આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

કોરોના વાયરસ મહામારીના વ્યવસ્થાપન અને નિયંત્રણમાં સુરત સ્માર્ટ સીટીની મહત્વની આઈટી પહેલ

Posted On: 29 MAY 2020 3:05PM by PIB Ahmedabad

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના વાયરસ મહામારી સામે લડત આપવામાં વિવધ પ્રકારની આઈટી પહેલ હાથ ધરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એસએમસી કોવિદ-19 ટ્રેકર સિસ્ટમ લોંચ કરી છે, જેમાં જે  લોકો પરદેશ જઈ આવ્યા હોય કે આંતરરાજ્ય પ્રવાસનો ઈતિહાસ હોય અથવા તો જે લોકો કોરોના વાયરસના દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને ટ્રેક કરવા માટે “ SMC COVID-19 “નામનુ વેબ પોર્ટલ અને એપ્લીકેશન શરૂ કરી છે. એસએમસીની વેબસાઈટ ઉપર કરેલ સેલ્ફ ડેકલેરેશન, હેલ્પલાઈન ઉપર પ્રાપ્ત થયેલા કૉલ, ભારત સરકારને મળેલી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માહિતી, વગેરે સ્ત્રોતો મારફતે પ્રવાસીઓ તથા અન્ય વ્યક્તિઓની માહિતી એકત્ર કરવામાં આવે છે. એપ્લિકેશન  કેવી રીતે કામ કરે છે તેની માહિતી નીચે દર્શાવી છે:

  1. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વેબસાઈટ www.suratmunicipal.gov.in ઉપર સેલ્ફ ડેકલેરેશન ફોર્મ મુક્યુ છે, જેમાં વ્યક્તિઓ પોતાના વિદેશ સહિતના પ્રવાસના ઈતિહાસ તથા તે જો કોઈ કોરોનાવાયરસ પોઝિટિવ ધરાવતા દર્દીના સંપર્કમાં આવ્યા હોય તો તેની વિગત દર્શાવી શકે છે. વિગત સુપરત કરતાંની સાથે વ્યક્તિને અનોખુ ટ્રેકર આઈડી મોકલી આપે છે અને તેમને SMC COVOD-19  એપ ડાઉનલોડ કરવાનુ કહેવામાં આવે છે.

 

  1. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્પલાઈન નંબર 1-800-123-800 પણ શરૂ કર્યો છે, જેમાં નાગરિકો પ્રવાસીઓ અથવા શંકાસ્પદ વ્યક્તિઓની વિગત જણાવી શકે છે. વિગતની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય અધિકારીઓ સહિતની ટીમ તરફથી ચકાસણી કરવામાં આવે છે. ફીલ્ડમાં કામ કરતી એક ટીમ સ્થળની મુલાકાત લે છે અને હેલ્પલાઈન ઉપર પૂરી પાડવામાં આવેલી વિગતની ચકાસણી કરવામાં આવે છે. વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવા માટે જણાવવામાં આવે છે અને તેમને અનોખુ ટ્રેકર આઈડી આપવામાં ઐવે છે અને તેમને તેમના મોબાઈલ ઉપર SMC COVOD-19 ટ્રેકર  એપ ડાઉનલોડ કરવાનુ કહેવામાં આવે છે.

 

  1. પ્રકારની વ્યક્તિઓએ દિવસમાં બે વાર ( સવારે 10 વાગે તથા રાત્રે 9 વાગે) SMC COVOD-19 ટ્રેકર  એપ મારફતે તેમના આરોગ્ય અંગે એક પ્રશ્નપત્રનો જવાબ આપવાનો રહે છે. તેમને 6 પ્રકારના સવાલ પૂછવામાં આવે છે કે શું તેમને તાવ કે કફ છે, તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તે અંગે સવાલ કરવામાં આવે છે. સવાલોની સાથે વ્યક્તિએ પોતાનો તેમનો ફોટો (સેલ્ફી) મોકલવાની રહે છે અને જો વ્યક્તિ તેની તબિયત અંગે કોઈ ફરિયાદ કરે તો તે વ્યક્તિને ચેક-અપ અને સારવાર માટે નજીકના આરોગ્ય સુવિધા એકમ ઉપર મોકલી આપવામાં આવે છે.

 

  1. એક વાર એપ્લિકેશન  સફળતા પૂર્વક સ્થાપિત કરી દેવાય તે પછી વ્યક્તિએ દર કલાકે પોતે ક્યાં છે તે સ્થળ અંગે માહિતી આપવાની રહે છે. આનાથી જાણી શકાય ચે કે તે વ્યક્તિ હોમ ક્વોરેન્ટીનની માર્ગરેખાઓને અનુસરે છે કે નહી. જો વ્યક્તિ હોમ કવોરેન્ટાઈનની માર્ગરેખાઓને અનુસરતો ના હોય તો આવી વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવે છે.

 

  1. જે વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં વી હોય તેનુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ઘેર ઘેર ફોલો-અપ પણ કરવામાં આવે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તરફથી કરવામાં આવેલા ફોલો-અપને પણ સિસ્ટમ દ્વારા ઝડપી લેવામાં આવે છે.

 

  1. જો કોઈ વ્યક્તિમાં હોમ ક્વોરેન્ટાઈનના ગાળા દરમ્યાન લક્ષણો વિકસતાં જણાય તો તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જે વ્યક્તિઓ શંકાસ્પદ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેમનાં નામ સિસ્ટમની કોન્ટેક હીસ્ટ્રીમાં નોંધવામાં આવે છે, જેથી તેમેને કોન્ટ્ક્ટ ટ્રેસીંગ સમજવા માટે લીંક કરી શકાય. જો દાખલ કરવામાં આવેલ વ્યક્તિ પોઝિટિવ હોવાનુ જાણવા મળે તો સંપર્કોને પણ ક્વોરેન્ટાઈન અનુસરવાનુ જણાવવામાં આવે છે.

 

  1. સિસ્ટમમાં આવશ્યક એમઆઈએસ રિપોર્ટસ તૈયાર કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગની જરૂરિયાત મુજબ નવા રિપોર્ટસ પણ વિકસાવવામાં આવે છે.

 

  1. નાગરિકોને  એપ નાખવામાં આસાની અને સહાય થાય તે માટે એન્ડ્રોઈડ અને iOS માટે જરૂરી  એપ ઈન્સ્ટોલેશન મેન્યુઅલની સાથે સાથે યુ ટ્યુબ વિડીયો પણ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

 

SMC COVOD-19 ટ્રેકીંગ સિસ્ટમની સાથે સાથે પણ એન્ડ્રોઈડ અને iOS  એપ પણ 5 દિવસના ટૂંકા ગાળામાં તૈયાર કરી દેવામાં આવી છે. હાલની સ્થિતિએ સિસ્ટમમાં 3800 વ્યક્તિઓની માહિતી એકત્ર કરવામાં આવી છે અને 2800થી વધુ વ્યક્તિઓ દર કલાકે પોતાનુ સ્થાન દર્શાવવા માટે એપ્લીકેશનનો ઉપયોગ કરે છે તથા દિવસમાં બે વાર પોતાના અંગે આરોગ્ય તપાસના પ્રશ્ન પત્રના સવાલોના જવાબો આપે છે.

 

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિકસાવાયેલી સિસ્ટમની ગુજરાત સરકાર અને ભારત સરકારે સમીક્ષા કરી છે અને સિસ્ટમને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની બાબત વિચારણા હેઠળ છે.

 

 

 

GP/DS

 



(Release ID: 1627664) Visitor Counter : 288