પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
મધ્ય પૂર્વ અને તેની સાથે સંકળાયેલ દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર દબાણ: ઉત્તર મહારાષ્ટ્ર – દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો માટે વાવાઝોડા પૂર્વેની સ્થિતિ
આગામી 24 કલાક દરમિયાન મધ્ય પૂર્વ અરબ સાગર ઉપર આ દબાણ વધુ તીવ્ર બની વાવાઝોડુ તોફાનમાં પરિણામે તેવી શક્યતા
દક્ષિણ તટીય ઓમાન અને સંલગ્ન યેમેન ઉપર ચિન્હિત કરવામાં આવેલ હળવું દબાણ
Posted On:
01 JUN 2020 12:32PM by PIB Ahmedabad
દક્ષિણ પૂર્વ અને તેની સાથે સંકળાયેલ મધ્ય પૂર્વ અરબ સાગર તથા લક્ષદ્વીપ વિસ્તારો ઉપર ચિન્હિત કરવામાં આવેલ હળવું દબાણ હવે મધ્ય પૂર્વ અને તેની સાથે સંકળાયેલ દક્ષિણ પૂર્વ અરબ સાગરની ઉપર એક ડીપ્રેશનનું સ્વરૂપ લઇ રહ્યું છે. આજે 1લી જુન, 2020ના રોજ આ ડીપ્રેશન 13.0°N લેટીટ્યુડ અને 71.4°E લોન્જીટ્યુડ નજીક સવારે 5:30 વાગ્યે પણજી (ગોવા)થી દક્ષિણ પશ્ચિમ આશરે 370 કિલોમીટર, મુંબઈ (મહારાષ્ટ્ર)થી દક્ષિણ દક્ષિણપશ્ચિમ આશરે 690 કિલોમીટર અને સુરત (ગુજરાત)થી દક્ષિણ દક્ષિણ પશ્ચિમ 920 કિલોમીટર મધ્યમાં કેન્દ્રિત થયું હતું. આગામી 12 કલાક દરમિયાન તે મધ્ય પૂર્વ અને સંલગ્ન દક્ષિણ પૂર્વ અરબ સાગરની ઉપર ભારે ડીપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે અને ત્યારબાદના 24 કલાક દરમિયાન તે મધ્ય પૂર્વ અરબ સાગરની ઉપર એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં ફેરવાઈ જાય તેવી સંપૂર્ણ શક્યતા છે. 2 જુનની સવાર સુધીમાં તે શરુઆતમાં ઉત્તર તરફ આગળ વધશે અને ત્યારબાદ ૩જી જુનની સાંજે/ રાત્રિ દરમિયાન તે ઉત્તર ઉત્તર-પૂર્વ બાજુ ફરી વળશે અને ઉત્તર મહારાષ્ટ્રને પાર કરીને હરિહરેશ્વર (રાયગઢ, મહારાષ્ટ્ર) અને દમણની વચ્ચે દક્ષિણ ગુજરાતના સમુદ્રને પાર કરશે તેવી સંભાવના છે.
હવામાનની આગાહી અને તીવ્રતા નીચેના કોઠામાં આપેલી છે:
તારીખ/ સમય (IST)
|
સ્થાન
(લેટ. 0N/ લોન્જી 0E)
|
ગતિ સાથે મહત્તમ જળવાયેલ સપાટી (પ્રતિ કલાક કિલોમીટર)
|
Category of cyclonic disturbance
|
01.06.20/0530
|
13.0/71.4
|
40-50 gusting to 60
|
Depression
|
01.06.20/1130
|
13.3/71.2
|
45-55 gusting to 65
|
Depression
|
01.06.20/1730
|
13.7/71.0
|
50-60 gusting to 70
|
Deep Depression
|
01.06.20/2330
|
14.2/70.9
|
55-65 gusting to 75
|
Deep Depression
|
02.06.20/0530
|
14.9/70.8
|
60-70 gusting to 80
|
Cyclonic Storm
|
02.06.20/1730
|
15.7/70.9
|
80-90 gusting to 100
|
Cyclonic Storm
|
03.06.20/0530
|
17.0/71.4
|
90-100 gusting to 110
|
Severe Cyclonic Storm
|
03.06.20/1730
|
18.4/72.2
|
105-115 gusting to 125
|
Severe Cyclonic Storm
|
04.06.20/0530
|
19.6/72.9
|
95-105 gusting to 115
|
Severe Cyclonic Storm
|
04.06.20/1730
|
20.8/73.5
|
60-70 gusting to 80
|
Cyclonic Storm
|
દક્ષિણ દરિયાકાંઠાના ઓમાન અને સંલગ્ન યેમેન ઉપર સારી રીતે ચિન્હિત કરેલા હળવા દબાણના વિસ્તારો ઉપર આ ડીપ્રેશન એક રીતે નબળું રહ્યું અને તે આજે 1લી જુન 2020ના રોજ સવારે 5:૩૦ વાગ્યે તે જ પ્રદેશ ઉપર જોવા મળ્યું. આગામી 24 કલાક દરમિયાન તે હળવા દબાણમાં પરિવર્તિત થઈને વધુ નબળું પડે તેવી શક્યતા છે.
