ-19ને કારણે લોકડાઉનની સ્થિતિમાં ખેડૂતોને તેમજ કૃષિ સંબંધિત ગતિવિધિઓને મદદરૂપ થવા માટે સાકલ્યવાદી અભિગમ અપનાવી રહી છે. ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોના માર્કેટિંગને સહાયરૂપ થવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્ટેટ એપીએમસી એક્ટ હેઠળ નિયમનો મર્યાદિત બનાવીને ખેડૂતો / ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝશન્સ / સહકારી મંડળીઓ વગેરે પાસેથી જથ્થાબંધ વેપારીઓ / મોટા રિટેલર્સ / પ્રોસેસર્સ બારોબાર ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા સ્થાપવા અને સીધા માર્કેટિંગને સહાયરૂપ બનવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો / કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપવામાં આવી છે.

ઉપરાંત, સરરકારે વર્ષ 2018માં જાહેર કરેલી મુખ્ય યોજના - પ્રધાન મંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ-આશા) ખેડૂતોને તેમની ઉપજો માટે વળતરપ્રદ ભાવ મળી રહે તે માટે મદદ કરવામાં આવશે. મુખ્ય યોજના હેઠળ ત્રણ પેટા-યોજનાઓ છે - ભાવ સહાય યોજના (પ્રાઈસ સપોર્ટ સ્કીમ - પીએસએસ), ભાવ ખાધ ચુકવણી યોજના (પ્રાઈસ ડેફિસિયન્સી પેમેન્ટ સ્કીમ - પીડીપીએસ) તેમજ ખાનગી પ્રાપ્તિ અને સ્ટોકિસ્ટ યોજના (પ્રાયવેટ પ્રોક્યોરમેન્ટ એન્ડ સ્ટોકિસ્ટ સ્કીમ - પીપીએસએસ). યોજનાઓ હાલ પ્રાયોગિક તબક્કામાં છે.

ઉપરાંત, પ્રધાન મંત્રી કિસાન સમ્માનનિધિ (પીએમ-કિસાન) યોજના હેઠળ 24.03.2020થી આજ સુધીના લોકડાઉન ગાળા દરમ્યાન આશરે 8.89 કરોડ ખેડૂતોને લાભ મળ્યો છે અને સરકારે અત્યાર સુધીમાં રૂા. 17,793 કરોડ ચૂકવ્યાં છે.

કોવિડ-19 મહામારીને પગલે સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિ દરમ્યાન ખાદ્ય સુરક્ષા પૂરી પાડવા માટે સરકારે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમ-જીકેવાય) હેઠળ પાત્રતા ધરાવતા પરિવારોને કઠોળનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં આશરે 1,07,077.85 મેટ્રિક ટન કઠોળનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

 

GP/DS



(Release ID: 1628431) Visitor Counter : 759