ચેતવણીઓ:
- દબાણની અસર હેઠળ આજે 1લી જુનના રોજ લક્ષદ્વીપ વિસ્તાર, ઉત્તર કેરલા અને કર્ણાટકના દરિયા કાંઠા ઉપર છુટા છવાયા ભારે વરસાદની સાથે મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. 1લી જુનના રોજ દક્ષિણ કોંકણ અને ગોવાની ઉપર છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સાથે મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે. 2જી જુનના રોજ કોંકણ અને ગોવાની ઉપર તેમજ ૩જી જુનના રોજ દક્ષિણ કોંકણ અને ગોવા ઉપર છૂટા છવાયા ભારેથી અતિ ભારે વરસાદ ધરાવતા મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
- ૩જી અને 4થી જુનના રોજ ઉત્તર કોંકણ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર ઉપર મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ, કેટલાક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ અને છૂટા છવાયા કેટલાક સ્થળો ઉપર અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે.
- ૩જી જુનના રોજ દક્ષિણ ગુજરાત રાજ્ય, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી ઉપર મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટા છવાયા કેટલાક વિસ્તારો પર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 4 જુનના રોજ દક્ષિણ ગુજરાત રાજ્ય, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી ઉપર કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે અને છૂટા છવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ii) પવનની ચેતવણી
- પૂર્વ મધ્ય અને તેની સાથે સંકળાયેલ અરબ સાગર ઉપર 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાઈ રહેલ પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પ્રવર્તમાન છે. તે આગામી 48 કલાક દરમિયાન પૂર્વ મધ્ય અને તેની સાથે સંકળાયેલ દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર 50-60 કિલોમીટરથી વધીને 70 કિલોમીટર સુધી ફૂંકાવાની શક્યતા છે. ત્યારબાદ તે ધીમે ધીમે વધુ તીવ્ર ગતિ બનીને કે જે 2 જુનની સવારે પૂર્વ મધ્ય અરબ સાગર અને દક્ષિણ મહારાષ્ટ્રના દરિયા કાંઠા પર 60-70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચીને 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચશે. ત્યારબાદ આગળ જતા તે ૩ જુનની સવારથી દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા સાથે અને તેની ઉપર 80-90 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચીને મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ અરબ સાગર તથા મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર 105-115 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.
- આગામી 48 કલાક દરમિયાન પૂર્વ મધ્ય અરબ સાગર અને કર્ણાટક ગોવાની ઉપર પવનની ગતિ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચીને 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.
- આગામી 48 કલાક દરમિયાન લક્ષદ્વીપ વિસ્તાર અને કેરલાની સાથે તેમજ ઉપરના દરિયાકાંઠા ઉપર 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાતો પવન 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી પહોંચવાની શક્યતા છે.
iii) સમુદ્રની સ્થિતિ
- આગામી 48 કલાક દરમિયાન પૂર્વ મધ્ય અને સંલગ્ન દક્ષિણ પૂર્વ અરબ સાગરની ઉપર સમુદ્રની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ રહેવાની શક્યતા છે. આગામી 48 કલાક દરમિયાન પૂર્વ મધ્ય અને દક્ષિણ પૂર્વ અરબ સાગરની ઉપર તેમજ કર્ણાટક ગોવાની સાથેના દરિયા કાંઠાના વિસ્તારોમાં તે અતિ ખરાબથી અત્યંત ખરાબ બને તેવી શક્યતા છે. 2જી જુનથી તે પૂર્વ મધ્ય અરબ સાગર પર અને મહારાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે રહેશે.
- ૩જી જુનથી ઉત્તર પૂર્વ અરબ સાગર અને ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં સમુદ્રની સ્થિતિ અતિ ખરાબથી અત્યંત ખરાબ રહે તેવી શક્યતા છે.
iv) માછીમારો માટે ચેતવણી
આગામી 48 કલાક દરમિયાન માછીમારોને દક્ષિણ પૂર્વ અરબ સાગર, લક્ષદ્વીપ વિસ્તારો અને તેની સાથેના કેરલાના દરિયા કાંઠાના વિસ્તારોમાં; ૩ જુન સુધી પૂર્વ મધ્ય અરબ સાગર અને કર્ણાટક ગોવાના પાસેના દરિયા કાંઠાના વિસ્તારો; ૩જી અને 4થી જુનના રોજ પૂર્વ મધ્ય અરબ સાગર અને મહારાષ્ટ્ર દરિયા કાંઠાના વિસ્તારો તેમજ ઉત્તર પૂર્વ અરબ સાગર સહીત ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવે છે.
તંત્ર વિષે તાજેતરની માહિતી માટે મહેરબાની કરી www.rsmcnewdelhi.imd.gov.in અને www.mausam.imd.gov.in ની મુલાકાત લો.
GP/DS
(Release ID: 1628346)
Visitor Counter : 337